Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

હિન્દુ,જૈન,શીખ અને બૌદ્ધ વિસ્તારોમાં ગૌમાંસ પર પ્રતિબંધ: સરમા

આસામ વિધાનસભામાં સોમવારે મુખ્યમંત્રી હિંમંતા બિસ્વા સરમા દ્વારા રજૂ કરવામાં આવેલા સેવ કૈટલ બિલ મુજબ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ વિસ્તારોમાં ગોમાંસ અથવા માંસના ઉત્પાદનોની વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આસામ વિધાનસભામાં સોમવારે મુખ્યમંત્રી હિંમંતા બિસ્વા સરમા દ્વારા રજૂ કરવામાં આવેલા સેવ કૈટલ બિલ મુજબ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ વિસ્તારોમાં ગોમાંસ અથવા માંસના ઉત્પાદનોની વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આસામ વિધાનસભામાં સોમવારે મુખ્યમંત્રી હિંમંતા બિસ્વા સરમા દ્વારા રજૂ કરવામાં આવેલા સેવ કૈટલ બિલ મુજબ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ વિસ્તારોમાં ગોમાંસ અથવા માંસના ઉત્પાદનોની વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈપણ મંદિર અથવા વૈષ્ણવ મઠો ના “5 કિ.મી.ની ત્રિજ્યાની અંદર માંસ વેંચવા કાયદા વિરૂદ્ધ ગણવામાં આવશે.

આ અસમ પશુ સંરક્ષણ બિલ, 2021 નું એક અનોખું પાસું છે, જેના મુજબ પશુઓના "કતલ, વપરાશ, ગેર કાયદેસર પરિવહન" પર નિયંત્રિત કરવાનો છે. અસમનો મુખ્ય પ્રધાન હેંસ બિસ્વ સરમાનો કહવું છે કે આ કાયદા પશુ સંરક્ષણ અધિનિયમ, 1950ની જગ્યા લેશે, જેમા પશુઓને કતલ, વપરાશ અને પરિવહનને નિયંત્રિત કરવાની પૂરતી કાનૂની જોગવાઈઓ નથી,અને હવે તે કાયદાને રદ કરવામાં આવ્યુ છે.

છાણના કારોબારથી પણ મેળવી શકાય છે લાખો રૂપિયાની કમાણી

બીજી બાજુ આ બિલને લઈને વિપક્ષી આગેવાન અને કોંગ્રેસ નેતા દેબારથા સાકરિઆના કહવું છે કે બિલમાં એવા ઘણા સમસ્યારૂપ ક્ષેત્રોનો નામ પણ એટલે તેની કાનૂની નિષ્ણાતો દ્વારા તપાસ કરાવી જોઈએ. “ઉદાહરણ તરીકે, માંસ વિશે 5 કિ.મી.નો નિયમ છે, ત્યાં કોઈ હિંદુવાદી પત્થર મૂકીને ‘મંદિર’ બનાવી શકે છે, તેથી તે બિલ ખૂબ જ અસ્પષ્ટ બની જાય છે અને તેનાથી ઘણાં કોમી તનાવ થઈ શકે છે.

બીજી બાજુ ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા અમિનુલ ઇસ્લામનાં કહવું છે કે આ બિલ ગાયોનું રક્ષણ કરવા, અથવા તો ગાયોને માન આપવાનું માટે નથી પણ આ તો મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને સમુદાયોને વધુ ધ્રુવીકરણ આપવા માટે લાવવામાં આવ્યું છે. અમે તેનો વિરોધ કરીએ છીએ અને તેને રદ્દ કરવાની માંગ કરીએ છીએ.

અસમનો પ્રસ્તાવિત કાયદો વિવિધ પશુઓના પ્રકારોમાં પણ ભેદ પાડતો નથી - તે બધા પશુઓને લાગુ પડશે જેમાં "બળદ, બળદ, ગાય, , વાછરડા, નર અને માદા ભેંસ અને ભેંસના વાછરડા" શામેલ છે. કતલ વિરોધી કાયદાના મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેમાં ફક્ત ગાયના વંશનો સમાવેશ થાય છે ભેંસોનો નહીં.

ગાયના ગોબર(છાણ) નું મહત્વ

આ બિલમાં આંતર-રાજ્ય પરિવહન અને ત્યાંથી તેમજ માન્ય દસ્તાવેજો વિના આસામ દ્વારા પ્રતિબંધ મૂકાયા છે. સરમાએ અગાઉ કહ્યું હતું કે સૂચિત કાયદામાં બાંગ્લાદેશમાં પશુઓની ચોરીને રોકવા માટે આ બિલ અવરજવર પર પ્રતિબંધ મૂકે છે. આસામની 263 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. તેમણે કહ્યું કે 1950 ના કાયદામાં "પશુઓના કતલ, વપરાશ અને પરિવહનના નિયમન માટે" પૂરતી કાનૂની જોગવાઈઓનો અભાવ હતો અને તેથી નવો કાયદો ઘડવામાં આવ્યુ છે.

શુ હતું 1950ના પશુ કાયદા

1950 ના કાયદા મુજબ, પશુઓની કતલ માટે ફક્ત 14 વર્ષથી વધુ વયના પશુ અથવા કામ માટે અયોગ્ય પશુઓને જ કાપવાની મંજૂરી આપવામાં આવી હતી,જેમા સ્થાનિક પશુરોગ અધિકારી દ્વારા જારી કરવામાં આવતા "ફીટ-ફોર-કતલ પ્રમાણપત્ર" મળવા પછી થથુ હતુ. નવા કાયદા હેઠળ, બધા પશુઓ માટે સમાન મંજૂરી પ્રમાણપત્ર આવશ્યક છે. જો કે, ગાયના કતલ પહેલા પણ અમાન્ય હતો..

નવુ કાયદા શુ છે

હવે નવા કાયદા મુજબ પશુચિકિત્સા અધિકારી એ અભિપ્રાય ન રાખતા હોય ત્યાં સુધી કોઈ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં, ભળે પશુ  ગાય હોય કે પછી ચૌદ વર્ષથી વધુના બીજા કોઈ પશુ.

બિલની કલમ 7 મુજબ પશુઓના પરિવહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યુ છે, માન્ય પરવાનગી વિના, પશુઓને આસામથી એવા રાજ્યોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યુ છે જ્યાં પશુઓનાં કતલને લઈને કોઈ પણ કાયદો નથી. સાથે જ બીજા રાજ્યોનાં પશુઓને  વગર દસ્તાવેજોને અસમમાં લાવવાનું કાયદા વિરુદ્ધ છે.

જો કે, જિલ્લામાં, રજિસ્ટ્રડ ચરાવવાહ અથવા અન્ય કૃષિ પશુપાલક હેતુ અને રજિસ્ટર્ડ પશુ બજારોમાં પરિવહન કરવા માટે કોઈ પરવાનગીની આવશ્યકતા નથી.પ્રસ્તાવિત કાયદો પોલીસ અધિકારીઓને  અથવા સરકાર દ્વારા અધિકૃત અન્ય કોઈ પણ વ્યક્તિને તેમના અધિકાર ક્ષેત્રની અંદર “પ્રવેશ અને નિરીક્ષણ” કરવાની સત્તા આપે છે.1950 ના કાયદામાં, આ સત્તા ફક્ત પશુરોગ અધિકારી અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીને આપવામાં આવી હતી.

દોષીને થશે ત્રણ વર્ષની જેલ

તે કાયદા મુજબ જે પણ દોષી સાબિત થાય છે તેને ઓછામાં ઓછા ત્રણ વર્ષની (આઠ વર્ષ સુધીનો વધારો) જેલ અથવા ત્રણ લાખ રૂપિયા અથવા બંનેની સજા થઈ શકે છે, પરંતુ પુનરાવર્તિત અપરાધીઓ માટે સજા બમણી કરવામાં આવશે.

 તેમછતાં આ કાયદા કેટલીક છૂટ પાણ આપે છે, જેમ કે ગાયના વાછરડાની ધાર્મિક પ્રસંગોમાં બલિ ચડાવાની આ કાયદા મંજુરી આપે છે. સરકાર વસૂલવામાં આવેલા પશુઓની સંભાળ રાખવા માટે પ્રતિબદ્ધ છે અને ગૌશાળાઓ ની સ્થાપના પણ કરશે.

ગુજરાતની ગીર ગાય બની બ્રાઞિલની ઓળખાણ,સિક્કો પર આપ્યુ સ્થાન

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More