Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ખેડૂતો માટે પશુપાલન વ્યવસાય કેમ મહત્વનો છે, જાણો આ લેખમાં

આપણા દેશમાં મોટા ભાગે ગાયોનો ઉછેર ખેતી માટે બળદ પેદા કરવાના હેતુંથી થતો હતો. પરિણામે ગાયોનું સંવર્ધન તે જ મુદાને લક્ષમાં રાખીને કરવામાં આવતું હતું. જયારે ભેંસોનું સંવર્ધન ફક્ત ઉત્પાદન માટે જ કરવામાં આવતું હતું. તેથી સમગ્ર વિશ્વમાં સર્વેતમ ભેંસોની જાતો આપણા દેશમાં જ છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma

આપણા દેશમાં મોટા ભાગે ગાયોનો ઉછેર ખેતી માટે બળદ પેદા કરવાના હેતુંથી થતો હતો. પરિણામે ગાયોનું સંવર્ધન તે જ મુદાને લક્ષમાં રાખીને કરવામાં આવતું હતું. જયારે ભેંસોનું સંવર્ધન ફક્ત ઉત્પાદન માટે જ કરવામાં આવતું હતું. તેથી સમગ્ર વિશ્વમાં સર્વેતમ ભેંસોની જાતો આપણા દેશમાં જ છે.

શુદ્ધ નસલનું પસંદગીથી સંવર્ધન   

આપણા દેશમાં મોટા ભાગે ગાયોનો ઉછેર ખેતી માટે બળદ પેદા કરવાના હેતુંથી થતો હતો. પરિણામે ગાયોનું સંવર્ધન તે જ મુદાને લક્ષમાં રાખીને કરવામાં આવતું હતું. જયારે ભેંસોનું સંવર્ધન ફક્ત ઉત્પાદન માટે જ કરવામાં આવતું હતું. તેથી સમગ્ર વિશ્વમાં સર્વેતમ ભેંસોની જાતો આપણા દેશમાં જ છે. વૈજ્ઞાનિક ઢબે ફળાઉ પશુઓની પસંદગી કરતી વખતે નીચેની વિગતો ધ્યાને લેવાતી રહે છે.

 

૧. ગાયો તથા ભેંસોનું પોતાનું દૂધ ઉત્પાદન

૨. તેમના વંશવાળી (દિકરી) નું દુધ ઉત્પાદન

૩. તેમના સંબધીઓ (માતા, બહેન અદિ) નું દુધ ઉત્પાદન

૪. તેમના બાહ્ય લક્ષણો. 

                                               

જે કોઈ સાંઢનો સંવર્ધન માટે ઉપયોગ કરવાનો હોય, તેનો માદા સાથે સંબંધ ઓછામાં ઓછો ચાર થી પાંચ પેઢી સુધીના હોવો જોઈએ. અન્યથા આંતરીક સંવર્ધન (ઈન બ્રીડીંગ) ને કારણે અનુવાંશીક ક્ષમતાનું અધ : પતન થશે.

ગોપાલક પાસે ઉપરોક્ત બાબતો અંગે કોઈ સચોટ માહિતી હોતી નથી. આ પ્રકારની માહિતીના અભાવે કયુ જાનવર આર્થીક રીતે વધુ હિતાવહ છે કે તે નક્કી કરવું મુશ્કેલ બને છે. અને પસંદગીથી સંવર્ધન ચોક્કસ રીતે શકાતું નથી. તેથી જાનવરો માટે વેતરે આપવાવાની ઉમર, વેતરનું દુધ ઉત્પાદન, વેતરતા દિવસો, વસુકેલા દિવસો, બે વિયાણ વચ્ચેનો ગાળો અંગેની માહિતી રાખવાથી સંવર્ધન કરી શકાય, તે જ રીતે સાંઢની દુધ ઉત્પાદન માટેની અનુંવાંશીક ક્ષ્મ્યતાનો અંદાજ મેળવવા માટે સાંઢની માતાનું દુધ ઉત્પાદન, તેની બહેનો હોય તો તેનું ઉત્પાદન, તેની પુત્રીઓનું સરેરાશ દુધ ઉત્પાદન અંગેની માહિતીની જરૂર રહે છે. આ પ્રકારની કોઈપણ માહિતી વગરનાં સાંઢનો સંવર્ધન માટે ઉપયોગ કરવો હિતાવહ નથી. વધુમાં સાંઢની વંશાવલીમાં કોઈપણ જાતની આનુવાંશિક વિકૃતિઓ ન હોવી જોઈએ. 

ગાય કે ભેંસ કરતાં સંવર્ધન માટે સાંઢની પસંદગી વધુ અગત્યની છે. કારણ કે, ગાય કે ભેંસ તેમના જીવનકાળ દરમ્યાન ૧૦ થી ૧૫ પુત્ર પુત્રીઓ પેદા કરે છે. જયારે સાંઢના થી જવેલ વીર્ય વડે કુત્રિમ બીજદાનથી ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ માદાઓને ફેળવી શકાય છે. તેથી સારા ખુંટનો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં પેદા થનાર વધુ સંતાનોનું જનીનકીય બંધારણ સુધરશે. શુદ્ધ નસલની સારું દુધ આપતી ગાય તે જ સારા સાંઢના વીર્ય વડે ફેળવવી જોઈએ. જેથી તેમનાં સંતાનોની દુધ ઉત્પાદન માટેની અનુંવાંશિક ક્ષમ્તા વધારી શકાશે. આવી રીતે પસંદગીથી સંવર્ધન કરવાથી દર વર્ષે દુધ ઉત્પાદન ૧.૫ પ્રતિશીત સુધારો થશે. મહદઅંશે પશુપાલકો જાનવરોના બાહ્ય લક્ષણો જેવા કે તંદુરસ્તી, બાવલાનો વિકાસ, મિલ્કવેનની લંબાઈ, પહોળાઈ અને ચામડીના ચમક અને જાડાઈ ધ્યાને લઈ પસંદગી કરે છે. પરંતુ આ લક્ષણો અને દુધ ઉત્પાદનનો સંબંધ ઓછા પ્રમાણમાં હોવાથી ધાર્યા દુધ ઉત્પાદનમાં પ્રગતી જોવા મળતી નથી.

સંકર સંવર્ધન

આપણા દેશની ગાયો કરતાં વિદેશી ગાયો જેવી કે હોલ્સ્ટીન ફીઝયન, જર્સી, બ્રાઉન સ્વીસ ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમ્તા ઘણી સારી હોય છે. તેથી ઓછું દુધ આપતી ગાયોને વિદેશી નસલનાં સાંઢ વડે સંકરણ કરવાથી સંકર ગાયો પેદા થાય છે. આવી રીતે પેદા થયેલ સંકર ગાયોની દુધ ઉત્પાદન શકિત ઘણી વધે છે. સંકર ગાયોની દુધ ઉત્પાદન ક્ષમતા દેશી ગાયોની તુલનાં દોઢ થી બમણી જોવા મળે છે. આપણા દેશની ગાયોની વોડકીઓ ૩૬ થી ૪૦ માસની ઉમરે પુખ્ત બને છે. જયારે સંકર ઓલાદની વાછડી ૧૫ થી ૨૦ માસની ઉમરે પુખ્ત બને છે. દેશી ગાયોના બે વિયાણ વચ્ચેનો ગાળો લગભગ ૨૦ થી ૨૫ માસ જેટલો હોય છે. જ્યારે એ ગાળો સંકર ગાયોમાં ૧૨ થી ૧૪ માસનો હોય છે.

આપણા દેશની આબોહવામાં હોલસ્ટીન ફીઝીયન અને ઝર્સી વડે પેદા થયેલ સંકર ગાયો જેમાં સદર વિદેશી નસલતી આનુવાંશીકતા ૫૦ હોય છે. તે વધુ અનુકુળ નિવડેલ છે. સામાન્ય રીતે પિયત વિસ્તારમાં ઘાસચારાની પ્રાપ્તતા વધારે હોય છે. આવા વિસ્તારમાં હોલસ્ટીન ફીઝીયનથી સંકરણ બને બિન પિયત વિસ્તાર અને ડુંગરાળ પ્રદેશોમાં ઝર્સીથી સંરકરણ કરવાની ભલામણ છે. સંકર ગાયો અને સંકર સાંઢ વઢે ફેળવવાથી જે સંતાન પેદા થાય છે. તેમાં વિદેશી નસલતની આનુવાંશીતા ૫૦ ટકા હોવા છતાં ઉત્પાદનમાં લગભગ ૧૦ ટકા સુધી ઘટાડો જોવા મળે છે. સંકર ગાયોને સાંઢની પસંદગીથી સંવર્ધન કરવામાં આવે તો આ ઘટાડો મહદ અંશે ઓછો થઈ શકશે. 

મિશ્ર નસલનું સંવર્ધન 

ગાયોને પેઢી દર પેઢી કોઈપણ એકજ શુદ્ધ નસલાના વિદેશી સાંઢ દ્વારા ફેળવવાથી પેદા થનાર સંકર ગાયોમાં પેઢી દર પેઢી વિદેશી નસલની આનુંવાંશિકકત વઘતી જાય છે. અને ૬ થી ૭ પેઢી બાદ લગભગ વિદેશી શુદ્ધ નસલતની ગાયોમાં પરવર્તન થાય આવી રીતે પેદા થતી સંકર ગાયોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વઘતી જાય છે. પરંતુ દેશી ગાયોમાં જોવા મળતા ગુણો ઓછા થતા જાય છે. જેથી આપણા દેશની આબોહવામાં આ ગાયોને ટકાવી રાખવું ભારે મુશ્કેલ બને છે. પેઢી દર પેઢી બે વિદેશી નસલના સાંઢનો ઉપયોગ વારા ફરતી કરીએ તો મિશ્ર નસલના જાનવરો પેદા થાય છે. સંવર્ધનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે, જેથી વિદેશી નસલનાં (બંને મળીને) આનુંવંશીકતા ૫૦ થી ૭૦ ટકાથી વઘે નહીં. આ પ્રકારના સંવર્ધનથી બંને વિદેશી નસલના સારા ગુણોનું સંવર્ધન થશે. અને સંકરરણના ફાયદાનો જાળવી શકશો.

ભ્રુણ પ્રતિરોપણ 

આ પદ્ધતિમાં સારી આનુંવંશીકતા ધરાવતી ગાયોને સારા સાંઢ વડે ફેળવીને પેદા થનાર ભ્રુણને બીજા ઓછુ દુધ ગાયોના ગર્ભાશયમાં પ્રતિ રોપણ કરવામાં આવે છે. આ પદ્ધતિ સારી ગાયો પાસેથી વધુમાં વધુ સંતાનો મેળવી શકાય છે. અને ઓછી દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ગાયોનો વિકાસ કરવાનો પ્રશ્ન હલ થઈ જાય છે. ભારતમાં આ પદ્ધતિનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. કુત્રિમ બીજદાન એવો જ આ પદ્ધતિનો જયારે વધુ ઉપયોગ થશે ત્યારે સંવર્ધનની આનુવંશીક ક્ષમતામાં વધારો ઝડપી બનશે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More