Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

KJ KNOWLEDGE : આ સરળ પદ્ધતિથી જાણો કે ક્યાંક તમારું પશુ બીમાર તો નથી ?

જો સમયસર પશુની બીમારી અંગે માહિતી મળી જાય, તો મોટા નુકસાનથી બચી શકાય છે અને પશુને યોગ્ય સારવાર મળી રહે છે. જો પશુપાલક કેટલીક બાબતોની કાળજી રાખે, તો બીમાર પશુ અને તેની બીમારી અંગે સમયસર માહિતી મેળવી શકે છે.

KJ Staff
KJ Staff
Animal Care
Animal Care

જો સમયસર પશુની બીમારી અંગે માહિતી મળી જાય, તો મોટા નુકસાનથી બચી શકાય છે અને પશુને યોગ્ય સારવાર મળી રહે છે. જો પશુપાલક કેટલીક બાબતોની કાળજી રાખે, તો બીમાર પશુ અને તેની બીમારી અંગે સમયસર માહિતી મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પશુઓના બીમાર થવાની વહેલાસર જાણ ન થતા સમયસર પશુ ચિકિત્સકને બોલાવવા અથવા પશુને હૉસ્પિટલે લઈ જવા ઘણી વખત શક્ય બની શકતુ નથી. માટે પશુપાલકો અથવા ખેડૂતોએ પશુઓ પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઇએ. ઘણી વખત પશુ બીમાર થતા પશુપાલક સમજી શકતા નથી. જેને લીધે બીમારી ધીમે-ધીમે વધવા લાગે છે અને પશુપાલકોને આર્થિક રીતે પણ નુકસાન થાય છે. અહીં અમે એવી કેટલીક બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે પશુપાલકોને માટે ખૂબ જ ઉપયોગી બનશે.

પશુની વર્તણૂકના આધારે તે બીમાર છે કે નહીં તે અંગે અંદાજ લગાવી શકાય છે. જેમ કે પશુ યોગ્ય રીતે ઊભુ રહી શકતુ ન હોય. એક તનદુરસ્ત પશુ તેના પગ પર સરળતાથી ઊભુ રહી શકે છે, પણ જો પગ કે અન્ય કોઈ અંગમાં તકલીફ હોય, તો પશુ લંગડાઈને ચાલે છે.

વાગોળતા પશુનું મોઢું સુકૂં હોતુ નથી. સામાન્ય રીતે પશુ તેની જીભ વાટે તેનું નાક ચાટે છે અને મોઢાને સતત લીલુ કરતુ રહે છે. જો પશુ આ પ્રકારની પ્રક્રિયા ન કરતુ હોય, તો પશુ ચિકિત્સકની સલાહ લેવી.

પશુ સામાન્ય કરતા ધીમી ઝડપથી ભોજન ચાવતુ હોય અથવા પશુ અધૂરું ભોજન ચાવતુ હોય, તો તેના દાંતની તપાસ કરાવી લેવી જોઇએ, કારણ કે પશુના દાંતમાં દુ:ખાવાને લીધે પશુ આમ કરતુ હોય, તેવું બની શકે છે.

પશુ જો તેના ઝુંડથી અલગ ઊભુ હોય, તો તે ઘણી વખત બીમારીના લક્ષણો પૈકી એક હોઈ શકે છે. પશુ બીમાર થવાના સંજોગોમાં તેની તબીબી સ્થિતિ તપાસવી.

પશુના નાકમાંથી સતત પ્રવાહી ટપકે અથવા આંખો શુષ્ક હોય, મોઢામાંથી સતત લાળ ટપકતી રહે, તો તે બીમારીના લક્ષણ હોઈ શકે છે.

પશુ બેઠેલ અવસ્થાથી જલ્દી ઊભુ ન થઈ શકે, તો પશુ બીમાર અથવા સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતુ હોઈ શકે. તેની તપાસ કરાવવી જોઇએ.

તનદુરસ્ત પશુ ભોજન સારી રીતે ચાવીને ખાય છે તેમ જ તેને ભૂખ પણ લાગે છે. જો પશુ યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં ભોજન ન લેતુ હોય, તો પશુ બીમાર હોવાની શક્યતા વધી જાય છે.

પશુ સતત ખાંસી ખાતુ હોય, તો પશુના ગળામાં બળતરા અથવા ખારાશના સંકેત હોઈ શકે છે.

પશુ શ્વાસ લેવામાં તકલીફ ધરાવતુ હોય અને તેનું પેટ ફૂલેલુ હોય, તો આ આફરાના લક્ષણો હોઈ શકે છે

પશુ તેના પેટ પર લાત મારે છે અથવા જોર-જોરથી અવાજ કરે છે, તો તેને પેટમાં દુ:ખાવો હશે, તેમ સમજવું જોઇએ.

પશુની નાડીના ધબકારા પૂંછના આધારની નીચેથી લેવામાં આવે છે. એક વયસ્ક પશુના ધબકારા સામાન્ય રીતે  40-80 બીટ પ્રતિમિનિટ હોય છે, ભેંસમાં નાડીના ધબકારા 40-60 બીટ પ્રતિમિનિટ હોય છે અને યુવા પશુમાં આ પ્રમાણ વધારે હોય છે.

પશુના મળ-મૂત્રના આધારે પણ પશુની બીમારી અંગે માહિતી મળી શકે છે. જેમ કે મળ વધારે કઠોર હોય, વધારે પાણીદાર હોય, મળમાં લોહી આવવું વગેરે પશુમાં કોઇક બીમારી હોવાના લક્ષણો છે.

પશુનો રંગ સામાન્ય રીતે સામાન્ય પીળો હોય છે. જો તે ઘેરો પીળો અથવા લોહીવાળો હોય, તો પશુ બીમાર હોય, તે દર્શાવે છે.

સામાન્યત: પશુઓ દરરોજ સામાન્ય રીતે 6થી 8 કલાક સુધી વાગોળે છે. જો પશુ વાગોળવાનું ઓછું અથવા બંધ કરી દે, તો તે સંકેત પશુના બીમાર હોવાના છે.

દૂધારુ પશુના દૂધમાં લોહી આવવું અથવા આંચળ પર સોજો હોય અથવા પશુ ઓછા પ્રમાણમાં દૂધ આપવા લાગે, તો તેના આંચળના રોગના લક્ષણ છે.

Related Topics

Livestock Animal Care

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More