બકરા પાલન કરતા વ્યવસાયકો જો બકરીઓની માવજત માં વ્યવસ્થિત વૈજ્ઞાનિક પધ્ધતિથી રોજબરોજ ના કાર્યો કરે તો ઘણી તકલીફો ઓછી કરી શકાય છે.
આથી બકરાપાલકોએ તેમના ફાર્મ પર નીચે આપેલી દૈનિક કામગીરી અમલમાં મુકવી જોઈએ.
૧). સ્વાસ્થ ની દેખરેખ :-
- રોજ સવારે થોડા સમય સુધી બકરીઓના ટોળા પાસે ઉભા રહીને વર્તનનું નિરિક્ષણ કરવું જરૂરી છે. જો બકરી બીમાર હોય તો તે એકલી રહે છે. ટોળા થી અલાયદી રહે છે.
- બકરી જયારે બીમાર હોય તે સમયે ખોરાક અને પાણી લેવાનું બંદ કરી દે છે.
- આ ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે ઘા, પસ, અથવા કોઈ જાનવર ના કરડવાથી થયેલ ઈજા દેખાઈ આવે તો તેની તત્કાલીન સારવાર કરવી જોઈએ
૨). વેતર ની પરખ અને કેળવણી:-
- બકરીઓ વેતર માં છે કે કેમ તેની પરખ કરવા માટે સવારે અને સાંજે એક બાર બકરાના ટોળા માં તેને ૩૦ મિનીટ માટે છૂટો મુકી દો અને બકરાના પેટ પર કપડું બાંધી દો, જેથી બકરી વેતર માં હોય તો બકરો તેની પરખ કરી શકે. પણ સમઊભોગન કરી શકે તેવી કાળજી રાખો. વેતર માં આવેલી બકરીઓનો ટોળા માંથી અલગ કરવ દેવો..
૩). બકરી નું દૂધ દોહન :-
- બકરીને દિવસ માં બે વખત દોહવી જોઈએ, દૂધ દોહવા નો સમય નક્કી કરી લેવો જોઈએ .સામાન્ય રીતે બકરીને ગમે ત્યારે દોહી શકાય પણ જો ૧૨ કલાક અંતરાલ નો સમય રાખવા માં આવે તો વધુ દૂધ ઉત્પાદન મળે છે. દૂધને જ્યારે વાસણમાં કાડવાનો હોય ત્યારે તે કાળજી લેવી જોઈએ કે તે સ્વચ્છ છે કે નહીં.
૪). ખરી ઓં કાપવી :-
- વાળા માં થતા ઉછેર ના કારણે બકરી ઓના ઓંછા હલન ચલન થી તેની ખરી ઓ નો ઘસારો ઓંછો થવા ના કારણે તેની ખરીઓં વધી જાય છે. જેથી તેમને ચાલવામાં તકલીફ પડે છે. જેથી યોગ્ય સમયે ખરી કાપવાના સાધન થી ખરી કાપવી એ બહુ જરૂરી છે.
૫). શીંગડા કાઢવા :-
- પશુઓના શીંગડા એ સંરક્ષણ છે. પરંતુ અમુક સમયે બકરી/બકરાઓના મોટા શીંગડા થીટોળા માં રહેલા અન્ય બકરી/બકરાઓ ને ઇજા પહુંચાડે છે અને મોટા શીંગડા ને કારણે જગ્યાપણ વધારે રોકાય છે. બકરી/બકરાઓના શીંગડા કાઢવાથી ઉપરની સમસ્યાઓ ઓંછીથાય છે. શીંગડા કાઢવાથી દૂધ ઉત્પાદન માં વધારો કે ઘટાડો થતો નથી, જ્યારે લવારા ૨ થી ૫ દિવસ ના થાય ત્યારે કોસ્ટિકસોડા અથવા ઇલેક્ટ્રિક ડીહોર્નર નામના યંત્રથી શીંગડા કાડી દેવું જોઈએ. .
૬). બાહ્ય પરોપજીવી ઓંનું નિયંત્રણ :-
- બકરી/ બકરાઓના જે સ્થળે રાખવામાં આવે તે સ્થળ બકરી અને બકરાઓના ને સ્વચ્છ રાખવા માં આવે તો બાહ્ય પરોપજીવીઓં ને રોકી શકાય છે. બાહ્ય પરોપજીવી ઓંનું નિયંત્રણ માટે ૩ મહિના માં એક વાર બજાર માં મળતા બ્યુટોક્ષ પ્રવાહી યોગ્ય પ્રમાણમાં પાણી સાથે મિશ્રણ કરી બકરીઓના શરીર પર છાંટવાથી કે નહડાવા થી બાહ્ય પરોપજીવી પર અંકુશ લગી જાએ છે. .
૭). હાથિયો કરવો :-
- બકરી/ બકરાઓના શરીરના વાળ ની વિરુદ્ધ દિશામાં બ્રશ અઠવાડિમાં ૨-૩ વખત ફેરવું જોઈએ. બકરી અને બકરાઓના શરીર પર બ્રશ ફેરવવાથી ચામડી માં લોહીનું પ્રમાણ વધે છે. તેમજ વાળમાં રહેલી ગંદકી કે બાહ્ય પરોપજીવી જેવાકે જુ, ચાંચળ, ઇતરડી વગેરે નીકળી જાય છે.
૮). ખસીકરણ :-
- લવારાનું ખસીકરણ ની ઉમંર ૩-૪ માસ છે.ખસીકરણ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે તેમના વજન માં વધારો જલદી થાય છે. તેમના માંસ માંથી ગોટી ગંધનથી મારથી જેથી લોકોને તેનું માંસ વધારે સ્વાદિષ્ટ લાગે છે. ખસીકરણ કરવા માટે જુદી જુદી ૩ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેમાં બર્ડીજો કેસ્ત્રે કટરનો ઉપયોગ થાય છે અથવા વ્રુશન કોથળી ના ઉપર ના ભાગ પર રબર ની સાંકડી રીંગચઢાવી ખસીકરણ કરી શકાય છે. આ ઉપરાંત સર્જીકલ પધ્ધતિ થી પણ ખસીકરણ કરી શકાય છે.
૯). ઓંળખ ચિન્હ આપવું :-
- જયારે મોટી સંખ્યામાં બકરીઓ ને રાખવામાં આવે ત્યારે પ્રતેક ને ઓંળખ ચિન્હ આપવું જરૂરી બને છે જેથી દરેક બકરીઓની અંગત માહિતી નો રેકોર્ડ સારી રીતે રાખી શકાય. બકરી અને બકરાઓને અઓદ્ખ આપવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
અ). કાન માં કડી પેહરાવવી :-
- આ પદ્ધતિ નું ઉપયોગ બધે જ થાય છે. તેના માટે જરૂરી પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમ ની કડી બજાર માં મળતી હોય છે. જેના ઉપર જે તે નંબર અથવા પ્રિન્ટ જે તે કડી બનાવનાર કંપની ધ્વારા છાપી આપવામાં આવે છે. આ કડીઓ ટેગિંગ મશીન ધ્વારા જે જગ્યા માં ઓછી રક્તવાહિનીઓ હોય ત્યાં પેહ્રવામાં આવે છે.કડી લગાવ્યા બાદ જે તે જગ્યા એ એન્ટીસેપ્ટિક ક્રીમ અથવા ટીંચર આયોડીન લગાવું સારૂ રહશે..
બ). કાન કાપવા :-
- કાનની ધાર ઉપર જુદા જુદા પ્રકારથી કાનને કાપી ને પણ ઓળખ આપી શકાય છે.
ક). છુંદાણું :-
- બકરીઓ ની ચામડી ગુલાબી, સફેદ અને આછા રંગ ની હોવાથી તેમાં છુંદાણું નંબર આપી શકાય છે. સામાન્ય રીતે તાજા જન્મેલા બચ્ચાના કાન ના અંદરના ભાગમાં તથા પૂંછડી નીચે છુંડાણા મશીનથી નંબર આપી શકાય છે..
ડ). રંગવું :-
- આ પધ્ધતિ થી આપેલી ઓંળખ ચિન્હો લાંબા સમય સુધી રેહતા નથી. તેથી જો થોડા-થોડા સમય માટે ઓળખ ચિન્હ આપવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ માં બકરીઓની પીઠ, થાપા, ડોક, માથું વગેરે ઉપર એક જ રંગ લગાવી ઓંળખ આપી શકાય છે.
લેખક:-
ડો. મયંક. એમ. ગોસ્વામી.
ડો. તમન્ના. એચ. સોલંકી.
ડો. સાગર. એ. પટેલ.
ડો. યશ. આર. પટેલ
Share your comments