જો આપ આપનો પોતાનો કારોબાર શરૂ કરવા માટે વિચાર કરી રહ્યા છો, તો મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના વિપિન દાંગીની કહાણી તમારા માટે પ્રેરણાદયક સાબિત થઈ શકે છે. હકીકતમાં એક સમયે વિપિન, પણ તે યુવાનો પૈકીનો એક હતો કે જે ખાનગી સેક્ટરમાં જૉબ કરતો હતો, પણ આજે તે પશુ આહારનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
તો ચાલો જાણીએ વિપિનની સફળતાની કહાની.
દૂધના વ્યવસાયમાં નુકસાન
ખેડૂત પરિવાર સાથે સંકળાયેલ વિપિન દાંગીએ માઇક્રોબાયોલૉજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ તે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો. વિપિનનું કહેવું છે કે તે પ્રાઇવેટ જૉબથી તેને સારી એવી સૅલેરી પણ મળતી હતી, પણ તેને તે કામથી સંતોષ મળતો ન હતો. તેથી તેણે તે નોકરી છોડી અને વર્ષ 2018માં પોતાના ગામમાં પરત ફર્યો. અહીં આવીને તેણે સૌથી પહેલા દૂધનો વ્યવસાય શરૂ કર્યો. જોકે આ કારોબારમાં તેને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ તેણે પશુ આહારનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.
દર મહિને 5 લાખનો કારોબાર
તે કહે છે કે પશુ આહાર ઉત્પાદનનો ખ્યાલ ત્યારે આવ્યો કે જ્યારે તેણે જોયું કે તેના ગામડા અને આજુબાજુના ગામના લોકો પશુપાલન તો મોટાપાયે કરે છે, તેમ છતાં કોઈ પણ સ્થાનિક કંપની નહોતી કે જે પશુ આહારનું ઉત્પાદન કરતી હોય. તેથી તેણે પશુ આહારના વ્યાપારમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. આ માટે વિપિને પશુઓ માટે સંતુલિત આહાર તૈયાર કરવા માટે રણનીતિ તૈયાર કરી. તેમણે વર્ષ 2019માં પશુ આહાર તૈયાર કરવાની પોતાની કંપની શરૂ કરી. છેવટે તેની મહેનત રંગ લાવી અને આજે તે 5 લાખ કરતા વધારેને વ્યાપાર કરે છે, જ્યારે તેની કંપનીએ એક વર્ષમાં 60 લાખ રૂપિયા આસપાસ ટર્નઓવર કર્યું છે.
પશુ આહાર કેવી રીતે તૈયાર થાય છે ?
વિપિનનું કહેવું છે, ‘’પશુ આહાર તૈયાર કરવા માટે રૉ મટીરિયલની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સંજોગોમાં અમે સ્થાનિક ખેડૂતો પાસેથી અનાજ ખરીદી છીએ, જ્યારે ભૂંસું બહારથી મંગાવી છીએ.’ તે કહે છે, ‘રૉ મટીરિયલમાં સોયાબીન, મગફળી, કપાસ, જવ, ઘઉં, મકાઈ સહિત અન્ય પાકોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે સ્થાનિક સ્તર પર સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત સરસવ તથા કપાસના ભૂંસાનો ઉપયોગ કરવામાં આવે છે.’ પશુઓ માટે સંતુલિત આહાર માટે વિવિધ પોષક તત્વોનું નિશ્ચિત પ્રમાણમાં મિશ્રિત કરવામાં આવે છે. પશુઓ માટે તેમનો આહાર ખૂબ જ ઉપયોગી હોય છે.
Share your comments