ગુજરાત અને દેશભરના ખેડૂતોએ હવે પશુપાલન તરફ વળી રહ્યા છે. પરંતુ દૂધ ઉત્પાદન ઓછા થવાના કારણે ખેડૂતોએ મુંઝાવણમાં મુકાયા છે. જેને જોતા પશુઓના ઘાસચારા ઉપર મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોના કહેવા મુજબ દેશમાં ઘાસચારાની અછત છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉત્પાદન ઓછું થવાના કારણે દૂધથી બનાવવામાં આવતા પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યું છે જો કે સામાન્ય માણસના ખિસ્સાને ખાલી કરી રહ્યું છે. એજ વિશે ઉપર કેંદ્રીય પશુપાલન અને ડેયરી ઉત્પાદન મંત્રી પૂરૂષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું અને કેન્દ્ર સરકારની પશુપાલને વધારવા માટે શરૂ કરવામાં આવેલ નવી નીતિયોની જાહેરાત કરી. સાથે જ તેમને તે પણ કહ્યું કે દેશમાં પશુઓ માટે ઘાસચારાની સુરક્ષા કરવું આપણું કર્તવ્ય છે.
ઘાસચારા બેંક ઉભો કરશે સરકાર
કેન્દ્રીય પશુપાલન અને ડેયરી ઉત્પાદ મંત્રી પુરુષોત્મ રૂપાલાએ જણાવ્યું કે દેશમાં પશુઓ માટે થતી ઘાસચારાની અછતને પહોંચી વળવા માટે આપણે દેશભરમાં ઘાસચારા બેંક ઉભો કરીશું. આટલું જ નહી ઘાસચારાને સ્ટોર કરવા અને તેનો ટ્રાંસપોર્ટ માટે પણ યોજના ઘડવામાં આવી રહી છે. સાથે જ ઘાસચારાના બફર સ્ટૉક પણ બનાવવામાં આવશે. તેમ જ ઘાસચારાને લગતી તમામ યોજનાઓમાં વૈજ્ઞાનિક અભિગમનો સમાવેશ પણ કરવામાં આવશે.
ઘાસચારાનું ઉત્પાદન વધારવું સમયની જરૂરીયાત
રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના વિજ્ઞાન ભવન ખાતે ઘાસચારા અંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા પશુપાલન અને ડેરી સચિવ અલકા ઉપાઘ્યાયે પશુઓ માટે ધાસચારા પર ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે, ઘાસચારા હેઠળનો વિસ્તાર વધારીને ઘાસચારાની ઉપલબ્ઘતા અને ઉત્પાદન વધારવું એ સમયની જરૂરિયાત છે. ઘાસચારાની ખેતી અને સંશોધન માટે ઘાસચારાની જમીન, અઘોગતિ પામેલી જંગલ જમીન દ્વારા ઘાસચારાના બીજની નવી જાતોનું ઉત્પાદન કરવું જોઈએ. તેમણે ચારા ઉદ્યોગને વ્યવસાચ તક તરીકે પણ ગણાવ્યો હતો.
વિશ્વમાં ભારત દૂધ ઉત્પાદનમાં પહેલા ક્ર્મે
પશુપાલન અને ડેરી સચિવ અલકા ઉપાધ્યાયે જણાવ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધું દૂધ ઉત્પાદન કરે છે પરંતુ ઘાસચારાની અછતના કારણે ભારત હવે પહેલા ક્રમે નહી રહે એવું દેખાઈ રહ્યું છે. એટલે ભારતના પહેલા નંબરને જાળવી રાખવા માટે અમારે ઘાસચારાની અછત નથ થવા દેવી જોઈએ. આ ઉણપને દૂર કરવા માટે, અલકા ઉપાધ્યાયે જાતિ સુધારણા કાર્યક્રમો, બ્રીડર ફાર્મ્સ, ન્યુક્લિયસ ફાર્મ્સ, IVF અને સેક્સ સોર્ટેડ વીર્ય ટેકનોલોજીને ઝડપથી પ્રોત્સાહન આપીને દેશી અને વિદેશી જાતિઓના સંરક્ષણ પર કામ કરવા પર ભાર મૂક્યો હતો.
Share your comments