પશુપાલન મંત્રાલય મુજબ દેશમાં સૌથી વધું ગધેડાઓની સંખ્યા ગુજરાત,જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકામાં જોવા મળે છે. જેને જોતા મોદી સરકાર કેબિનેટ બેઠક દરમિયાન નેશનલ લાઈવ સ્ટોક મિશન સ્કીમમાં સુધારો કરીને તેમાં ગાય, ભેંસ, ઘેટા અને બકરાની સાથે-સાથે ગધેડાનો પણ સમાવેશ કરી દીધો છે. તેના હેઠળ હવે જો કઈ પશુપાલક ગધેડાની ઉછેર કરે છે તો તેને સરકાર થકી 50 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યું છે કેમ કે દેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યું છે. 2012 થી 2019 વચ્ચે ગધેડાઓની સંખ્યામાં મોટા પાચે ઘટાડો થયો છે.
ગધેડાઓની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો
પશુપાલન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલ મુજબ ગધેડાની સંખ્યામાં 60 ટકાના ઘટાડો નોંઘાયો છે. જેને પૂર્ણ કરવા માટે હવે કેન્દ્ર સરકાર નેશનલ લાઈવ સ્ટોક મિશન સ્કીમ અંતર્ગત ગધેડાનો પણ સમાવેશ કરી દીધું છે. જણાવી દઈએ કે ગધેડીના દૂધમાંથી ઘણી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાવાની ઘણી વસ્તુઓમાં થાય છે. જો તેના દૂધની કિંમતની વાત કરીએ તો બજારમાં ગધેડીના દૂધની કિંમત 75 હજાર પ્રતિ લિટરના આજુબાજુ છે.
દેશમાં કેટલી છે ગધેડાઓની કુલ સંખ્યા
પશુપાલન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, જો આપણે 2019 માં હાથ ધરવામાં આવેલી પશુ ગણતરીના ડેટા પર નજર કરીએ તો, દેશમાં કુલ ગધેડાની સંખ્યા 1.23 લાખ છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ગધેડાઓ છે. આ રાજ્યોમાં ગધેડાની સંખ્યા અંદાજે એક લાખ છે. દેશમાં માત્ર 18 રાજ્યોમાં ગધેડા બચ્યા છે. જેમાંથી ઘણા રાજ્યો એવા છે જ્યાં ગધેડાની સંખ્યા 2 થી 10ની વચ્ચે છે.
ગધેડાની ત્રણ જાતિમાંથી બે ગુજરાતમાં
નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ કરનાલ, હરિયાણા અનુસાર, દેશમાં નોંધાયેલ ગધેડાની ત્રણ વિશેષ જાતિઓ છે. જેમાંથી કચ્છી અને હાલારી ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે. જ્યારે તેની ત્રીજી જાતિ હિમાચલની સ્પીતિ જાતિ છે. જો કે યુપીમાં ગ્રે રંગના ગધેડા પણ જોવા મળે છે પરંતુ તેમની સંખ્યા બઉ ઓછી છે આથી આ જાતિ નોંધાયેલ નથી. જણાવી દઈએ કે ગધેડાની સારી બ્રીડની બાબતમાં ગુજરાત ટોચ પર છે.
ગધેડીના દૂધ પોષક તત્વોથી ભરપૂર
નિષ્ણાતોના મતે ગધેડીના દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. આથી તેના દૂધની માંગમાં વધારો જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, વધુ પોષક તત્વો ધરાતા હાલેરી ગધેડાનું દૂધ છે જો કે ગુજરાતમાં જોવા મળે છે. પરંતુ હાલારી જાતિના ગધેડા બહુ ઓછા બચ્યા છે. સ્પીતિ જાતિના ગધેડાની પણ આવી જ હાલત છે. જેને કારણે સરકારે આ નિર્ણય કર્યો છે. વધુ માહિતી માટે જણાવી દઈએ, વર્ષ 2015માં દેશમાં હાલારી ગધેડાની સંખ્યા 1200 નોંધાઈ હતી. પરંતુ વર્ષ 2020માં આ સંખ્યા ઘટીને માત્ર 439 થઈ ગઈ. તેવી જ રીતે સ્પીતિ જાતિના ગધેડાઓની સંખ્યા ફક્ત 10 હજાર જેટલી છે.
Share your comments