ગાયને આપણ હિંદુ ધર્મમાં માતા માનવામાં આવે છે અને ગાયના દૂઘને અમૃત, જેથી અમે વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. સાથે જ ગાય આઘારિત ખેતને પણ સારી કહવામાં આવે છે. એજ વિષય પર કચ્છના મંગરા, સિરાયા, ધ્રબ, ભુજપરુ મોટી, ભોરારામાં આદાણી ફાઉન્ડેશન દ્રારા સામાજિક ઉત્તકદાયિત્વના ભાગરૂપે ખેડૂત ભાઈએ ગાય આધારિત ખેતી કરતા થાય તેના માટે જાગૃતત અભિયાન ચલાવવામાં આવ્યુ
ગાયને આપણ હિંદુ ધર્મમાં માતા માનવામાં આવે છે અને ગાયના દૂઘને અમૃત, જેથી અમે વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. સાથે જ ગાય આઘારિત ખેતને પણ સારી કહવામાં આવે છે. એજ વિષય પર કચ્છના મંગરા, સિરાયા, ધ્રબ, ભુજપરુ મોટી, ભોરારામાં આદાણી ફાઉન્ડેશન દ્રારા સામાજિક ઉત્તકદાયિત્વના ભાગરૂપે ખેડૂત ભાઈએ ગાય આધારિત ખેતી કરતા થાય તેના માટે જાગૃતત અભિયાન ચલાવવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં 180 ખેડૂત ભાઈ અને બહેનો સાથે ગાય આધારિત ખેતી અંગે જુદા-જુદા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ.
ગાય છે વિશ્વવની માતા
કાર્યક્રમનો નામ ગાય વિશ્વની માતા છે આપાવામાં આવ્યુ.ગાય આધારિત ખેતીની દિશામાં કામ આગળ વધારવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી -ભુજ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- મુંદરા, રામકૃષ્ણ ટ્રસ્ટ- કુકમા અને સાત્વિક સંસ્થા વગેરે સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા.ખેતીને જીવંત રાખવા, તેની ફળદ્રુપતા વધારવા અને જીવાણુને અનુકૂળ ખોરાક પૂરો પાડવા માટે માત્ર ગાય જ એક આધાર છે. ગાયનું બધું જ છાણ-ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનામૃત, ગૌકૃપા અમૃતમ, અળસિયાનું ખાતર, વર્મી વોશ, હોમ બાયોગેસમાં કેવી રીતે ઉપયોગ કરી પોતાની ખેતીને જીવંત અને સમૃદ્ધ બનાવી શકે તે અંગે તથા બદલાતા હવામાનમાં કુશળ ખેતી કેવી રીતે કરવી તેની વિશેષ સમજણ અપાઈ હતી.
કુદરતી ખાતર તૈયાર કરવાની તાલીમ
આ કાર્યક્રમમાં ખેડૂતોને કુદરતી ખાતર કેવી રીતે તૈયાર થાય છે,તેના વિષયમાં તાલીમ આપવામાં આવી. તેમા 15 ખેડૂતોને જીવામૃત તૈયાર કરવા અને પ્લાસ્ટિકના પીપ તથા 125 ખેડૂતોને તેની વાડીએ હોમ બાયોગેસ પ્લાન્ટ અપાયા હતા. 19 ખેડૂતોને અળસિયાનું ખાતર અને વર્મીવોશ માટેની કિટ અપાઈ હતી. ગૌકૃપા અમૃતમ્ બનાવવા માટે પણ એક લિટરની બોટલ અપાઈ હતી.મંગરાના ગુલાબભાઈ, વાસુદેવભાઈ, વિશ્રામભાઈ ગઢવી, તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- સાડાઉના વિષય નિષ્ણાત નીલેશભાઈ પટેલ સહિતનાએ હાજર રહીને ખેડૂતોને ઘર આંગણે મળતા આ માર્ગદર્શનને ખેડૂતો સાર્થક કરે તેવી અપીલ કરી હતી.
ભાવી પેઢી માટે અગત્યનો કાર્યક્રમ
અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી ગઢવીએ આ કાર્યક્રમને ભાવિ પેઢી માટે ખૂબ અગત્યનો ગણાવ્યો હતો. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે કહ્યું કે, `ખેડૂતો જગતના તાત છે, અને રહેશે, તેઓ જ આપણને દિવસમાં ત્રણવાર સલામત જમવાનું પૂરું પાડે છે, અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે ઉપસ્થિત રહીને મહિલા ખેડૂતોની કામગીરીને બિરદાવી હતી. તાલીમોને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ હેડ માવજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ રાઘુભાઈ ગોયલ, કલ્યાણભાઈ ગઢવી અને રાજુભાઈ સોલંકીએ પણ કાર્યક્રમમાં હાજીરી આરપી હતી.
Share your comments