ગૉબરનુ સ્થાન ઘણુ ઉંચુ છે. પંચગવ્યમા એક તત્વ ગોબર પણ છે. કોઇપણમાંગલિક કાર્ય કરતા પહેલા ગોબરથી ભુમિ લીપણ કરવામાં આવે છે. ગામડામાં હજુપણ ગોબરર્થી લીપણ કરવામાં આવે છે. ગોબર વાતાવરણને શુધ્ધ રાખે છે અને પવિત્ર ગણાય છે. વિજ્ઞાનિકોએ પણ તેની કસોટી કરેલ છે અને સાબિત કરી બતાવ્યું છે કે ગોબરમાં અણુકિરણો સામે રક્ષણ આપવાની ક્ષમતા-શક્તિ છે. અનેક કિટાણુઓ ગોબરથી નષ્ટ પામે છે. ગોબરથી મલતું ખાતર ઉતમ ગણાય છે. તેમા ખુબ પ્રમાણમા નાઈટ્રોજન હોય છે. આજકાલ છાંણિયા ખાતરનો મહીમા વધ્યો છે. યંત્રો દ્વારા તૈયાર કરતા રાસાયણિક ખાતર કરતા છાંણિયુ ખાતર શ્રેષ્ઠ સાબિત થયું છે. તે સસ્તુ પણ પડે છે અને મનુષ્યના સ્વાસ્થય માટે ખુબજ સારુ છે. રાસાયણિક ખાતરોથી જમીન ધીરેધીરે બંજર બનતીજઈ રહી છે. જમીનનુધોવાણ થતુ રહ્યુ છે. જમીન જેરી રસાયનણોથી પ્રદુષિત થતી રહી છે. ઝેરી જંતુનાશક દવાઓ અને ખાતરોમા જમીનનો રસકસ ચુસાતો જાય છે. જમીનને ફળદ્રુપ બનાવનારા કરોડો જીવોનો નાશ આ ખાતરો અને દવાથી થઈ રહ્યો છે. ગોબારમાંથી તૈયાર કરેલ ખાતરથી જમીન વધુ ફળદ્રુપ બને છે, અને તેમા પકવેલ શાકભાજી – ફળફળાદી – ધન ધાન્ય પણ શુધ્ધ, સાત્વિક અને મીઢા બને છે. તેનાથી સ્વાસ્થયને નુકસાન થતુ નથી. પરદેશમા તો આ પ્રકારના શાકભાજી ફળ-ફ્ળાદી અને ધનધાન્યના વધુ ભાવ આપીને લોકો ખરીદતા થયા છે. અરે એટલુ જ નહી તેનુ બજાર પણ જુદુ થતુ ગયુ છે. ભારતમા પણ હવે જાગૃતિ આવી છે. અહિયા પણ લોકો છાણીયા ખાતર દ્રારા થતા શાકભાજી-ફળફળાદી ધનધાન્યનો ભાવ વધુ આપીને પણ લેનાર વર્ગ થયો છે. તેનાથી સ્વાસ્થય, રોગથી બચાવ અને સરવાળે આર્થિક ફાયદો જ થાય છે.
ગોબરથી ગેસ પણ ઉત્પન્ન કરી શકાય છે. ગોબર ગેસ પ્લાન્ટ અનેક જગ્યાએ જોવા મળે છે. ગોબરનો સદુપયોગ કરી આ પ્રકારે આર્થિક લાભ થાય છે. આજ કાલ ગેસના બાટલનો ભાવ આસમાને પહોચ્યો છે, ત્યારે જો ગોબર ગેસ પ્લાન્ટ નાખીને તેના દ્રારા ગેસ મેળવવામા આવે તો લાભ જ લાભ છે.
યજ્ઞોમાં પણ ગોબરમાથી બનાવેલ છાણા વાપરવામા આવે છે. ગાયના છાણામા ગાયનુ ઘી, જવ, તલ, સાકર, ચોખા વગેરે નાખીને હવનમાં પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેમાથી પ્રોપોલીન ઓક્સાઈડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ પર્યાવરણને શુધ્ધ અને આરોગ્યપ્રદ બનાવે છે. એટ્લુ જ નહી આ વાયુ વરસાદ લાવવામા પણ ખુબ જ ઉપયોગી છે. પહેલાના જમાનામાં અને હાલ પણ ઘણી જગ્યાએ વરસાદ લાવવા માટે આ પ્રકારના યજ્ઞો કરવામાં આવે છે. જેનુ પરીણામ પણ મળે છે તે આપણે જોઈયે છીએ. વિજ્ઞાને પણ આ વાત સ્વીકારી છે. પર્યાવરણની શુધ્ધિ માટે અને તે પ્રકારે મનુષ્યના આરોગ્ય માટે આવા યજ્ઞ અવાર-નવાર થતા હતા. ગાયના છાણા, ઘી અને મુત્ર માંથી એક વાયુ ઈથીલીન ઓક્સાઈડ પણ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમા રહેલા રોગોના જીવાણુઓનો નાશ કરે છે.
ઘરનુ વાતાવરણ શુધ્ધ, પવિત્ર અને આરોગ્યપ્રદ રાખવા માટે પહેલાના જમાનામાં લોકો ઘરમાં ગોબરથી જ લીપણ કરતા અને સવાર-સાંજ ઘીનો દીવો પ્રગટાવતા હતા. આજે પણ આનો લાભ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા લોકો ઉઠાવે છે. ગોબરના છાણા રસોઈના બળતર તરીકે પણ થાય છે. તેનાથી બનાવેલ રસોઇ સ્વાદિષ્ટ બને છે.
છાણાની રાખ પણ વાસણ માંજવા ઉપયોગી છે. દંતમંજન તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. આ રાખને કઠોળ અને અનાજ સાથે ભેલળવીને સંગ્રહ કરવાથી કઠોળ અને અનાજ બગડતા નથી. આર્યુવેદની કેટલીક દવાઓ બનાવવા માટે છણનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક રોગોના ઉપચારમાં પણ ગોબરનો ઉપયોગ થાય છે.
શ્રાધકર્મ વખતે ગોબર ચોળીને સ્નાન કરવાનુ હોય છે. તેનુ મહત્વ હોય છે. બીજી અન્ય વિધીયોમા પણ ગોબરનો ઉપયોગ થાય છે.
હોળી પ્રગટાવે છે ત્યારે પહેલા તો છાણમા જ હોળી બનાવતા કારણકે તેનાથી વાતાવરણ શુધ્ધ થતુ અને રોગ ઉત્પન્ન કરતા ઘણા જીવાણુઓનો નાશ થતો હતો. વધુમાં ઘણા લોકો અગ્નિ પ્રગટાવતા પ્રદક્ષિણા કરે અને શરીરને શેક થતો તે પણ આરોગ્યપ્રદ હોય છે.
ગાય દુધ ન આપતી હોય તો પણ ગોમુત્ર અને ગોબર પણ જમીનની ઉત્પાદન ક્ષમતા ખુબજ વધારી આપે છે. વ્રુક્ષો પણ થાય છે અને વરસાદ પણ બરાબર થાય છે. કુદરતના નાના-મોટા બધા જીવ-જંતુ, પશુ – પક્ષી, માનવ વગેરેને ફાયદો થાય છે. આમ ગાય ના તમામ પદાર્થો અનેક વિવિધ ઉપયોગી ગાયનો વછરડો મોટો થઈ બળદ બને છે, જે ખેતીમા ખુબ ઉપયોગી છે. ગાયને સેવા ભાવથી ઉછેર કરીને ઘેર રાખીયે તો પરીવાર સુખી અને સ્વ્સ્થ બને છે. પહેલા ભારતમાં ગાયો જ હતી અને લોકો ખરેખર ખુબ સુખી હતા. હવે ગાયોનો મહિમા લોકો ભુલી ગયા છે અને તેનુ સ્થાન ભેસોએ લઈ લીધું છે. જ્યારે યુરોપના તમામ દેશોમાં ગાયો સ્થાપીત થઈ ગઈ છે.
તો આવો, આપણે સહ પ્રાણીમાત્ર માટે અતિ ઉપયોગી ગોમાતાનું જતન કરીએ, સેવા કરીયે અને આ કલ્યાણપ્રદ માતાનો ભરપુર લાભ ઉઠાવીએ અને અનો બધાના કલ્યાણ માટે ઉપયોગ કરીએ અને એના માટે ગોમાંતાનું જતન કરીયે.
આજના જમાનામા લોકો ચા, કોફી, ધુમ્રપાન, ઠંડા પીણા અને દારુ જેવા પીણાના વ્યસનમાં ધન ખર્ચ છે. તેને બદલે તેટ્લાજ ધન દ્રારા ગાયનું દુધ, દહી, માખણ, ઘી લઈ ઉપયોગ કરે તો શરીર અને મન બંને સ્વસ્થ રહે. રોગોથી બચીએ અને તે આર્થિક લાભ મેળવી શકીએ.
ગાયનું શુધ્ધ દુધ મેળવવા માટે ઘણાને પ્રશ્ન થાય છે. થોડો પ્રયાસ કરવો પડે છે અને તમારી નજીક રહેનારા પશુપાલકને આ વાત સમજાવી, જરુર પડ્યે થોડી આર્થિક સહાય કરીને ગાય રખાવી શકાય. ગાય ના દુધની માંગ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ પશુપાલકો ગાયો વધુ રાખતા થયા જ છે. ગાયોનું પાલન કરવાથી સરવાળે આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે.
તેટલુ જ નહી આ સત્ય જોઈને અન્ય પશુપાલકો પણ ધીરે ધીરે ગાયો લાવતા થયા છે. ગાય માટે પ્રોત્સાહન આપવાનો સારામાં સારો અને સરળમાં સરળ ઉપાય એ છે કે તમે આજથી જ ગાયના દુધ અને ઘીનો જ આગ્રહ રાખો. ખાતર તરીકે ગોબર અને ઔષધી તરીકે ગોમુત્ર વાપરો. ગોરસની માંગ વધશે એટલે આપોઆપ ગોપાલન વધવાનુ જ છે.
ગાયના દુધ, દહી અને ઘીના ગુણોને કારણે આ ત્રણેય પ્રાચીન કાળથી ભારતીયોનો ભોજનનો અભિન્ન અંગ બની ગયેલ છે.
Share your comments