ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ગાયને માં માનવામાં આવે છે. તેથી કરીને વિશ્વમાં ગાયોની સૌથી વધુ સંખ્યા ભારતમાં જ જોવા મળે છે. તેમ જ ભારતમાં જ ગાયની 50 થી વધુ જાતો પણ જોવા મળે છે. તેના સાથે જ આમારા દેશમાં ભેંસોની પણ 17 જેટલી જાતિઓ છે. જો કે પોત-પોતાના રીતે દૂધના ઉચ્ચ ઉત્પાદન માટે જાણીતી છે. પરંતુ યોગ્ય કાળજી અને જાતિઓની યોગ્ય પંસદગીના અભાવે, સમય જતાં ગાયોની ઉત્પાદકતામાં ઘટાડો નોંઘાયો છે. જેમાં સુઘારો કરવો ખૂબ જ જરૂરી છે. આથી કરીને પશુપાલકો દ્વારા ગાયની 50 જેટલી જાતિઓ હોવા છતાં ફક્ત 10-12 જાતિઓનો જ ઉછેર કરવામાં આવે છે. તેથી કરીને અમે આજે તમને દેશની 5 જાણિતી ગાયો વિશે જણાવીશું, જો કે સૌથી વધુ દૂધ ઉત્પાદન આપે છે અને તેઓની માર્કેટમાં મોટા ભાગે માંગણી છે.
ગુજરાતની ઓળખ ગીર ગાય
સૌથી પ્રસિદ્ધ ગાયની વાત કરવામાં આવે અને તેમાં ગુજરાતની ગીર ગાયનું સમાવેશ નહીં હોય તે તો ક્યારે નહીં થાય. કેમ કે ગુજરાતની ગીર ગાય ભારતમાં સૌથી વધુ દૂધ આપતી ગાયોમાની એક છે. ગીર ગાય દિવસમાં 50 થી 80 લીટર દૂધ આપે છે. જેના કારણે ગાયની જાતને પશુપાલકોની પહેલી પંસદ ગણવામાં આવે છે. જો ગાયના શરીરની વાત કરીએ તો કાઠિયાવાડી મૂળની ગીર ગાયનું આચળ ઘણું મોટું છે. ગુજરાતના દક્ષિણમાં આવેલ ગીર જંગલના નામે તેનું નામ ગીર ગાય પાડવામાં આવ્યું છે. ત્યાં સૌથી મહત્વની વાત એવું છે કે ભારતના સાથે ગીર ગાય વિદેશમાં પણ પોતાના દૂધ ઉત્પાદનના કારણે જાણીતિ છે. વિશ્વના કેટલાક દેશો તેને પોતાના સાથે ગુજરાતથી લઈને ગયા છે. એજ નહીં બ્રાઝિલની મુદ્રા પર તેનું ચિત્ર પણ બનાવવામાં આવેલ છે.
પંજાબની સાહિવાલ ગાય
ગીર પછી ભારતમાં ગાયની સૌથી મહત્વની જાત છે સાહિવાલ. જો કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળે છે. આ ગાય વાર્ષિક 2 હજારથી લઈને 3 હજાર લીટર સુધી દૂધ આપે છે, જેના કારણે દૂધના વેપારીઓ તેને ખૂબ પંસદ કરે છે. એકવાર તે વાછરડાં થઈ જાય પછી તે લગભગ 10 મહિના સુધી દૂધ આપે છે. જો તેના સારી કાળજી લેવામાં આવે તો તે ગમે ત્યાં રહી શકે છે.
રાજસ્થાની મૂળની રાઠી ગાય
રાજસ્થાની મૂળની રાઠી જાતિની ગાય પણ ગીર અને સાહિવાલની જેમ વધુ દૂધ આપવા માટે જાણિતી છે.જો તેના નામની વાત કરીએ તો તેને રાઠી નામ રાથાસ જાતિના નામ પરથી મળવામાં આવ્યું છે. આ ગાય રાજસ્થાનના ગાંગાનગર, બિકાનેર અને જેસલમેરમાં જોવા મળે છે. જણાવી દઈએ કે રાઠી ગાય દરરોજ 8 થી 10 લીટર દૂધ આપે છે.
ગાયની અવનવી જાત લાલ સિંધી
લાલ સિંધી ગાયનું મૂળ પ્રદેશ પાકિસ્તાનના સિંધ પ્રદેશ છે. પરંતુ હવે તેઓ કર્ણાટક અને તમિલનાડુના સાથે જ પંજાબ,હરિયાણામાં, કેરળ અને ઓડિશામાં પણ જોવા મળે છે. લાલ સિંઘી ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. તેના લાલ રંગને કારણે તેનું નામ લાલ સિંધી પાડવામાં આવ્યું છે. જો તેના દૂધ ઉત્પાદનની વાત કરીએ તો તેઓ પણ સાહિવાલની જેમ દિવસમાં 2 થી 3 હજાર લીટર દૂધ આપે છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ભારતમાં તેની સંખ્યા ખૂબ જ ઓછી છે.
નાગોરી જાતિ
ગાયની આ જાતિ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં જોવા મળે છે. આ જાતિના બળદ તેમની ભાર વહન ક્ષમતાની વિશેષ ગુણવત્તાને કારણે ખૂબ પ્રખ્યાત છે. નિમરી (મધ્યપ્રદેશ) નિમરીનું વતન મધ્યપ્રદેશ છે. તેનો રંગ આછો લાલ, સફેદ, લાલ, આછો જાંબલી છે. તેની ચામડી હલકી અને ઢીલી, કપાળ મણકાવાળી, શરીર ભારે, શિંગડા તીક્ષ્ણ, કાન પહોળા અને માથું લાંબુ છે. આ જાતિ એક વાછરડામાં સરેરાશ 600-954 કિલો દૂધ આપે છે અને દૂધમાં ચરબી 4.9 ટકા હોય છે.
Share your comments