Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

હીટ વેવના કારણે પશુપાલકોને હવે નહીં થાય નુકસાન, આયુર્વેદિક રીતે તૈયાર કરવામાં આવી દવા

ઉનાળામાં પશુપાલકો માટે સૌથી મોટી સમસ્યા હીટ વેવ અને ગરમીનો તાણ છે. આ બંને કારણેસર પશુપાલકને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ઘણી વખત આનાથી પ્રાણીના મૃત્યું પણ થાય છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણ થયેલું નુકસાન એક તરફ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો- પ્રિન્ટરિસ્ટ
ફોટો- પ્રિન્ટરિસ્ટ

ઉનાળામાં પશુપાલકો માટે સૌથી મોટી સમસ્યા હીટ વેવ અને ગરમીનો તાણ છે. આ બંને કારણેસર પશુપાલકને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ઘણી વખત આનાથી પ્રાણીના મૃત્યું પણ થાય છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે થયેલું નુકસાન એક તરફ છે. પરંતુ સેન્ટ્રલ ગોટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ મથુરાએ ખાસ કરીને બકરીઓ માટે એક ખાસ દવા તૈયાર કરી છે. આ દવા જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવી છે. દવા તૈયાર કરતી ટીમનું કહેવું છે કે આ દવા ખવડાવવાથી બકરીઓમાં ગરમીના તાણની સમસ્યા દૂદ થશે

વધતા ખર્ચ પર લાગશે અંકુશ

આ દવાને કારણે પશુઓ બીમાર પડે ત્યારે વધતા ખર્ચ પર પણ અંકુશ આવશે. આ દવાને તાણ વિરોધી નામ આપવામાં આવ્યું છે. આ દવા સંપૂર્ણપણે હર્બલ છોડમાંથી બનાવવામાં આવી છે. બકરી નિષ્ણાતો મુજબ તણાવ ફક્ત દૂધ ઉત્પાદન જ નહીં પરંતુ સગર્ભા બકરીના બાળક અને વધતી બકરીને પણ અસર કરે છે. સીઆઈઆરજીના ડાયરેક્ટર મનીષ કુમાર ચેટલીએ જણાવ્યું હતું કે બકરીઓ સામન્ય રીતે ગર્ભાવ્યવસ્થા દરમિયાન અને દૂધ આપતી વખતે તણાવમાં હોય છે. કેટલીવાર હવામાનમાં મોટો ફેરફારો પણ બકરાને અસર કરે છે અને તેઓ તણાવગ્રસ્ત બને છે અને આ બધાની અસર બકરી સંબધિત ઉત્પાદન પર પણ પડે છે.

એવું નથી કે ફક્ત બકરીઓ જ તણાવમાં આવે છે, બકરાઓ પણ તેનો શિકાર બને છે.જ્યારે બકરીઓ અને બકરા યોગ્ય રીતે ચારો ખાતા નથી ત્યારે સ્ટ્રેસ જોવા મળે છે. તેથી બકરીઓની દૂધન  ઉપજ ઓછી થાય છે. વજન સામાન્ય રીતે વધતું નથી. તબિયત બગડવા લાગે છે. બકરીઓ અને બકરાઓ બંને સામાન્ય રીતે આને વર્તે છે.

નિષ્ણાતોની પશુપાલકોને રાય

મનીષ કુમાર ચેટલીએ ખેડૂતોને પણ કહ્યું કે પશુપાલનમાં સૌથી મોટી સમસ્યા ઉત્પાદનની છે. પછી તે દૂધ હોય કે માંસ. બકરીના કિસ્સામાં આ બંને બાબતો બંધબેસે છે. બકરીઓમાં તણાવની આ સમસ્યાને દૂર કરવા માટે, ડૉ. અશોક કુમાર, ડૉ. યુ.બી. ચૌધરી અને ડૉ. પીકે રાઉતે અમારી સંસ્થામાં આ એન્ટિ-સ્ટ્રેસર બનાવવાનું કામ કર્યું છે. આ અંગે છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. એન્ટી સ્ટ્રેસર માટે ભારતીય પેટન્ટ પણ મંજૂર કરવામાં આવી છે. આ પહેલા પણ અમારી સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં છ પેટન્ટ મેળવી છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More