Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

રાજ્યમાં બર્ડ ફ્લ્યુંની પુષ્ટિ, બત્તકોની ઉછેર કરનાર ત્રણ ખેડૂતોને થઈ આડઅસર

કેરળના અલપ્પુઝા જિલ્લામાં બે સ્થળોએ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ઇદથવા ગ્રામ પંચાયતના વોર્ડ 1 અને ચેરુથાણા ગ્રામ પંચાયતના વોર્ડ 3માં પાળવામાં આવેલી બતકોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. બર્ડ ફ્લૂના લક્ષણો દેખાયા પછી, બતકના નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા.

Amansinh Jadeja
Amansinh Jadeja
બર્ડ ફ્લુથી અરાજકતા સર્જાઈ
બર્ડ ફ્લુથી અરાજકતા સર્જાઈ

કેરળના અલપ્પુઝા જિલ્લામાં બે સ્થળોએ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ઇદથવા ગ્રામ પંચાયતના વોર્ડ 1 અને ચેરુથાણા ગ્રામ પંચાયતના વોર્ડ 3માં પાળવામાં આવેલી બતકોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. બર્ડ ફ્લૂના લક્ષણો દેખાયા પછી, બતકના નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી જ રોગની પુષ્ટિ થઈ છે. આ પછી, જિલ્લા વહીવટી અધિકારીએ પુષ્ટિ કરી કે નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) ની પુષ્ટિ થઈ છે. અલપ્પુઝા જિલ્લા પશુપાલન અધિકારી સજીવ કુમાર કેઆરએ જણાવ્યું હતું કે કુટ્ટનાડ ક્ષેત્રના એદાથુઆ અને ચેરુથાનામાં બતકોને H5N1 થી ચેપ લાગ્યો છે.

કેરળના ત્રણ ખેડૂતોએ પડ્યા બીમાર

એક અહેવાલ અનુસાર, જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે ત્રણ ખેડૂતોને અસર થઈ છે. તેમણે કહ્યું કે અબ્રાહમ ઓસેફ એદાથુઆમાં 7500 બતક હતા, પરંતુ 12 એપ્રિલથી 3000 બતક મરી ગયા છે. એ જ રીતે ચેરુથાનામાં રહેતા ખેડૂત રઘુનાથન ચિરાઈલ પાસે 2000 બતક હતા, જેમાંથી 238 મૃત્યુ પામ્યા છે, જ્યારે દેવરાજન ટીના 15,000 બતકમાંથી 171 બતક મૃત્યુ પામ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે બતકોના સામૂહિક મૃત્યુ પછી, તેમના નમૂનાઓ રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પ્રાણી રોગ સંસ્થાન, ભોપાલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેની પુષ્ટિ થઈ હતી.

બર્ડ ફ્લૂની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર એલેક્સ વર્ગીસ દ્વારા બર્ડ ફ્લૂની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજવામાં આવી હતી. અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે રોગના ફેલાવાને રોકવા માટે પગલાં શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા બાદ, હોટસ્પોટની 1 કિલોમીટરની ત્રિજ્યામાં પક્ષીઓની હત્યા શરૂ થશે. વર્તમાન મૂલ્યાંકન મુજબ, 21,537 પક્ષીઓ, જેમાંથી મોટા ભાગના બતક છે, હોટસ્પોટની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં રોગને રોકવા માટે મારી નાખવામાં આવશે.

આ પણ વાંચો: વરિયાળીમાં છે એટલા ગુણધર્મો કે તમે જાણીને ચોંકી જશો, મોટા-મોટા રોગોમાં છે ફાયદાકારક

શું રોગ માણસો પર તેની અસર થશે?

બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રેપિડ એક્શન ફોર્સની રચના કરવામાં આવશે અને પ્રાણી કલ્યાણ વિભાગ દ્વારા શક્ય તેટલી વહેલી તકે સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું કે બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી કારણ કે માનવીઓમાં રોગ ફેલાવાની કોઈ શક્યતા નથી. રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા પક્ષીઓને મારવાની કાર્યવાહી કરવામાં આવશે.

પક્ષીઓને માર્યા બાદ તેમના અવશેષોનો નિયત માપદંડો મુજબ નિકાલ કરવામાં આવશે. દરમિયાન, જિલ્લા પ્રશાસને હોટસ્પોટના 1 કિમીની ત્રિજ્યામાં પક્ષીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ત્રણ વર્ષમાં ચોથી વખત એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ થઈ છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More