ઘેટા-બકરામાં જોવા મળતો રોગચાળો:- ઘેટા-બકરાનો વ્યવસાય ઘણા પશુપાલકો માટે આવકનો એક માત્ર સ્ત્રોત હોય છે. ઘેટા-બકરાના વ્યવસાયનુ પણ એક આગવું સ્થાન જોવા મળે છે. ઘેટા-બકરામાં રોગચાળો જો એક વાર ફેલાય એટલે તે બીજા પશુઓમા ખુબ જ ઝડપથી ફેલાતો હોય છે અને મૃત્યુદર પણ ઉંચો હોય છે. ઘેટા-બકરામાં જોવા મળતો રોગચાળોમા આવો જ એક રોગચાળો એટલે પી.પી.આર. નામનો રોગચાળો.
ઘેટા-બકરામાં જોવા મળતો પી.પી.આર. નામનો રોગચાળો:- પી.પી.આર. નામનો રોગચાળાને બકરીના પ્લેગ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ખતરનાક અને ગંભીર વાઈરસજન્ય રોગ છે અને મનુષ્યમાં જેમ પહેલાના વખતમાં પ્લેગ ફેલાતા ઉંચો મૃત્યુદર જોવા મળતો તેવું આ રોગમાં ઘેટા-બકરામાં જોવા મળે છે.
ઘેટા-બકરામાં જોવા મળતો પી.પી.આર. નામનો રોગચાળો, રોગના ચિન્હો:- આ રોગચાળામાં પશુના મોમાં ચાંદા પડી જાય છે, તાવ આવે, પશુનો ખોરાક ઘટી જાય, ન્યુમોનિયા થાય અને સમયસર સારવાર ના મળે તો ઘેટા-બકરાના મ્રુત્યુ પણ મોટી સંખ્યામાં થાય છે. આપણા પશુઓમા આ રોગ દેખા દેય, એટલે તુરંત જાગ્રુત પશુપાલક તરીકે, આપણે આવા ચિન્હોવાળા પશુને અલગ કરી દેવુ જોઇએ, નહીતર નાકના પાણી, શ્વાસો-શ્વાસ, આંસુ અને મળ દ્વ્રારા આ રોગ બીજા પશુને પણ ઝડપથી થવાની શક્યતા હોય છે. તાત્કાલિક પશુ ડૉક્ટરરનો સમ્પર્ક સાધીને રોગવાળા પશુની સારવાર શરૂ કરાવી જોઇએ.
ઘેટા-બકરામાં જોવા મળતો પી.પી.આર. નામનો રોગચાળા સામેના ઉપાયો:- આ એક ગંભીર રોગ હોવાથી સરકારશ્રી દ્વારા આ રોગ સામે દર શિયાળા દરમિયાન પશુપાલન વિભાગના હસ્તકથી રાજ્યવ્યાપી નિશુલ્ક રસીકરણ અભિયાન સાથે ઘેટા-બકરામાં ડીવોર્મિંગની (કૃમિનાશક દવા પીવડાવવી) પ્રક્રિયા હાથ ધરાય છે. જ્યારે આ અભિયાન શરૂ થાય છે, ત્યારે દરેક પશુપાલકોએ પણ આ રસીકરણ અભિયાનમાં જોડાવું જોઇએ અને પોતાના બહુમૂલ્ય પશુધનને આવા ભયંકર રોગચાળાના ભયથી ભયમૂક્ત કરવુ જોઇએ.
Share your comments