મધમાખી પાલન કરવા માટેનો યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર–નવેમ્બર હોય છે. આધુનિક મધમાખી પાલનમાં મધપેટીમાં વ્યવસ્થિત ઢાંચામાં મધપૂડો તૈયાર કરવામાં આવે છે અને તેમાં મધ તૈયાર થાય છે. આ મધપૂડાને વારંવાર હટાવી શકાય છે અને વારંવાર ઉપયોગમાં લાવી શકાય છે.
મધમાખી પાલકોએ ધ્યાનમાં રાખવાની બાબતો
- મધમાખી પાલન માટે ચોખ્ખા પાણીની સગવડવાળી અને વાહનોની અવરજવર વધુ ન હોય તેવી ખુલ્લા તડાકાવાળી જ્ગ્યા પસંદ કરવી જોઈએ.
- મધમાખી પાલન માટે મધમાખીઓની વિવિધ પ્રજાતિ (એપીસ મેલીફેરા અને એપીસ સેરેના) ની માઈટ રહિત તેમજ રોગમુક્ત કોલોની પસંદ કરો.
- મધમાખી પાલન માટે ફુલોવાળી વનસ્પતિનું મોટા પાયા પર વાવણી કરવી જોઈએ.
- મધમાખીના પેટીઓમાં એન્ટીબાયોટીક્સ તેમજ વિષાક્ત રસાયણોનો ઉપયોગ ન કરવો જોઈએ.
- મધમાખીઓના કીટ તેમજ રોગોના અટકાવ માટે સુરક્ષિત કિટનાશકો તેમજ વનસ્પતિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ.
- મધના સુરક્ષાયક્તુ તેમજ ગુણવતાયક્તુ સંગ્રહ માટે સ્ટેનલીસ સ્ટીલના ડબ્બા અથવા ફૂડ ગ્રેડ પ્લાસ્ટીકના ડબ્બા અથવા ડ્રમ નો ઉપયોગ કરવો.
- મધમાખી પાલકોએ રાષ્ટ્રીય મધમાખી બોર્ડમાં પોતાનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવું જોઈએ.
- મધમાખીઓની કોલોનીને સ્થળાંતરણ કરતાં પહેલા મધ કાઢી લેવું જોઈએ અને તેનું સ્થળાંતરણ હમેશા સાંજના સમયે કરવામાં આવે તો સારૂ રહે છેઅને જ્યાં મધપેટીઓ પહોંચાડવાની હોય ત્યાં ૧૦ થી ૧૨ કલાકમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
- મધમાખીના વિવિધ રોગોના નિયંત્રણ માટે સમયે સમયે નિષ્ણાંતની સલાહ આવશ્ય લેવી.
આ પણ વાંચો -
મધપેટીમાં મધમાખીપાલન કઈ રીતે કરવું ?
જાણો, કેવી રીતે ચાલે છે ? મધમાખીનું જીવનચક્ર
મધમાખી પાલન ઉદ્યોગ અન્ય ઉદ્યોગની સરખામણીએ કઈ રીતે વધુ કમાણી કરી આપે છે ?
Share your comments