Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ગરમી બાદના દિવસોમાં શ્વાસનો ગુણાંકથી જાણો કે તમારું પશુ બિમાર છે કે નહીં

એપ્રિલ મહિનાથી ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં લૂ (ગરમ હવા) શરૂ થઈ જાય છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોની વાત કરવામાં આવે તો આ સમયમાં સરેરાશ તાપમાન 36થી 42 ડિગ્રી સેન્ટીગ્રેટ વચ્ચે રહે છે. ધીમે ધીમે હવામાન વધારે ગરમ થવા લાગે છે અને દિવસમાં ખૂબ જ તડકો લાગવા સાથે લૂ પણ લાગે છે.આ લૂ વ્યક્તિ સાથે પશુઓને પણ નુકસાન પહોંચાડે છે. આ સંજોગોમાં બીમાર થવાની સંભાવના વધી જાય છે.

KJ Staff

અત્રે ઉલ્લેખનીય છે કે મૌસમમાં પશુઓના હાંફવાના ગુણાંકથી તેની અંદર ગરમી અને તણાવ અંગે વાકેફ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશુના ગુણાંક 2થી વધારે ન હોવો જોઈએ. તો સમજી શકાય છે કે તમારા પશુ બીમાર છે કે પછી બીમાર થઈ શકે છે.

પશુના હાંફવાનો ગુણાંક શું છે?

હાંફવાના ગુણાંકથી પશુઓને એવા લક્ષણથી વાકેફ થવાય છે કે જેમાં પશુ કેટલા તંદુરસ્ત છે,એટલે કે પશુઓની સ્વાસ્થ્ય સ્થિતિને માપવાના એકમને પશુને હાંફવાનો ગુણાંક કરી શકાય છે. ગરમીની સિઝનમાં પશુઓ મોટાભાગે હાંફે છે તો તે તેના સ્વાસ્થના લક્ષણ નથી.

કેવી રીતે જાણી શકાય પશુ ગુણાંકની સ્થિતિ?

જો પશુના શ્વાસ લેવાની સ્થિતિ પ્રતિ મિનિટ 40થી ઓછી છે તો સમજી જવું કે તમારું પશું સ્વસ્થ્ય છે. જો ગુણાંક 1 હોય તો પશુ પ્રતિ મિનિટ 40થી 70 વખત સામાન્ય (ધીમા) શ્વાસ લે છે, આ સ્થિતિમાં પશુના મો માંથી લાળ પડવા લાગે છે. જો ગુણાંક 2 હોય તો પશુઓ પ્રતિ મિનિટ 70થી 120 વખત સામાન્ય શ્વાસ લે છે. પશુના મોમાંથી લાળ પડે છે અને મો બંધ રહેશે. ગુમાંક 2.5ની સ્થિતિમાં 70 થી 120 વખત મો ખોલી શ્વાસ લેશે અને લાળ સતત પડતી રહેશે. પશુ ગુણાંક 3ના સમય 120-160 મોં ખોલવા સાથે માથુ ઉપર કરી લે છે, પડતા શ્વાસ લે છે. જ્યારે ગુણાંક 3.5 હોય તો પશુ જીબ કાઢીને શ્વાસ લે છે, બાકીની સ્થિતિ ગુણાંક 3 વાળી હોય. ગુણાંક 4 સમય 160થી વધારે શ્વાસ સાથે મો ખુલ્લુ રહેશે. જીભથી લાંબા સમય સુધી લાળ સાથે તે બહાર નિકળેલી રહે છે.

Related Topics

respiration animal wheather

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More