ભારતમાં ભેંસ-ઉછેરનો વ્યવસાય મોટાપાયે કરવામાં આવે છે. આ વ્યવસાયથી દેશમાં આશરે 55 ટકા દૂધ-પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કુલ દૂધ-ઉત્પાદનમાં 20 મિલિયન ટન દૂધ ભેંસમાંથી મળે છે. આ સ્થિતિમાં ખેડૂતો ભેંસ-ઉછેરના વ્યવસાયમાંથી સારી આવક મેળવી શકે છે. ખેડૂત પાસે ઉપલબ્ધ આ વિકલ્પ એવો છે કે, એમાં એને કશી જ હાનિ નથી, કશું જ નુકસાન નથી, બલકે ફાયદો જ ફાયદો છે.
પરંતુ, જેમ કોઈ કુશળ વેપારી જાણી-વિચારીને આગળ વધે છે એ રીતે ખેડૂતે પણ પશુ-વ્યવસાયમાં વિચારી-વિચારીને આગળ ધપવું જોઈએ. આ માટે ખેડૂતોને સહેલાઈથી સમજાય એવાં કેટલાંક પગલાં અહીં રજૂ કરીએ છીએઃ
ભેંસની સારી જાત (નસલ) પસંદ કરવીઃ
ભેંસ-ઉછેર માટે સારી અને ઊંચી જાતની ભેંસ પસંદ કરવી ખૂબ જ જરૂરી હોય છે. સૌથી ઉચ્ચ પ્રકારની વાત કરીએ તો, ભારતમાં મુર્રા ભેંસ સૌથી વધારે દૂધ આપનારી ભેંસની નસ્લ છે, જે દૈનિક 10થી 20 લીટર દૂધ આપે છે. ગાયની સરખામણીએ ભેંસના દૂધમાં ફૅટનું પ્રમાણ વધારે હોય છે. માટે તેના દૂધની કિંમત પણ સારી મળે છે. ભેંસના દૂધમાં 7 ટકા ફૅટ હોય છે. વળી, ભેંસની આ નસ્લ દરેક પ્રકારના હવામાનમાં ઉછેરી શકાય છે. આમ તો ભેંસની આ નસ્લ હરિયાણા અને પંજાબ પ્રાંતોમાં જોવા મળે છે, પણ આખા ભારતમાં તેનો ઉછેર કરી શકાય છે, અને થાય છે.
ભેંસને સારો, સંતુલિત આહાર આપોઃ
વધારે દૂધ-ઉત્પાદન માટે ભેંસને સારો અને સંતુલિત આહાર આપવો ખૂબ જરૂરી છે. જો ભેંસને સંતુલિત આહાર ન મળે તો ઇચ્છા મુજબ દૂધ-ઉત્પાદન મળી શકતું નથી. ભેંસને કેવો આહાર આપવો જોઈએ, એ બાબતે અહીં થોડી વિગતે વાત કરીએઃ
- દરરોજ 10 લીટર જેટલું દૂધ આપનારી ભેંસને દરરોજ 4 કિલો દાણા આપવા જોઈએ.
- ભેંસને દિવસ દરમિયાન 3થી 4 કિલો ભૂસા-આહાર આપવો જોઈએ.
- ભેંસને દિવસ દરમિયાન 20થી 25 કિલો જેટલો લીલો ઘાસચારો આપવો જોઈએ.
દાણા બનાવવા માટે વિશેષ ધ્યાન
ભેંસ માટે દાણા બનાવતાં પહેલાં કેટલીક ખાસ બાબતોની કાળજી રાખવી જોઈએ. જો તમે ભેંસ માટે સંતુલિત દાણા તૈયાર કરશો તો જ તે વધારે દૂધ-ઉત્પાદન કરશે. સંતુલિત દાણા બનાવવા માટે ઘઉં, જવ, બાજરા અને મકાઈનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવું જોઈએ. હવે તેમાં 32 કિલો ભૂંસુ મિશ્રિત કરો. આ ભૂંસુ મગફળી, સરસવ, અળસીનું પણ હોઈ શકે છે. હવે તેમાં 35 કિલો ઘઉં, ચણા, દાળના ચોકર મિલાવો. બે કિલો ખનિજતત્ત્વો તથા એક કિલો મીઠું મેળવીને ભેંસને ખવડાવો. આમ કરવાથી ભેંસની સંતુલિત આહારની જરૂરિયાત પૂરી કરી શકાય છે.
દર વર્ષે બચ્ચું આપે તેવી વ્યવસ્થા કરોઃ
ભેંસ-ઉછેર સમયે આ વાતની કાળજી રાખવી જોઈએ કે ભેંસ દર વર્ષે બચ્ચું આપે, એટલે કે દર વર્ષે ભેંસને પ્રજનન કરાવો. દર વર્ષે આ પ્રક્રિયા થશે તો જ તમે ભેંસ માટે કરેલા ખર્ચને પહોંચી વળશો. જો ભેંસ દર વર્ષે બચ્ચું પેદા ન કરે તો પશુ-ડૉક્ટરને બતાવીને તપાસ કરાવો. અને, ભેંસનું વજન 350 કિલો જેટલું હોવું જોઈએ. એથી ઓછું ન હોય એ પણ સુનિશ્ચિત કરતા રહો.
ભેંસ માટે આરામદાયક રહેઠાણની સુવિધાઃ
ભેંસ માટે હવાની પૂરતી અવર-જવર ધરાવતા વાડા હોવા જોઈએ. એવા પ્રકારના વાડાનું નિર્માણ કરવું જોઈએ જેથી શિયાળો, ઉનાળો અને ચોમાસું, એમ ત્રણે ઋતુઓમાં ભેંસ આરામદાયક અને અનુકૂળ સ્થિતિમાં રહી શકે. અમુક લોકો ભેંસને એટલી જોરથી અને નીચા મોંઢે બાંધી રાખે છે કે તે નમેલી જ રહે છે, આ સારું ન કહેવાય. વાડામાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ નહીં, ત્યાં ગંદવાડ, માખી-મચ્છર કે જંતુઓ ન હોય એ પણ જુઓ. મચ્છરથી બચવા માટે મચ્છરદાની લગાવવી જોઈએ.
રોગનું યોગ્ય નિયંત્રણ કરવું-
ભેંસને થતા મુખ્ય રોગો જેવા કે ખરપકા, મુંહપકા, પેટના કીડા અને ગળાઘોટૂ વગેરે માટે રસીકરણ કરવું જોઈએ. જો ભેંસને આ બીમારીઓ હોય તો તે યોગ્ય પ્રમાણમાં દૂધ આપી શકતી નથી. આ ઉપરાંત ભેંસને થનૈલા નામનો રોગ પણ લાગી શકે છે. યોગ્ય સમયે તેની ઓળખ કરીને તેની દવા કરાવવી જરૂરી છે.
Share your comments