ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાની 60થી લઈને 65 ટકા વસ્તી કૃષિ કાર્ય સાથે સંકળાયેલી છે. જેમાં પશુપાલન પણ પોતાનું એક મોટા રોલ ભજવે છે. જેમાં ગાય-ભૈંસની ઉછેર કરીને પુશપાલકોએ મોટી આવક ધરાવે છે, જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ગીર ગાય વિશ્વના ખૂણા-ખૂણામાં પોતાના પૌષ્ટિક દૂઘ માટે જાણીતી છે અને આપણા વડા પ્રધાન નરેંદ્રભાઇ મોદી પણ ગાયોને બઉ પ્રેમ કરે છે. જેના ઉદાહરણ હાલમાં જ તેમના પીએમ આવાસ પર જોવામાં આવ્યું હતું જ્યા તે ગાયો સાથે રમતા નજર આવ્યા હતા. પણ હવે વાત ત્યાં તે છે કે પીએમ આ ગાયો સાથે કેમ રમતા હતા. તો વાત જાણો એમ છે કે પીએમ આ ગાયો સાથે રમીને લોકોને આ સંદેશ પહુંચાડવા માંગતા હતા કે ગાયની દરેક જાતિઓ પૂજનીય છે. જે ગાય સાથે પીએમ રમતા હતા હવે તે લુપ્ત થઈ રહી છે. આ ગયાની જાતિનું નામ પુંગનુર છે.
પુંગનુર ગાયની ખાસ વાત શું છે.
પીએમ મોદી જે ગાય સાથે રમતા હતા આ પુંગનુર ગાયની ખાસ વાત એવી છે કે તે વિશ્નની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયની આ ઉત્તમ જાતિને આંઘ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં વિકાસાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ ગાયના લુપ્ત થતાના કારણે આંધ્રપ્રદેશમાં તેના સરંક્ષણ માટે કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે.
શું છે ગાયની વિશેષતા
પુંગનુર ગાયની વિશેષતા વિશે વાત કરીએ તો તે માત્ર 5 કિલો ચારાની મદદથી દરરોજ 3 લીટર દૂધ આપે છે. તેના નાના કદ માટે પ્રખ્યાત આ ગાય કુતરા જેવી દેખાયે અને તે અઢી ફૂટ જેટલી હોય છે. જણાવી દઈએ કે આ ગાયની જાતિ લગભગ 112 વર્ષ જૂની છે અને હવે આ ગાય દેશના તમામ રાજ્યોમાં સરળતાથી મળી જાય છે. પરંતુ હવે તે ધીરે-ધીરે લુપ્ત થઈ રહી છે. જેથી પીએમ મોદી તેને સંરક્ષણ પ્રદાન કરવા અને તેની રક્ષા કરવા માટે લોકોને સંદેશ મોકલવા માટે પ્રધાનમંત્રી આવાસમાં તેના સાથે રમતા જોવા મળ્યા હતા.ત્યાં તમને એક મહત્વની વાત જણાવી દઈએ કે હવે આ જાતિની 3 ગાયો પ્રધાનમંત્રી આવાસ પર જ રહશે.
તેનું દૂધ છે ઔષધીય ગુણોથી ભરપૂર
પુંગનુર ગાયના દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર છે. કેમ કે તેના દૂધમાં લગભગ 8 ટકા ફેટ હોય છે જો માનવ શરીર માટે ખૂબજ ફાયદાકાર હોય છે, જ્યારે અન્ય ગાયોના દૂધમાં 3.34 ટકા ફેટ જોવા મળે છે. પુંગનુર ગાયની રચનાની વાત કરીએ તો તેનો પાછળનો ભાગ થોડો નીચેની તરફ ઝુકેયેલો હોય છે. સાથે જ તેના શિંગડા પણ વાંકાચૂકા હોય છે અને તેની પીઠ સંપૂર્ણપણે સપાટ હોય છે અને તેનો રંગ મોટાભાગે સફેદ હોય છે. આ ગાયની કિંમતની વાત કરીએ તો ભારતીય બાજારમાં તેની કિંમત 1 લાખથી લઇને 5 લાખની આજુ-બાજુ છે. તેની ખાસ વાત એવું છે કે તે જેટલી નાની હોય છે તો તેને ખરીદા માટે એટલો જ પૈસા ખર્ચ કરવા પડે છે.
Share your comments