Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

Beekeeping: મધમાખી માટે મધુરસ અને પરાગરજ પુરી પાડતી વનસ્પતિઓની ઓળખ

વનસ્પતિનો મધમાખી સાથેનો સબંધ ઘણો જૂનો છે. મધમાખીઓ તેનો ખોરાક મેળવવા માટે અમૂક વનસ્પતિના ફૂલમાંથી મધુ૨સ (નેકટર) અને પરાગરજ (પોલન) ભેગા કરે છે. આવા નાના પ્રમાણમાં ઝરતો મધુરસ અને પરાગરજ ભેગા કરવા મનુષ્ય માટે લગભગ અશક્ય જ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મઘ માટે રસ ભેગા કરતી મઘમાખી
મઘ માટે રસ ભેગા કરતી મઘમાખી

વનસ્પતિનો મધમાખી સાથેનો સબંધ ઘણો જૂનો છે. મધમાખીઓ તેનો ખોરાક મેળવવા માટે અમૂક વનસ્પતિના ફૂલમાંથી મધુ૨સ (નેકટર) અને પરાગરજ (પોલન) ભેગા કરે છે. આવા નાના પ્રમાણમાં ઝરતો મધુરસ અને પરાગરજ ભેગા કરવા મનુષ્ય માટે લગભગ અશક્ય જ છે. જો કે અવિરત પણે કામ કરી મધમાખી આશરે એક લાખ ફેરા કરીને એક કિલો મધનો જથ્થો ભેગો કરી શકે છે. મધમાખી આવું કરે ત્યારે એક ફૂલ પર થી બીજા ફુલ પર જાય છે ત્યારે અજાણપણે પરાગનયન પણ કરે છે અને ફલિનીકરણમાં મદદ કરી પાકનો ઉતારો વધારવામાં પણ મદદરૂપ બને છે. ગુજરાતમાં અજમો, વરિયાળી, જીરૂ, સુવા ગુલમહેંદી, રાતરાણી, ગરમાળો, તામ્રવૃક્ષ, રીંગણી, સાગ, ચીકુ, જામફળ, દાડમ, બોર, વેલાવાળા શાકભાજી વગેરે વનસ્પતિઓ મધમાખીઓને પરાગ અને મધુરસ પુરા પાડતા હોય છે.

વધુમાં મધુપાલકોની જાણ માટે ગુજરાતમાં સામાન્યતઃ વવાતા પાકો અને હયાત વૃક્ષો ઉપર વર્ષના કયા સમયે અને કેટલા સમય સુધી ફુલ અવસ્થા રહેતી હોય છે તેની પ્રાથમિક માહિતી અહીં આપેલ છે. આ વિસ્તારનાં મધુપાલકો દર્શાવેલ માહિતીના આધારે વનસ્પતિઓનું કેલેન્ડર વિકસાવી શકે છે. 

જામફળના ફૂલમાંથી રસ ભેગા કરતી મધમાખી
જામફળના ફૂલમાંથી રસ ભેગા કરતી મધમાખી

મધમાખીઓ માટે ઉપયોગી પાકો અને વૃક્ષોની ફૂલ અવસ્થાનો સમયગાળો

પાકો/ વૃક્ષો

ફૂલ અવસ્થાનો સમયગાળો

શરૂઆત

અગ્રીમ અવસ્થા

અંત

ખેતીના પાકો

સૂર્યમુખી

નવેમ્બર - બીજું અઠવાડીયુ

નવેમ્બર

ડિસેમ્બર

દિવેલા

સપ્ટેમ્બર - ચોથુ અઠવાડીયુ

સપ્ટેમ્બર

નવેમ્બર

શિયાળુ બાજરી

માર્ચ - ચોથુ અઠવાડીયુ

એપ્રિલ

મે

રજકો

માર્ચ - ચોથુ અઠવાડીયુ

એપ્રિલ

મે

તલ

નવેમ્બર- બીજુ અઠવાડીયુ

નવેમ્બર

ડિસેમ્બર

ખરીફ મગ

સપ્ટેમ્બર - બીજું અઠવાડીયુ

સપ્ટેમ્બર

ઓક્ટોબર

ધાણા

જાન્યુઆરી - ત્રીજુ અઠવાડીયુ

જાન્યુઆરી

ફેબ્રુઆરી

ચોમાસું બાજરી

સપ્ટેમ્બર - બીજુ  અઠવાડીયુ

 

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

મકાઇ

જાન્યુઆરી - ચોથુ અઠવાડીયુ

ફેબ્રુઆરી

માર્ચ

જુવાર

મે – બીજુ અઠવાડીયુ

 

જુન

જુન

રાઇ

નવેમ્બર - ચોથુ અઠવાડીયુ

જાન્યુઆરી

ફેબ્રુઆરી

વરિયાળી

ફેબ્રુઆરી - બીજુ અઠવાડીયુ

ફેબ્રુઆરી

માર્ચ

ડુંગળીની ફૂલમાંથી રસ  ભેગા કરતી મઘમાખી
ડુંગળીની ફૂલમાંથી રસ ભેગા કરતી મઘમાખી

સુશોભન પાકો

ગલગોટા

જાન્યુઆરી પહેલુ અઠવાડીયુ

જાન્યુઆરી

ફેબ્રુઆરી

ટીકોમાં

જાન્યુઆરી પહેલુ અઠવાડીયુ

જાન્યુઆરી

ઓગષ્ટ

 

ગોલ્ડન રોડ

સપ્ટેમ્બર પહેલુ અઠવાડીયુ

સપ્ટેમ્બર

નવેમ્બર

રીંગણની ફૂલમાંથી રસ ભેગા કરતી મધમાખી
રીંગણની ફૂલમાંથી રસ ભેગા કરતી મધમાખી

ઔષધિય પાકો

શંખપુષ્પી

ફેબ્રુઆરી - બીજુ અઠવાડીયુ

ફેબ્રુઆરી

માર્ચ

 

આમળા

માર્ચ  બીજુ અઠવાડીયુ

એપ્રિલ

મે

અજમો

જાન્યુઆરી બીજુ અઠવાડીયુ

ફેબ્રુઆરી

માર્ચ

 

ડમરો

ઓક્ટોબર બીજુ અઠવાડીયુ

ઓક્ટોબર

ડિસેમ્બર

મકાઈની ફૂલમાંથી રસ ભેગા કરતી મઘમાખી
મકાઈની ફૂલમાંથી રસ ભેગા કરતી મઘમાખી

વૃક્ષો

જંગલી બાવળ

ડિસેમ્બર

જાન્યુઆરી

ફેબ્રુઆરી

નિલગીરી

સપ્ટેમ્બર

ઓક્ટોબર

નવેમ્બર

ગોરસ આમલી

જાન્યુઆરી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

આમલી

જુલાઇ

ઓગષ્ટ

 

સપ્ટેમ્બર

દેશી બાવળ

જુલાઇ

ઓગષ્ટ- સપ્ટેમ્બર

 

ઓક્ટોબર

સાગ

જુલાઇ

ઓગષ્ટ

 

સપ્ટેમ્બર

ખજુર

માર્ચ

 

એપ્રિલ

મે

લીમડૉ

 

માર્ચ

 

એપ્રિલ

મે

કરંજ

એપ્રિલ

મે

જુન

ગુલમહોર

જુન

જુલાઇ

ઓગષ્ટ

 

બોર

સપ્ટેમ્બર

ઓક્ટોબર

નવેમ્બર

લીંબુ

માર્ચ

એપ્રિલ

મે

જાંબુ

 

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

-

સૌજન્ય: 

આર. ડી. ડોડીયા, ડૉ. એન. પી. પઠાણઅને ડૉ. પી. એસ. પટેલ

કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય

પાક સરંક્ષણ વિભાગ, બાગાયત મહાવિધ્યાલય

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિધ્યાલય, સરદારકૃષિનગર

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More