ગુજરાતમાં માછલી પાલન (fishing) મોટા પ્રમાણમાં થાય છે. કેમ કે, આ વ્યવસાયથી ઓછા રોકાણમાં મોટું વળતર ધરાવી શકીએ તેમ છે. પરંતુ શુ તમને ખબર છે કે મત્સ્ય બીજ ઉત્પાદન (fish eggs) એટલે કે હેયરીમાંથી પણ સારી એવી કમાણી કરી શકાય છે. આમાં સારી વાત એમ પણ છે કે તેના માટે તમને લાખો રૂપિયાનું રોકાણ પણ નહિં કરવું પડે.
ગુજરાતમાં માછલી પાલન(fishing) મોટા પ્રમાણમાં થાય છે. કેમ કે, આ વ્યવસાયથી ઓછા રોકાણમાં મોટું વળતર ધરાવી શકીએ તેમ છે. પરંતુ શુ તમને ખબર છે કે મત્સ્ય બીજ ઉત્પાદન (fish eggs) એટલે કે હેયરીમાંથી પણ સારી એવી કમાણી કરી શકાય છે. આમાં સારી વાત એમ પણ છે કે તેના માટે તમને લાખો રૂપિયાનું રોકાણ પણ નહિં કરવું પડે. આ માટે માત્ર 4 ડ્રમની આવશ્યકતા છે.જેની મદદથી તમે લાખો રૂપિયાનોં વળતર ધરાવી શકો છો. આ નવી પદ્ધતિને વિજ્ઞાનની ભાષામાં પોર્ટેબલ કાર્પ સિસ્ટમ કહેવામાં આવે છે. આની કિંમત બે લાખ રૂપિયા છે, જેથી તમે વર્ષમાં 15થી 20 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં (Bhuvneshwar) સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર (CIFA) ના વૈજ્ઞાનિકોએ આ ટેકનોલોજી વિકસાવી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ઘણી ઓછી જગ્યાની જરૂર નથી પડે અને પાણી પણ ઓછું લાગે છે.CIFA ના એક અઘિકારી કૃષિ જાગરણ ગુજરાતી સાથે આ નવી પદ્ધતિ વિષે વાત કરીયુ. તેમને કહ્યુ,અત્યાર સુધીમાં દેશના 26 રાજ્યોમાં આવા 500 થી વધુ હેચરી એકમો બનાવવામાં આવ્યા છે. CIFA આ માટે લોકોને તાલીમ પણ આપી રહ્યું છે, પરંતુ કોવિડના કારણે આ કામ હાલ અટકી ગયું છે
બે લાખ થાય છે ખર્ચ
આ ટેકનીકને ફિટ કરવા માટે લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ માટે ચાર ડ્રમ જરૂરી છે. પ્રથમ સ્પાવિંગ પૂલ (જેમાં માછલી ઇંડા મૂકે છે), બીજો ઇન્ક્યુબેશન પૂલ (ઇંડા બહાર કાઢવા માટે), ત્રીજો સ્પાન કલેક્શન બ્રિજ અને ચોથો ઓવરહેડ સ્ટોરેજ ટાંકી(પાણી માટે.)
તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તેમાં કેટલાક મશીનો છે જેને વીજળીની જરૂર છે. આ ટેકનોલોજી ને લાગુ કરવા માટે, વૈજ્ઞાનિકોની ટીમ સ્થળ પર જાય છે અને તે તેમની દેખરેખ હેઠળ ફીટ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સુશોભન માછલી (fishing) ની ખેતી અથવા સામાન્ય કાર્પ સંવર્ધન અથવા પાણીના સંગ્રહ માટે પણ થઈ શકે છે. તેનું સમારકામ પણ ખૂબ જ સરળ છે.
જૂનથી સપ્ટેમ્બર વચ્ચે થાય છે સંવર્ધન
દર ત્રીજા દિવસે 10 થી 12 લાખ સ્પાન (ઇંડા) છોડવામાં આવે છે. માછલી માટે સંવર્ધન સીઝન જૂન અને સપ્ટેમ્બર વચ્ચે થાય છે. ડ્રમમાં પાણીનો પ્રવાહ હંમેશા જરૂરી હોય છે, જેના માટે તેમાં ઇલેક્ટ્રિક મશીનો લગાવવામાં આવે છે. એક સીઝનમાં 20 થી 30 વખત બીજનું ઉત્પાદન કરી શકાય છે અને નફો પણ મેળવી શકાય છે.
Share your comments