Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

સસલુ સાથે પ્રેમ તમને આપી શકે છે રોજગાર, થશે ઓછી લાગતમાં બમણી કમાણી

દેશના યુવાનો હવે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવી શક્યતાઓ શોધી રહ્યા છે. ત્યારે ઝારખંડના રાંચી જિલ્લાના કાંકે બ્લોકનો રહેવાસી કિશોર કૃષ્ણકાંતે લોકોને નવી રાહ ચીંધી છે. તે પોતે દસમા ધોરણનો વિદ્યાર્થી છે, પરંતુ તે સસલાના ઉછેર દ્વારા તેનો શોખ પૂરો કરી રહ્યો છે અને તેની સાથે પૈસા પણ કમાઇ રહ્યો છે. અભ્યાસની સાથે કૃષ્ણકાંત સસલાની પાલન ક્ષેત્રે આગળ વધવાનું અને રોજગારની તક તરીકે તેને અપનાવવાનું વિચારી રહ્યો છે.

સસલુ
સસલુ

દેશના યુવાનો હવે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવી શક્યતાઓ શોધી રહ્યા છે. ત્યારે ઝારખંડના રાંચી જિલ્લાના કાંકે બ્લોકનો રહેવાસી કિશોર કૃષ્ણકાંતે લોકોને નવી રાહ ચીંધી છે. તે પોતે દસમા ધોરણનો વિદ્યાર્થી છે, પરંતુ તે સસલાના ઉછેર દ્વારા તેનો શોખ પૂરો કરી રહ્યો છે અને તેની સાથે પૈસા પણ કમાઇ રહ્યો છે. અભ્યાસની સાથે કૃષ્ણકાંત સસલાની પાલન ક્ષેત્રે આગળ વધવાનું અને રોજગારની તક તરીકે તેને અપનાવવાનું વિચારી રહ્યો છે. કૃષ્ણકાંતના કહેવા પ્રમાણે, રાંચીમાં પ્રથમ વખત સસલાનું પાલન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે.

બે વર્ષ પહેલાં થયો હતો પ્રારંભ

કૃષ્ણકાંતને નાનપણથી જ પ્રાણીઓ પ્રત્યે ઘણો પ્રેમ હતો. બીજા ધોરણમાં અભ્યાસ દરમિયાન તે માછલી ખરીદતો અને તેને ઘરમાં રાખતો. આ પછી જ્યારે તેણે તેના મિત્રના ઘરે સસલું જોયું ત્યારે તેણે સસલાનું પાલન કરવાની ઈચ્છા બનાવી હતી. આ પછી તેણે તેના મિત્રના ઘરેથી સસલા લાવીને સસલાનો ઉછેર શરૂ કર્યો હતો.

યુટ્યુબ દ્વારા સસલાનો ઉછેર કરતા શીખ્યો

કૃષ્ણકાંતે જણાવ્યું હતું કે, જ્યારે તેણે પ્રથમ વખત સસલાનું પાલન શરૂ કર્યું ત્યારે તેને તેના વિશે વધારે ખબર નહોતી. તેને વધુ માહિતી આપી શકે તેવા લોકો તેની આસપાસ નહોતા. જેથી તેની પાસે સસલાની ખેતી વિશે વધુ જાણકારી નહોતી. તેથી તેણે યુટ્યુબ પર વિડિઓઝ જોવાની શરૂઆત કર્યો અને હરિયાણાના કેટલાક સસલા ફાર્મનો સંપર્ક કર્યો હતો. પછી તેણે તેની પદ્ધતિઓ પ્રમાણે સસલાનું ઉછેર શરૂ કર્યું હતું.

મહિને ત્રણથી ચાર હાજરની આવક

કૃષ્ણકાંતના નાના ફાર્મમાં અત્યારે 11 પુખ્ત સસલા અને 27 નાના સસલા છે. લોકો તેની પાસે આવે છે અને સસલા ખરીદીને લઈ જાય છે. રાંચીના સસલા વેચનાર અને ઉછેરનારા તેની પાસે આવે છે અને સસલા લે છે. તે દરેક સસલાને 200 રૂપિયામાં વેચે છે.

ચાર પ્રકારના છે સસલા

કૃષ્ણકાંતના ફાર્મમાં સસલાની ચાર જાતિઓ ઉપલબ્ધ છે. ન્યુઝીલેન્ડ રેડ, ન્યુઝીલેન્ડ વ્હાઇટ, ડચ અને મિનિરેક્સ. આ બધાની અલગ અલગ ઓળખ છે. કદમાં પણ તફાવત છે. ઝારખંડના હવામાન મુજબ આ ચાર જાતિઓ ટકી શકે છે.

સસલમાં થનારી બીમારીઓ

કૃષ્ણકાંતે જણાવ્યું હતું કે જ્યારે પણ સસલા તેના ખેતરમાં બીમાર પડે છે ત્યારે તેઓ ગેસ, પેટમાં દુ:ખાવો અને તાવથી પીડાતા હોય છે. જ્યારે સસલું બીમાર પડે છે, ત્યારે તે હરિયાણાના ફાર્મને સંપર્ક કરે છે અને દવા વિશે માહિતી લે છે.

9 વર્ષ સુધી સસલનો જીવનકાળ હોય છે

સસલાનું જીવનકાળ 9 વર્ષનું હોય છે. માદા સસલું એક સમયે નવ થી 12 બાળકોને જન્મ આપે છે. ન્યુઝીલેન્ડ રેડની લંબાઈ બે ફુટ છે. તેનું વજન ચાર કિલો સુધી હોય છે. મીનીરેક્સના કાન ખૂબ મોટા હોય છે. તેની વૃદ્ધિ ઝડપીતી થાય છે. ન્યુઝીલેન્ડ વ્હાઇટ સંપૂર્ણપણે સફેદ છે અને તેની આંખનો રંગ લાલ હોય છે. ઉપરાંત, એન્ગોરા જાતિના સસલા ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તેના ફર ખૂબ મોટા હોય છે.

આટલી બાબતોનું ધ્યાન રાખવુ

  • સસલાને નાના કદના કારણે તેમમાં ઉછેર માટે ઓછી જગ્યા, ઓછી ખોરાકની જરૂર પડે છે. જેના કારણે તેમના ભોજન અને ઉછેરમાં ઓછો ખર્ચ થાય છે.
  • સસલાનું પાલન આરામથી બેકયાર્ડ, ટેરેસ અથવા ફાર્મમાં કરી શકાય છે.
  • તેમના ફાર્મ શરૂ કરવા માટે ખૂબ ઓછા નાણાંની જરૂર છે. તેથી જ નાના ખેડૂતો પણ સરળતાથી તેમને ઉછેરી શકે છે. .
  • બ્રોઇલર ચિકનની જેમ સસલા પણ ખૂબ ઝડપથી વધે છે. તેને માર્કેટ સાઈઝના થતા ફક્ત 4 થી 5 મહિનાનો સમય લાગે છે.
  • ખાદ્ય ખર્ચ ઓછો કરવા તમે તેમને બચેલા શાકભાજી અથવા તમારી નજીક ઉપલબ્ધ પાંદડા અને ઉત્પાદિત કરેલું અનાજ પણ આપી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More