Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ડેરી ક્ષેત્રમાં ઝંપલાવીને જો કરવી છે મોટી કમાણી તો અપનાવો આ તકનીક

ભારતમાં દૂધ ઉત્પાદનમાં નોંઘપાત્ર વધારો થયો છે અને ભારત દૂધ ઉત્પાદનની બાબતમાં વિશ્વનો નંબર વન દેશ બની ગયો છે. એટલું જ નહીં, ઘણા લોકોએ દૂધ વેચીને સારી કમાણી પણ કરી રહ્યા છે અને ધીમે ધીમે નવા લોકો પણ તેના સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ કેટલાક એવા ખેડૂતો પણ છે જેઓ ડેરી ક્ષેત્રમાં ઝંપલાવી તો ગયા છે પરંતુ તેમના માટે સારી કમાણી કરવી શક્ય થઈ રહી નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ભારતમાં દૂધ ઉત્પાદનમાં નોંઘપાત્ર વધારો થયો છે અને ભારત દૂધ ઉત્પાદનની બાબતમાં વિશ્વનો નંબર વન દેશ બની ગયો છે. એટલું જ નહીં, ઘણા લોકોએ દૂધ વેચીને સારી કમાણી પણ કરી રહ્યા છે અને ધીમે ધીમે નવા લોકો પણ તેના સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ કેટલાક એવા ખેડૂતો પણ છે જેઓ ડેરી ક્ષેત્રમાં ઝંપલાવી તો ગયા છે પરંતુ તેમના માટે સારી કમાણી કરવી શક્ય થઈ રહી નથી. વાસ્ત્વમાં, જો તમે ફક્ત દૂધ પર જ આધાર રાખતા હોવ તો તમે ભાગ્યે જ ખર્ચો ઉઠાવી શકશો. જો તમે ડેરી ફાર્મિંગ કરીને સારી આવક મેળવવા માંગો છો, તો તમારે કેટલાક પ્રયોગો કરવા પડશે જે તમારા પડોશની ડેરીમાં કરવામાં આવતા નથી. તેથી અમે તમને એવા ત્રણ કામો  વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી નજીકમાં ચાલતા તમામ ડેરી ફાર્મ કરતા વધુ કમાણી કરી શકો છો.

આમ વધશે કમાણી

કમાણી વધારવા માટે તમે દૂધને પ્રોસેસ કરીને તેમાંથી દૂધની બનાવટો બનાવી શકો છો, બજારમાં તેની ખૂબ માંગ છે. દૂધ અથવા ડેરી ઉત્પાદનો બનાવવા માટે, તમારે ડેરીમાં જ દૂધ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરવું પડશે. તેની મદદથી તમે દૂધને પ્રોસેસ કરીને છાશ, દહીં, ઘી, ચેના, ખોયા અને ચીઝ બનાવી શકો છો. દૂધ અને પનીરની કિંમતમાં શું તફાવત છે તેનાથી તમે બધા સારી રીતે વાકેફ હશો. તમારે દૂધ અને ખોવાના ભાવમાંનો તફાવત પણ સારી રીતે સમજવો જોઈએ. દૂધ સાથે ડેરી ઉત્પાદનો બનાવવા અને વેચવાના વધુ ફાયદાકારક ગણાએ છે.

ગાયના છાણમાંથી મોટી કમાણી કરો

ડેરીમાંથી ઉત્પાદિત થતા છાણમાંથી પણ સારી એવી આવક મેળવી શકાય છે. તમારે બિલકુલ મૂંઝવણમાં ન આવવું જોઈએ. અમે ગાયના છાણમાંથી પૈસા કમાવવાની તમામ યુક્તિઓ પણ જણાવી રહ્યા છીએ. ગાયના છાણનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર બનાવવા માટે થાય છે. વર્મી કમ્પોસ્ટ પણ ગાયના છાણ વિના બનાવી શકાતું નથી.સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પણ ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ગાયના છાણની માંગ વધી છે. આ સિવાય ગાયના છાણમાંથી બળતણ પણ બનાવવામાં આવે છે જેનાથી તમે સ્ટવને સળગાવી શકો છો. ગાયના છાણમાંથી રંગ અને વાર્નિશ પણ બનાવવામાં આવે છે. ગાયનું છાણ વેચીને પણ સારી આવક થાય છે. 

આ લોકોએ આ પ્રયોગ ન કરવો જોઈએ

વધુ કમાણી માટે અમે ઉપર જણાવેલ પ્રયોગો માત્ર મોટા ડેરી ખેડૂતો માટે છે. દૂધની પ્રક્રિયા અને ગાયના છાણમાંથી પૈસા કમાવવા માટે, તમારી ડેરીમાં ઓછામાં ઓછી 10 ગાય અથવા ભેંસ હોવી જોઈએ. જો નાના ડેરી ખેડૂતો આવા પ્રયોગો કરે તો એકમ સ્થાપવા માટે સારી એવી મૂડી લાગશે અને નફો એટલો નહીં થાય. જો તમે 10 થી ઓછા પશુઓને પાળીને ડેરી ફાર્મિંગ કરતા હોવ તો દૂધ વેચવું તમારા માટે વધુ ફાયદાકારક છે. 

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More