બકરીના દૂધની માંગને જોતા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં 2 થી 3 મોટો બકરી ફાર્મ ઉભા કરવા માટે કામ શરૂ થઈ ગયો છે. વાત જાણો એમ છે કે બકરીનું દુધ કોઈ પણ રોગ માટે દવાનું કામ કરે છે, જેથી કરીને ગુજરાતમાં બકરી ફાર્મ ઉભા કરવા માટે કામ શરૂ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બકરીનું દૂધ બાળકો માટે અમૃત સમાન છે. મથુરાના સેન્ટ્રલ ગોટ રિસર્ચ ઇન્સ્ટિયૂટના ડાયરેક્ટર મનીષ કુમાર ચેટલીના જણાવ્યા મુજબ આજે પણ યુરોપિયન દેશોમાં બાળકો માટે 95 ટકા દવાઓ બનાવવા માટે બકરીનું દૂધ વાપરવામાં આવે છે. જેના કારણે બકરીની દૂધની માંગણીમાં વધારો થઈ રહ્યો છે, જેથી બકરીનું દૂધ હવે ફક્ત દૂધ નથી પરંતુ દવા બની ગયું છે. આજ કારણ છે કે કેંદ્ર સરકાર દ્વારા બકરીના દૂધના ઉત્પાદન વધારવા માટે ગુજરાતમાં 2 થી 3 ફાર્મ શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ચલાવી રહી છે વિવિધ યોજના
દૂધની માંગને કારણે દેશભરમાં બકરી પાલન પણ વધી રહ્યું છે. CIRG બકરી ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં તાલીમ આપે છે. ડેરી અને પશુપાલન મંત્રાલયના અહેવાલ મુજબ, બકરીના દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ બકરી ઉછેરને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. સીઆઈઆરજીના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ.એમ.કે.સિંઘે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જાણે છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં બકરીનું દૂધ ખૂબ જ અસરકારક છે. પરંતુ તેની સાથે બકરીનું દૂધ કેન્સર અને હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે જ સમયે, દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ ઓછું હોવાથી, ડાયાબિટીસના દર્દીઓને પણ તેનો લાભ મળી રહ્યો છે. અને જો આપણે પેટ સંબંધિત રોગો વિશે વાત કરીએ, ખાસ કરીને આંતરડાના રોગ કોલાઇટિસ માટે બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.
કેટલામાં વેચાઈ રહ્યું છે બકરીનું દૂધ
ગુરુ અંગદ દેવ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી (ગડવાસુ), લુધિયાણાના વાઈસ ચાન્સેલર ડૉ. ઈન્દ્રજીત સિંહ કહે છે કે ડૉક્ટરો પણ દવા તરીકે બકરીનું દૂધ પીવાની સલાહ આપી રહ્યા છે. બકરીની ચરાઈ પ્રણાલીને જોતા તેના દૂધને ઓર્ગેનિક પણ કહી શકાય. કારણ કે બકરીના લીલા ચારામાં માત્ર એક કે બે નહીં પણ અનેક પ્રકારના વૃક્ષોના પાંદડા પણ સામેલ છે.
બકરી નિષ્ણાત ફહીમ ખાન કહે છે કે દેશમાં 200 ગ્રામની બંધ બોટલમાં પાશ્ચરાઇઝ્ડ બકરીનું દૂધ 35 થી 40 રૂપિયામાં ઓનલાઈન વેચાઈ રહ્યું છે. ઘણા લોકો તેને ઓર્ગેનિક કહીને પણ વેચી રહ્યા છે. ઈન્ડિયન ડેરી એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ.આર.એસ.સેઠીનું કહેવું છે કે માંગને જોતા હવે મોટી કંપનીઓએ બકરીના દૂધના વ્યવસાયમાં પગ મુકવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં બે-ત્રણ મોટા બકરી ફાર્મ પર કામ ચાલી રહ્યું છે.
Share your comments