Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

મધપેટીમાં મધમાખીપાલન કઈ રીતે કરવું ?

મધમાખી પાલન કરવા માટેનો યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર–નવેમ્બર હોય છે. આધુનિક મધમાખી પાલનમાં મધપેટીમાં વ્યવસ્થિત ઢાંચામાં મધપૂડો તૈયાર કરવામાં આવે છે અને તેમાં મધ તૈયાર થાય છે. આ મધપૂડાને વારંવાર હટાવી શકાય છે અને વારંવાર ઉપયોગમાં લાવી શકાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
beekeeping
beekeeping

મધમાખી પાલન કરવા માટેનો યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર–નવેમ્બર હોય છે. આધુનિક મધમાખી પાલનમાં મધપેટીમાં વ્યવસ્થિત ઢાંચામાં મધપૂડો તૈયાર કરવામાં આવે છે અને તેમાં મધ તૈયાર થાય છે. આ મધપૂડાને વારંવાર હટાવી શકાય છે અને વારંવાર ઉપયોગમાં લાવી શકાય છે.

વારંવાર ઉપયોગમાં લાવી શકાય છે.

મધમાખીપાલન માટેના આવશ્યક ઉપકરણો

  • મધમાખી પાલન માટે ધુમાડીયું, મધ કાઢવા માટેનું મશીન, ચપ્પુ, બી વેઇલ, હાથ મોજા, બ્રશ જેવા ઉપકરણોની જરૂર પડે છે.
  • મધમાખીપાલન માટેના આવશ્યક ઉપકરણો
  • મધમાખી પાલન માટે ધુમાડીયું, મધ કાઢવા માટેનું મશીન, ચપ્પુ, બી વેઇલ, હાથ મોજા, બ્રશ જેવા ઉપકરણોની જરૂર પડે છે.

કોલોની નું નિરીક્ષણ

કોલોનીનું દર ૧૦ થી ૧૨ દિવસના અંતરે નિરીક્ષણ કરવું જરૂરી છે. આ નિરીક્ષણના કારણે આપણને રાણી મધમાખી તેમજ તેની ઈંડા મૂકવાનો સ્વભાવ,મધપૂડામાં પરાગ અને મધ નો સંચય,કીટક અને રોગની જાણકારી સમય પર મળી રહે છે. વસંત ઋતુમાં એક સપ્તાહ પર અને વર્ષા ઋતુમાં બે સપ્તાહ પર મધપેટીનું નિરીક્ષણ અવશ્ય કરવું જોઈએ.

કૃત્રિમ ભોજનની વ્યવસ્થા

ભોજનના અભાવની સ્થિતિમાં મધમાખીઓની કોલોનીને જ્યાં વનસ્પતિના પુષ્પ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં સ્થાનાંતરીત કરી શકાય છે. ભોજનના અભાવની સ્થિતિમાં મધમાખીઓને કૃત્રિમ ભોજન પુરૂ પાડવું જરૂરી છે,કૃત્રિમભોજન બનાવવા માટે ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ પ્રકારના એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરવો જોઈએ નહી. કૃત્રિમ ભોજનમાં ગરમીની ઋતુમાં ખાંડનું ૨૫% સાંદ્રતાવાળું પાણીમાં બનાવેલ દ્રાવણ નો ઉપયોગ કરવો જોઈએ અને વર્ષા તેમજ શરદ ઋતુમાં ખાંડની ૫૦ % સાંદ્રતાવાળા દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે ૧૦ દિવસ માટે ૮૦૦ થી ૧૦૦૦ ગ્રામ ખાંડનું દ્રાવણ પ્રતિ કોલોની પુરતું થઈ પડે છે. પરાગરજના અભાવની સ્થિતિએ ખાંડનું ૫૦ % સાંદ્રતાવાળું દ્રાવણ બનાવીને ઉપયોગ કરવું. (ખાંડનું દ્રાવણ બનાવવા માટે એક વાસણમાં ચોખ્ખું પાણી લઈને તેને ગરમ થવા દેવું અને તેમાં ખાંડ ધીમે ધીમે ઉમેરતા જવું અને સાથે સાથે હલાવતા જવું. આ મિશ્રણ ઠંડુ પડી જાય એટલે તેનો ઉપયોગ કૃત્રિમ ભોજન આપવા માટે કરવો.)

રાણીમધમાખીની જાળવણી

પેટીમાં રાણી મધમાખીની હાજરી હોવી અતિ આવશ્યક છે. જો રાણી મધમાખી અસ્વસ્થ થઈ જાય તો તેને સ્વસ્થ રાણી મધમાખીથી બદલી નાખવી જોઈએ. રાણી મધમાખી કોલોનીમાં ૨થી ૩ વર્ષ સુધી ફલિત ઈંડા મૂકતી રહે છે. પરંતુ ૨ થી ૩ વર્ષ પછી ફક્ત અફલિત ઈંડા જ મૂકે છે. આથી નવી રાણી મધમાખીને યોગ્ય સમયે મધપેટીમાં મૂકી દેવી જોઈએ.

કોલોનીનું વિભાજન

ફૂલોની સીઝનમાં મધમાખીઓની સંખ્યા વધે છે જેથી આ મધમાખીઓના પરીવારનું વિભાજન કરવું જરૂરી હોય છે નહીતર માખીઓ પેટી છોડીને ભાગી જાય છે. વિભાજન માટે મૂળ પેટીની પાસે બીજી ખાલી પેટી રાખો અને મૂળ પેટીમાથી 50 ટકા બ્રૂડ(ઈંડા,કોશેટા અને ઇયળધરાવતા શીશુંકોષ),મધવાળા ફ્મ અને રાણી રે મધમાખીની ફ્મ પણ ન રે વી પેટીમાં રાખો. જૂની પેટીમાં બીજો રાણી કોષ હોય તો ઠીક છે નહીતર શ્રમિક મધમાખીઓ થોડા દિવસોમાં તેમાં રાણી કોષ બનાવી લે છે અને લગભગ આશરે ૧૬ દિવસ પછી નવી રાણી પણ બની જશે. અને આ બે પેટી વચ્ચે રોજ એક એક ફૂટ અંતર વધારતા જવું. જેનાથી નવી મધમાખીની પેટી બની જશે.

ઋતું પ્રમાણે વ્યવસ્થાપન: મધમાખીઓની કોલોનીને ઋતું અનુસાર વ્યવસ્થાપન કરવું જોઈએ. જેમકે ગ્રીષ્મ/ઉનાળાની ઋતુમાં છાંયડો કરવો,વર્ષાઋતુમાં રોગ તેમજ કીટકોથી બચાવવું, શરદ ઋતુમાં ઠંડીથી બચાવવા તેમજ વસંત ઋતું માં સ્વાર્મિંગની પ્રક્રિયા રોકવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ.

ગ્રીષ્મ ઋતુંનું વ્યવસ્થાપન

મધમાખીની પેટીઓ રાખવાની જગ્યાની આજુબાજુની ચોખ્ખા પાણીની હાજરી હોવી જરૂરી છે, કોલોનીને છાયંડામાં રાખવી અને વધારે પડતાં તડકાથી બચાવવા માટે કોલોનીને શણના કોથળા ઢાંકીને તેના પર પાણીનો છંટકાવ કરવો જોઈએ.

વર્ષા ઋતુંનું વ્યવસ્થાપન

મધમાખીઓને વર્ષા ઋતુમાં પડતાં ભોજનના અભાવ માટે કૃત્રિમ ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ કીટકો,રોગઅને ભારે વર્ષાથી કોલોનીનું રક્ષણ કરવું જોઈએ. ભોજન માટે ૮૦૦ ગ્રામ ખાંડ/કોલોની/૧૦ દિનના અંતરે પાણીમાં ઓગાળીને આપવું જોઈએ.

ઠંડીની ઋતુમાં વ્યવસ્થાપન

  • ઠંડીની ઋતુમાં મધપેટીઓને તડકામાં રાખવી અને તેને શણના કોથળાથી ઢાંકવું જોઈએ. મધપેટીમાં વધારાના કાણાં પડેલા ન હોવા જોઈએ અને જો હોય તો તેને ઢાંકી દેવા જોઈએ. અસ્વસ્થ મધમાખી કોલોનીનો ઉપચાર : અસ્વસ્થ મધપૂડાને સ્વસ્થ મધપૂડાથી દૂર રાખવા જોઈએ અને તેમાથી મધ કાઢવું જોઈએ નહી.
  • મધમાખી પાલનમાં ઉપયોગી થતાં ફૂલોવાળા ઝાડ તેમજ છોડનું વ્યવસ્થાપન : મધમાખી પોતાના ભોજન માટે સંપૂર્ણ રીતે ફૂલોવાળા છોડ અથવા ઝાડ પર આધારીત હોય છે. મધમાખી પાલન કરનારાઓએ ત્રણ કિમીના વ્યાસવાળા વિસ્તારમાં સીઝન પ્રમાણેના ફૂલોવાળા છોડ અથવા ઝાડ લગાવવા જોઈએ.

માહિતી સ્ત્રોત - હર્ષદપ્રજાપતિ, ડો.પ્રતિક જાવિયા, ડો. સાગર પટેલ,ડો..જી.જી.ચૌહાણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી,વઘઇ, ડાંગ -૩૯૪ ૭૩૦

આ પણ વાંચો -

જાણો, કેવી રીતે ચાલે છે ? મધમાખીનું જીવનચક્ર

મધમાખી પાલન ઉદ્યોગ અન્ય ઉદ્યોગની સરખામણીએ કઈ રીતે વધુ કમાણી કરી આપે છે ?

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More