Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ગુજરાતની પશુસંવર્ધન નીતિ અંગેની ખેડૂતલક્ષી બાબતો

Sukhadev Thakor
Sukhadev Thakor

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા ગુજરાતના પશુધનના સંવર્ધન અંગેની નીતિ વર્ષ ૨૦૧૩ માં બહાર પાડવામાં આવેલી, જેમાંના ગાય અને ભેંસના સંવર્ધનને લગતા કેટલાક ખેડૂત લક્ષી મુદ્દાઓ નીચે મુજબ હતા.

પશુધનના સંવર્ધનની નીતિના ઉદ્દેશો:

=> આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતના દૂધ ઉત્પાદનમાં ૯૦% કરતા વધારે ફાળો ગાય અને ભેંસો છે. ગુજરાતમાં ગાયોની ભારતમાં જોવા મળતી ઉત્તમ ઓલદો પૈકી ગીર અને કાંકરેજ છે, જ્યારે ભેંસોની જાફરબાદી, મહેસાણી, સુરતી અને બન્ની જેવી ઓલાદો છે. ગાય અને ભેંસની ઉત્તમ ઓલાદો હોવા છતાં ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદનમાં વર્ષ ૨૦૧૨-૨૦૧૩ના  આંકડા પ્રમાણે ચોથા ક્રમ પર છે.

દૂધ ઉત્પાદન વધારવા તેમ જ ભારતીય પશુધનની જાળવણી માટે ગુજરાત સરકારે જાહેર કરેલી સંવર્ધન નીતિના કેટલાક મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

- ઓલાદના સ્પષ્ટ લક્ષણો ન ધરાવતી ગાય અને ભેંસોને અલગ તારવવી.

- ગુજરાતની સ્થાનીક ઓલાદોનાં ઉત્તમ જનીનિક દ્વવ્યનો પ્રસાર કરવો.

- વધુ દૂધ ઉત્પાદન ધરાવતા શુધ્ધ જાનવરોનાં સંવર્ધનને પ્રોત્સાહન આપવું.

-સંવર્ધનમાં ઉપયોગમાં  લેવાના સાંઢ/પાડાના ઉત્પાદનને લગતા પરીમાણો તથા ધોરણો નક્કી કરવા.

-સંકર સંવર્ધનના પ્રકાર અને સંતતિમાં લોહીનું પ્રમાણ નિયંત્રિત રાખવું.

- રાજ્યમાં પશુસંવર્ધનની પ્રવ્રુત્તિ સામે સંકળાયેલ સંસ્થાઓ સાથે સંકલન સાધવું તેમજ તેને દિશ   આપવી.

- રાજ્યના તમામ પશુધનમાં એક્સમાન તથા સુસંગત સંવર્ધનના અમલીકરણ માટે કુત્રિમબીજદાન અથવા કુદરતી ફલન માટે વંશાવલી પધ્ધતિ દ્વારા પસંદગી પામેલ અને ત્યારબાદ સંતતિ પરીક્ષણ દ્વારા સિધ્ધ થયેલ સાંઢનો ઉપયોગ કરવો.

- અવ્યવસ્થિત સંવર્ધનને રોકવા માટે નિમ્ન ગુણવત્તાનું જનીનિક દ્વ્રવ્ય ધરાવતા સાંઢ/પાડાને ખસીકરણ અથવા અન્ય કાયદાકીય માધ્યમ દ્વારા સંવર્ધનથી દૂર રાખવા.

- પશુધનની ઝડપી જનીનિક સુધારણા અને જાનવરની માથાદીઠ ઉત્પાદકતામાં વધારો કરવાના તેમ જ જાનવરના માલિકને વધુ સારું વળતર મળી રહે તેવો ઉદ્દેશ ધરાવતી વ્યવસ્થિત સંવર્ધનની નીતિ વિકસાવવી.

સંવર્ધન માટે સાંઢ/પાડાની પસંદગી    

- સાંઢ/પાડો એ અડધા ધણ બરાબર છે. તેથી યોગ્ય સાંઢ/પાડાની પસંદગી જાનવરની   ઉત્પાદકતા વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. સાંઢ/પાડાની પસંદગી માટે નીચે મુજબની બાબતોનો સંવર્ધન નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

-  સાંઢ/પાડાને સંવર્ધનમાં ઉપયોગમાં લેતા પહેલા તેની ઓળખ તથા પંજીકરણ કરવું જરૂરી છે. યોગ્ય   લાયકાત ધરાવતા પશુચિકિત્સક દ્વારા નરની પૂરેપુરી ચકાસણી થયા બાદ જ તેને સંવર્ધનના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવો જોઈએ.

- નરને સંવર્ધનમાં ઉપયોગમાં લેતા પહેલા અને ત્યારબાદ દર વર્ષે તેના દ્વારા કોઇ જાતીય રોગો ફેલાતા નથી તે ચકાસણી કરવી જોઇએ.

- સંવર્ધનમાં ઉપયોગમાં લેવાતા સાંઢને દર ત્રણ વર્ષે સ્થાનિક વિસ્તારમાંથી બદલી નાખવો જોઇએ.

-શરૂઆતના તબક્કામાં સંવર્ધન માટેના નર વંશાવલી પસંદગી પધ્ધતી દ્વારા પસંદ થયેલ નરનો ઉપયોગ કરવો. નરની પસંદગી માટે સંતતિ પરીક્ષણની પધ્ધતી પાંચ ઓલાદો માટે (ગીર, કાંકરેજ, મહેસાણી, જાફરાબાદી અને બન્ની) તબક્કાવાર મુકવામાં આવશે. વર્ષ ૨૦૨૨ સુધીમાં સંતતિ પરીક્ષણ દ્વારા પસંદગી પામેલ ઉંચી જનીનિક ગુણવત્તા ધરાવતા નરનો ઉપયોગ કરવામાં આવશે.

સંવર્ધન માટે ઉપયોગમાં લેવાનાર જુદી-જુદી ઓલાદોના નર માટે નીચે મુજબના નિમ્નતમ ઉત્પાદકતાના ધોરણો નક્કી કરેલ છે.

ઓલાદ

માતાનું વેતરનું દૂધ ઉત્પાદન (કીલો)

 

પ્રથમ

ઉત્તમ

ફેટનું પ્રમાણ (%)

ગીર

૨૪૦૦

૩૦૦૦

૪.૫

કાંકરેજ

૨૦૦૦

૨૫૦૦

૪.૫

ડાંગી

૪૦૦

૫૩૦

મહેસાણી

૨૪૦૦

૩૦૦૦

જાફરાબાદી

૨૮૦૦

૩૫૦૦

સુરતી

૧૬૦૦

૨૦૦૦

બન્ની

૨૪૦૦

૩૦૦૦

 


         

   

=> રાજયના અતિ દૂરના તથા અંતરીયાળ વિસ્તારોમાં કુદરતી ફલન પધ્ધતીનો ઉપયોગ કરી શકાશે. સંવર્ધન માટે યોગ્ય માદામાં કૃત્રિમ બીજદાન હાલના ૩૦% થી વધારીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૬૬% (જાનવરના માલિકના ઘરઆંગણે) સુધી પહોંચાડવામાં આવશે.
=> ઉચ્ચ જનીનિક ગુણવત્તા ધરાવતા નરનો સંવર્ધનમાં ઉપયોગ સ્થાનીક પશુચિકિત્સક તથા જીલ્લા પંચાયતના નાયબ નિયામક અને ઘનિષ્ઠ પશુ સુધારાણા દ્વારા સુનિશ્ચીત કરવાનો રહેશે.
=> ઉપર દર્શાવેલ નિમ્નતમ ઉત્પાદકતા કરતા ઓછામાં ઓછું ૩૦% વધુ ઉત્પાદકતા ધરાવતા હોય તેવા જ ક્રૂત્રિમ બીજના ડોઝ અથવા નરને અન્ય રાજ્ય કે પરદેશ આયાત કરી વાપરવા જોઇએ.

સંવર્ધન પધ્ધતી :-


=> ૩.૧ સ્વદેશી ગાય ભેંસોની ઓલાદો (ગીર, કાંકરેજ, મહેસાણી, સુરતી, જાફરાબાદી અને બન્ની) એમના દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. સ્વદેશી ઓલાદોને યોગ્ય પસંદગી પધ્ધતી દ્વારા પસંદ થયેલ નર સાથે સંવર્ધન કરાવવાથી વધુ સારુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. પસંદગીની પધ્ધતીમાં દૂધમાં ફેટની ટકાવારીને પણ પૂરતું મહત્વ આપવું જોઇએ. કારણ કે ફેટની ટકાવારી પ્રમાણે દૂધનો ભાવ નક્કી થાય છે.
=> જુદી – જુદી ભૌગોલીક પરિસ્થિતિઓ અને સ્થાનીક પસંદગીને ધ્યાનમાં રાખતા, શુધ્ધ સંવર્ધન અથવા ચોક્કસ લક્ષણો ન ધરાવતા જાનવરોનું સ્થાનિક શુધ્ધ ઓલાદોના નર સાથે સંવર્ધનને પ્રાધાન્ય આપવું જોઇએ.
૩.૨ ભેંસોનું સંવર્ધન
=> ગુજરાતમાં સ્વદેશી ભેંસની ઓલાદો ગીર, કાંકરેજ, મહેસાણી, સુરતી, જાફરાબાદી અને બન્ની છે.૧. સ્વદેશી ભેંસોનું શુધ્ધ સંવર્ધન વંશાવલી પધ્ધતી દ્વારા પસંદ પામેલ પાડાનો ઉપયોગ કરીને કરવું જોઇએ.
=> સ્પષ્ટ લક્ષણો ધરાવતી ભેંસોનું સંવર્ધન ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા શુધ્ધ સ્વદેશી પાડા દ્વારા કરવું જોઇએ.
=> ગાયોનું સંવર્ધન કાંકરેજ અને ગીર ગાયોમાં મહત્વની સ્વદેશી ગાયોની ઓલાદો છે.
=> ગીર અને કાંકરેજ માટે એવું માનવામાં આવે છે કે તેમનું દૂધ ઉત્પાદન ઉંચુ લાવવા અને ફેટની ટકાવારી માટે યોગ્ય પસંદગીની પધ્ધતીનો ઉપયોગ કરવો જોઇએ. નરની પસંદગી શરૂઆતમાં વંશાવલી પસંદગી પધ્ધતીથી અને પછી સંતતિ પરિક્ષણ દ્વારા કરવી જોઇએ.
=> જે ગાયો ઓલાદના સ્પષ્ટ લક્ષણો ન ધરાવતી હોય તેમનું સંવર્ધન સંકર સંવર્ધન પધ્ધતીથી ૧૦૦% ઉચ્ચ આનુવંશિક લક્ષણો ધરાવતા હોલ્સ્ટીન ફ્રીઝન અથવા જરસીના સીમેનથી કરવું જોઇએ.
=> સંકર સંવર્ધન પધ્ધતીમાં પરદેશી ઓલાદોના લોહીના વધુમાં વધુ ૬૨.૫ ટકા હોવા જોઇએ.
=>સંકર ગાયોના વધુ દૂધ ઉત્પાદન માટે તેમના ઉચ્ચ આનુવંશિક સંકર પાડા સાથે સંવર્ધન કરાવવાની ભલામણ કરવામાં આવે છે.

અમલીકરણ


સંવર્ધન નીતિના અસરકારક અમલીકરણ માટે સ્થાનીક પશુચિકિત્સક તથા જીલ્લા પંચાયતના નાયબ નિયામક અને ઘનિષ્ઠ પશુ સુધારાણા ઘટકને જવાબદારી સોપવામાં આવેલ છે. આમ આપણી શુદ્ધ ઓલાદોના ગાય અને ભેંસોનું શુદ્ધ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતા જે તે ઓલાદના નર કે ક્રુત્રિમ બીજથી સંવર્ધન કરાવવું જોઈએ. નીચું ઉત્પાદન ધરાવતી ગાયોને જ પરદેશી સાંઢ સાથે સંવર્ધન કરાવવી, જેથી તેની સંકર સંતતિમાં વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા મેળવી અને પશુપાલન નફાકારક બનાવી શકાય.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More