દૂધનું ઉત્પાદન વધરવા માટે પૌષ્ટિક અને સસ્તો ચારો મદદરૂપ થાય છે.એટલું જ નહીં તેછી દૂધની કિંમત પણ ઘટાડી શકાય છે અને તમે તમારા ગ્રાહકોમાં વઘારો કરી શકો છો. એવું ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ અને અમૂલના ભૂતપૂર્વ એમડી આર.એસ.સોઢીનું કહેવું છે. કદાચ આ કારણે હિસારની ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના ઘાસચારા નિષ્ણાતો પણ આગામી ઉનાળાને ધ્યાનમાં રાખીને ઘાસચારાની વિશેષ સલાહ આપી રહ્યા છે. આ માટે તેમણે ચાર ખાસ પ્રકારના અત્યંત પૌષ્ટિક ચારો ઉગાડવાની સલાહ આપી છે.
માર્ચ મહિનામાં કેટલીક તૈયારિયો કરવી પડે
નિષ્ણાતો મુજબ જો ઉનાળામાં લીલા ઘાસચારાની અછતનો સામનો કરવાથી બચવું હોય તો આગામી માર્ચ મહિનામાં જ કેટલીક ખાસ તૈયારીઓ કરવી પડે. આમ કરવાથી તમે માત્ર મે-જૂન માટે જ નહીં પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે પણ લીલો ચારો સ્ટોર કરી શકશો.
ઘાસચારાનું વેચાણ પણ કરી શકો છો
ખેડૂતોને સલાહ આપતા નિષ્ણાતો જણાવે છે કે ઘાસચારાના પાકના બિચારણનું વેચાણ કરીને પણ ખેડૂતોએ પોતાની આવક વધારી શકે છે. જો બરસીમ, ઓટ્સ અને રિઝકા પછી બિચારણુનું ઉત્પાદન કરવામાં આવે તો સારી આવક થશે. સાથે જ તેમનું કહેવું છે કે ઉનાળામાં ખાસ કરીને લીલા ઘાસચારાની ભારે અછત સર્જાય છે. તેથી મે-જૂનમાં પશુઓ માટે લીલા ઘાસચારાની અછત ન સર્જાય તે માટે માર્ચમાં જ ઘાસચારાની વાવણી શરૂ કરી દેવી જોઈએ.
પૌષ્ટિક ચારો મેળવા માટે વાવો મકાઈ, બાજરી
પશુઓ માટે પૌષ્ટિક ચારો મેળવા માટે તમે જુવાર, બાજરી, ચણા અને મકાઈ વાવી શકો છો. માર્ચમાં વાવણી કરવાથી મે મહિનામાં પાક લઈ શકાય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સાદલપુર અને ગામ ધાના કલાણ ખાતે ખેડૂત સેમિનાર પ્રસંગે ખાસ કરીને લીલા ચારા અંગે ખેડૂતોને આ સલાહ આપવામાં આવી હતી. આ પ્રસંગે 100 થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.ડો. અરવિંદ કુમારે જણાવ્યું કે, લીલા ચારામાંથી પણ પરાગરજ અને સાઈલેજ ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. પણ માત્ર થોડી જાગૃતિની જરૂર છે.
પાતળા દાંડીવાળા પાકો પસંદ કરો
ઉદાહરણ તરીકે, પાતળી દાંડીવાળા ઘાસચારાના પાકને પાકે તે પહેલાં કાપણી કરવી જોઈએ. તે પછી તળિયે નાના ટુકડા કરી લો. જ્યાં સુધી તેમાં 15 થી 18 ટકા ભેજ રહે ત્યાં સુધી તેને સુકાવો. પરાગરજ અને સાઈલેજ માટે હંમેશા પાતળા દાંડીવાળા પાકો પસંદ કરો. કારણ કે પાતળા દાંડીવાળા પાક ઝડપથી સુકાઈ જશે. ઘણી વખત લાંબા સમય સુધી સૂકવવાને કારણે ચારામાં ફૂગની ફરિયાદ દેખાવા લાગે છે. એટલે કે, ચારાની દાંડી તૂટવા લાગે પછી તેને સારી રીતે પેક કરો અને એવી રીતે રાખો કે ચારો બહારની હવાના સંપર્કમાં ન આવે.
Share your comments