Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ભવિષ્યની માંગણી છે આ એપ્લિકેશન, મત્સ્યઉદ્યોગમાં લાવશે ક્રાંતિ

ટેક્નોલોજીના આ યુગમાં દરેક વ્યક્તિએ ટેક્નિક થકી આગળ વધી રહ્યો છે, તો પછી ખેડૂતો શા માટે પાછળ રહે. તેથી કરીને ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવીન તકનીક સાથે જોડવવામાં આવશે. વાત જાણો એમ છે કે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ટેક્નોલોજીના આ યુગમાં દરેક વ્યક્તિએ ટેક્નિક થકી આગળ વધી રહ્યો છે, તો પછી ખેડૂતો શા માટે પાછળ રહે. તેથી કરીને ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવીન તકનીક સાથે જોડવવામાં આવશે. વાત જાણો એમ છે કે ઉત્તર પ્રદેશના કાનપુરની ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના ફિશરીઝ સાયન્સ અને કોલેજ તેમજ સંશોધન કેંદ્ર દ્વારા ખેડૂતો ખાસ કરીને ખલાસિયો માટે એક નવી તકનીક વિકસવવામાં આવી છે. સંશોધન કેંદ્ર દ્વારા વિકસવવામાં આવેલ આ પદ્ધતિ બીજુ કઈં નહિં પરંતુ એક એપ્લિકેશન છે, જેને ગ્રોવેલ 360 ડિગ્રી નામ આપવામાં આવ્યું છે. ગ્રોવેલ કંપનીના એરિયા મેનેજર યોગેશ સયાને તેમની કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રોવેલ 360 ડિગ્રી એપની વિવિધ વિશેષતાઓ વિશે અમારા સાથે વિગતવાર વાત કરી એપ્લિકેશન વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

એપ્લિકેશનનું ખેડૂતોને થતો ફાયદો

અમારા સાથે વાત કરતા ગ્રોવેલ કંપનીના એરિયા મેનેજર જણાવ્યું કે આ એપ થકી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સંશોધકો ફીડ રેશિયોમાંથી જીવિત રહેવાના દરેક બાયોમાસની ગણતરી કરી શકે છે અને એપ દ્વારા ખેડૂતોએ સારી ગુણવત્તાના બિયારણની પસંદગી વિશે પણ માહિતી મેળવી શકે છે. યોગેશે જણાવ્યું કે ગ્રોવેલ 360 થકી ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ભારતના વિવિધ પ્રદેશો અને રાજ્યોમાં ઝીંગા અને માછલીના ભાવ વિશે પણ માહિતી મેળવી શકે છે.

અદ્યતન ટેકનોલોજીનો લાભ

આ એપનો ઉદ્દેશ્ય એ છે કે નાના અને મધ્યમ ખેડૂતો પણ આ અદ્યતન ટેકનોલોજીનો લાભ લઈ શકે. આ ટેક્નોલોજીની મદદથી તમે તમારા મોબાઈલ પર ઘરે બેઠા દેશના કોઈપણ ખૂણે ખેતી અને મત્સ્યઉદ્યોગ વિશેની માહિતી જોઈ શકશો. આ બધું સરળતાથી થઈ જશે. આ પહેલનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More