Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરીને ચોખ્ખી આવકમાં વધારો મેળવો

આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલનના પૂરક ઉધોગને વિકસાવી રાષ્ટ્રમાં શ્વેતક્રાંતિ લાવવા હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
animal
animal

આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલનના પૂરક ઉધોગને વિકસાવી રાષ્ટ્રમાં શ્વેતક્રાંતિ લાવવા હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

જેનાથી ગ્રામ્ય બેકારીનો પ્રશ્ન પણ હળવો બને તેમ છે. દૂધ ઉત્પાદન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આપણા દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રનાં કુલ દૂધ ઉત્પાદનમાં આપણે અમેરિકા સાથે હરીફાઈ કરીએ છીએ.દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી યોગ્ય વળતર મળી રહે તે માટે આપણા પશુઓની ઉત્પાદકતા વધારવાની ખાસ જરૂરિયાત છે. દૂધ ઉત્પાદન વધારવા માટે દૂધાળા પશુઓની માવજત માટેનાં કેટલાંક અગત્યનાં વૈજ્ઞાનિક પાસાઓની અહી ચર્ચા કરેલ છે.

સારી ઓલાદનાં દુધાળા પસંદગી :

૧. સ્થાનિક હવામાનને અનુકુળ શુધ્ધ ઓલાદના લક્ષણો ધરાવતાં પશુ પસંદ કરવાં જરૂર પડે તો સ્થાનિક પશુચિકિત્સકની સલાહ મેળવવી.
૨.તાજા વિયાંયેલ તંદુરસ્ત બચ્ચાં સહિત, પહેલાં કે બીજી વેતરના પશુને પ્રથમ પસંદ બરવા
૩. દૈનિક ૧૦ લીટર કે તેથી વધુ દૂધ આપતાં, ભરાવદાર, શકીર સાથે ચુસ્ત રીતે જોડાયેલું જાડી વાંકીચુંકી દુધીયા નસાવાળું તથા દોહન પછી સંકોચાઇ જવાની ક્ષમતા વાળું બાવલું ધરાવતા તથા મધ્યમ કદના ગાઠ વગરના, સુંવાળા, સરળતાથી મુઠી પધ્ધતિથી દોહી શકાય તેવા આંચળવાળા તથા ચળકતી ચામળી, તેજસ્વી આંખો,શીગડ-કાન-પુંચડી ઓલાદના ગુણને અનુરૂપ પોહળી અને ભરાવદાર છાતી તથા ફાચર આકારનું શરીર ધરાવતાં પશુની પસંદગી કરવી જોઈએ.

પશુ રહેઠાણ

 દૂધાળ પશુઓ પાસેથી વધુ ઉત્પાદન મેળવવા માટે તેને ગરમી,ઠંડી,વરસાદ વગેરેથી રક્ષણ આપવા માટે ઓછા ખર્ચનું રહેઠાણ પૂરું પાડવું જોઇએ. દરેક પશુને ૫૦ થી ૬૦ ચોરસ ફૂટ શેડવાળી જગ્યા અને ૧૦૦ ચોરસ ફૂટ જેટલી ખૂલ્લા વાડાની જગ્યા મળી રહે તે જરૂરી છે. પશુનું રહેઠાણ સ્વચ્છ, હવા ઉજાસસવાળું હોવું જોઇએ.

ગરમીની ઋતુમાં દૂધાળ પશુઓની માવજત

 

  • યોગ્ય મકાન, પશુઓની પ્રમાણસર સંખ્યા,ઘાસ-ફૂસની પથારી,દીવાલો વિનાના તબેલા તથા ઉંચી છાપરાં વધુ અનુકૂળ છે.
  • છાપરૂ લોખંડ કે સિમેન્ટના પતરાનું હોય તો ઉપરની સપાટીએ સફેદ ચળકતાં રંગથી રંગાવવું જોઇએ અને છાપરાં
  • નીચેની સપાટી ઘેરા કાળા રંગથી રંગાવવી જોઈએ તથા પાર્ટીશન કરવું જોઈએ. છાપરાંની બહાર જાળીદાર રચના લગાવવી. છાપરાંની ઉંચાઇ વધારવી, છાપરાં ઉપર પૂળા,દાભ,નકામા ઘાસ કે નિંદામણને બીછાવવું જોઈએ.
  • પશુ આવાસની આસપાસ પાણીનો છંટકાવ કરવો જોઇએ. છાપરાની ઉપર કે આવાસની નજીક પાણીના છંટકાવ સાથે પંખાની વ્યવસ્થા કરવી જોઇએ.
  • અતિશય ગરમીના દિવસો (મે,જૂન)માં પશુ શરીરને પલાળવાથી નવડાવવાથી કે ફૂવારામાં ઉંચા રાખવાથી ગરમીમાં રાહત આપી શકાય છે.
  • પશુ આવસની આસપાસ ઘટાદાર વૃક્ષો ઉછેરવા જોઇએ તથા તથા ખૂલ્લી જગ્યામાં ઘાસચારાનું વાવેતર, બગીચો કે લોન વાવવી જોઈએ.
  • ઉતાળામાં ગરમીના કલાકોમાં નીરણ ઓછું અથવા ણ કરવું જોઈએ પરંતુ સવારે, સાંજે કે રાત્રી દરમ્યાન નિરણ કરવાથી ખોરાક લેવાનું પ્રમાણ વધારી શકાય છે. લીલીચારનું પ્રમાણ વધારવું જોઇએ.
  • ૩ થી ૫ ટકા ચરબી ધરાવતું તથા ૧૨ ટકા પ્રોટીન ધરાવતું દાણ ખવાડાવવું જોઈએ.
  • ગરમીના દિવસોમાં તથા દૂધાળા જાનવરોને અન્ય જાનવરો કરતા ૧ થી ૧.૫ લીટર વધુ પાણી આપવું જોઇએ.

આ પણ વાંચો:પશુઓમાં સંતુલિત આહાર અને તેની જરૂરિયાત શું છે તે જાણો

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More