Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

લમ્પી વાયરસ ફરીથી મેમાં ખખડાવશે બારણુ, નિષ્ણાતોએ રેડ એલર્ટ કર્યો જાહેર

દેશમાં ફરીથી લમ્પી વાયરસ ખેડૂતોના બારણું ખખડાવ્યો છે. મળતી માહિતી મુજબ મેમાં ફરીથી લમ્પી વાયરસથી ખેડૂતોને લડવાનુ વારો આવી શકે છે. પશુધન માટે બીજા દેશોમાંથી આવી આ બીમારી દેશભરના 16 રાજ્યોમાં ફરીથી મેમાં પોતાનો અસર દેખાવાનું શરૂ કરી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો- સોશિયલ મીડિયા
ફોટો- સોશિયલ મીડિયા

દેશમાં ફરીથી લમ્પી વાયરસ ખેડૂતોના બારણું ખખડાવ્યો છે. મળતી માહિતી મુજબ મેમાં ફરીથી લમ્પી વાયરસથી ખેડૂતોને લડવાનુ વારો આવી શકે છે. પશુધન માટે બીજા દેશોમાંથી આવી આ બીમારી દેશભરના 16 રાજ્યોમાં ફરીથી મેમાં પોતાનો અસર દેખાવાનું શરૂ કરી શકે છે. જો કે આ રોગનું મુખ્ય કારણ મચ્છરો અને માખીઓ છે. પરંતુ તેના કારણે ગાયોની સૌથી વધુ મૃત્યું થાય છે. જ્યારે આ બીમારી પહેલા આવી હતી, ત્યારે તેને કેટલાક ગૌધની જાન લીલી નાખી હતી.જણાવી દઈએ કે પ્રાણી નિષ્ણાતોએ આ રોગને લઈને મે મહીના માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે, તેથી પશુપાલકોને ઘણી કાળજી રાખવાની જરૂર છે.

પહેલાની જેમ આ વખતે પણ ગુજરાત મોખરે

એમ તો મે મહીનામાં લમ્પી વાયરસ દેશના 16 જેટલા રાજ્યોના 61 શહેરોમાં જોવા મળશે.પરંતું આ વખતે પણ આ રોગનું સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના 4 શહેરોમાં આ રોગ જોવા મળશે એવી માહિતી સામે આવી છે. પણ અત્યાર સુધી આ ચાર શહેરના નામ સામે નથી આવ્યું છે. ગુજરાત પછી કર્નાટકા, ઉત્તરાખંડ, ઝારખંડ, કેરળ, આસામ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર અને હરિયાણાનું પણ સમાવેશ થાય છે, જ્યાં તેનું સૌથી વધુ અસર જોવા મળશે. જ્યાં તેનો ઓછા અસર જોવા મળશે તેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનું સમાવેશ થાય છે. પરંતુ ત્યાં પણ તેના વધી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રસ્તા પર રખડતી ગાયો વેલડૂં થાય છે શિકાર  

નિષ્ણાતો દ્વારા જાહેર કરવામાં આવી એડવાઈઝરી મુજબ લમ્પી રોગનું સૌથી વધુ શિકાર રસ્તાઓ પર રખડતી ગાયો અને એવી ગાયો જેમને ગૌશાળામાં ખાવા માટે પોષણયુક્ત ચારો મળતો નથી. જેના કારણે આવી ગાયોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ જ કારણ છે કે આ પ્રકારની ગાયો પર તેનું સૌથી વધુ હુમલો જોવા મળ્યો છે. આવી જ ગાયો પણ તેના કારણે મૃત્યુ પામે છે. એવું નથી કે જ્યાં ગાયોને ખૂબ સારો ચારો મળતો હોય, ત્યાં આ રોગ થતુ નથી, એવું બન્યું છે પણ તેની સંખ્યા ઘણી ઓછી છે. બીજું, શેરીઓમાં રખડતી ગાયો ખૂબ જ ઝડપથી માખીઓ અને મચ્છરોનો શિકાર બની જાય છે.

જૈવ સુરક્ષા એ સારવાર કરતાં નિવારણનું વધુ માપ છે.

નિષ્ણાતો મુજબ આજ સુધી અમે અમારી જૂની પદ્ધતિઓ અપનાવીને પશુપાલન કરતા આવ્યા છીએ. જ્યારે ક્લાઈમેટ ચેન્જના કારણે હવે ભારે પરિવર્તન આવ્યું છે. આપણે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણે ગાય, ભેંસ કે ઘેટાં-બકરા સહિત કોઈપણ દુધાળા પ્રાણીનું પાલન-પોષણ કરીએ તો તેનું વૈજ્ઞાનિક ઢબે પાલન કરવું પડશે. આ માટે, એ જરૂરી છે કે આપણે આપણા પ્રાણીઓના ખેતરોમાં જૈવ સુરક્ષાનું પાલન કરીએ અને મુલાકાતીઓ માટે પણ તેની ખાતરી કરીએ.

આવી રીતે રાખો કાળજી

તમારા ખેતરમાં વાડ કરો, જેથી રસ્તે રખડતું કોઈ પ્રાણી તમારા ખેતરમાં પ્રવેશી ન શકે. બીજું, કેટલીક દવાઓ ફોર્મ પર રાખો જેનો ઉપયોગ હાથ સાફ કરવા માટે થઈ શકે. આ કર્યા પછી જ પ્રાણીને સ્પર્શ કરો. પ્રાણીને સ્પર્શ કર્યા પછી, દવાનો ઉપયોગ કરીને તમારા હાથને ફરીથી સાફ કરો, જેથી તમને પ્રાણીના કોઈ રોગ ન લાગે. આટલું જ નહીં, જો કોઈ બહારથી તમારા ખેતરમાં આવી રહ્યું છે, તો તેને તેના જૂતા બહાર કાઢી નાખવા માટે કહેજો. અથવા તેને સેનિટાઈઝ કરો. જો તમે તમારા હાથ અને કપડાને સેનિટાઈઝ કરી શકો તો તે ખૂબ સારું છે, અન્યથા PPE કીટ પહેર્યા પછી જ તેમને ખેતરની અંદર લઈ જાઓ.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More