Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

બનાવવામાં આવશે FMD મુક્ત ભારત,આ નવ રાજ્યોથી શરૂ કરવામાં આવ્યો પ્રોગ્રામ

દેશને એફએમડી રોગ મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેના હેઠળ દેશના નવ રાજ્યોને એફએમડી મુક્ત બનાવવા આવશે. આ નવ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ, પંજાબ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકાનો સમાવેશ થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોર્સ ઑફ ફોટો-પિક્સલ્સ
સોર્સ ઑફ ફોટો-પિક્સલ્સ

દેશને એફએમડી રોગ મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેના હેઠળ દેશના નવ રાજ્યોને એફએમડી મુક્ત બનાવવા આવશે. આ નવ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ, પંજાબ, તેલંગાણા, તમિલનાડુ  અને કર્ણાટકાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ગયા વર્ષના છેલ્લા મહિનામાં દિલ્હી ખાતે એક મોટા કાર્યક્રમ આયોજિત થયા હતા, જ્યાં ભારતને એફએમડી મુક્ત કરવા માટે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આઈસીએઆર સંસ્થાઓ, પશુ વિજ્ઞાન યુનિવર્સિટી, રાજ્ય પશુપાલન વિભાગ, એઆઈએએચ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એનસીડીસી, વિશ્વ આરોગ્ય સંગઠન, જેપીઆઈજીઓ, બ્રુક્સ ઇન્ડિયા, યૂએસએઆઈડી અને એફએઓ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો  હાજર રહ્યા હતા. પશુ નિષ્ણાતોના મતે, એકવાર બધા નવ રાજ્યોને એફએમડી મુક્ત જાહેર કરવામાં આવશે, તો અહીંના પશુપાલકો અને ડેરી ક્ષેત્રનું નસીબ બદલાઈ જશે. વ

સંકલન દેખરેખ, નિરીક્ષણ અને નિવારણ

ભારતમાં દૂધનો વપરાશ જેમ જેમ વધશે તેમ તેમ દૂધના ઉત્પાદનોની નિકાસનો માર્ગ પણ મોકળો થશે. જેના કારણે પશુપાલકોને દૂધનો સારો ભાવ મળવા લાગશે. એટલું જ નહીં, ભેંસના માંસની નિકાસ પણ વધશે. નિષ્ણાતોના મતે, એફએમડી મુક્ત ઝોન બનાવવા માટે, સંકલન દેખરેખ, નિરીક્ષણ અને નિવારણ, તબીબી અને સામાજિક-આર્થિક યોજના મુજબ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

એફએમડી રસીકરણ છે જરૂરી

ભારતને એફએમડી મુક્ત કરાવવા માટે પ્રણીઓમાં તેને અટકાવવું ખૂબ જ સરળ છે. આમાં કોઈ વધુ ખર્ચ નથી. તેના માટે ફક્ત તમારે તમારા પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે, પછી તેના કાનમાં ઈયર ટેગ લગાવો અને કોઈપણ પશુ આરોગ્ય કેન્દ્રમાં વર્ષમાં બે વાર મફત એફએમડી રસીકરણ કરાવો. ત્યાર પછી કાળજી રાખો કે પ્રાણી 10 થી 15 દિવસમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવે, તેથી ત્યાં સુધી પ્રાણીનું ખાસ ધ્યાન રાખો. તેના સાથે જ વરસાદ દરમિયાન પ્રાણીની બેસવાની અને ઊભા રહેવાની જગ્યા સ્વચ્છ અને સૂકી રાખો.

આ પગલાં અનુસરો 

પ્રાણી નિષ્ણાતો કહે છે કે FMD નો કોઈ ઈલાજ નથી, પરંતુ કેટલાક જરૂરી પગલાં ચોક્કસપણે અપનાવી શકાય છે. જેમ કે પીડિત પ્રાણીને બીજા બધા પ્રાણીઓથી અલગ રાખવું. પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી મોઢાના ચાંદા ધોવા. આ ઉપરાંત, બોરિક એસિડ અને ગ્લિસરીનની પેસ્ટ બનાવો અને તેનાથી પ્રાણીનું મોં સાફ કરો. પોટેશિયમના દ્રાવણ અથવા ખાવાના સોડાથી ખુરના ઘાને ધોઈ લો.તમે કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More