ગુજરાતના બનાસકાંઠા અને આણદ જિલ્લાની વઘારે રીતે મહિલા ખેડૂતોએ પશુપાલનના ધંઘામાં સકળાયેલી છે.આજે અમે આપણી દૂધના ઉત્પાદન કરવા વાળા ભાઈ-બેનો માટે એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ.આજે અમે તમને બતાવીશુ કે તમે કેવી રીતે દૂધના ઉત્પાદનામાં વધારો કરી શકો છો અને મોટી કમાણી કરી શકો છો.
પશુઓને ખવડાઓ અઝોલા
મધ્ય પ્રદેશના જબલપુરમાં સ્થિત જવાહર લાલ નેહરૂ કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ વધારે દૂધ ઉત્પાદન કેવી રીતે થાય એના વિષય શોધખોળ કરી છે.શોધખોળ પછી વૈજ્ઞાનિકોએ પશુપાલકો ને સલાહ આપી છે કે તે લોકો દૂધના ઉત્પાદન વધારવા માટે આપણ પશુઓને અઝોલા ખવડાએ.ડૉ પ્રમોદ શર્મા આ શોધખોળ વિષય કહ્યુ કે પશુઓને અઝોલા આપવાથી દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. શર્માએ કહ્યુ કે પશુઓને અઝોલા ખાવાની ટેવ પાડવા માટે પહલે લીલા અઝોલા ખવડાવું જોઈએ.પછી તેના શુષ્ક ચારા સાથે પશુઓને ખવડાવામા આવે છે.
શુ છે અઝોલા
અજોલાના વિષયમાં ડૉ પ્રમોદ કહે છે કે તે જળચર ફર્ન છે જે ઝડપતિ વિકસે છે. તમે એને તળાવ કે પછી કુવાઓની જળચર સપાટી પર જોયું જ હશે. લીલો ખાતર તરીકે ઉપયોગી એઝોલા કુદરતી રીતે ઘણી વખત વધે છે. તેમાં નાઇટ્રોજન મોટી માત્રામાં જોવા મળે છે. એઝોલા ભારતના ગરમ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. આનાથી જમીનની ખાતરની ક્ષમતામાં વધારો થાય છે. તેમાં હાઇબ્રિડ નેપીઅર કરતા 4 થી 5 ગણા પ્રોટીન હોય છે. અજોલા તેની ઘણા ગુણધર્મોના કારણે લીલા સોના અથવા પ્રાણી પશુ તરીકે ઓળખાય છે.
પશુઓને શુ ફાયદા પહુંચાડે છે?
ઓઝાલાને લઈને પશુપાલકોના મનમાં એક સવાલ આવ્યા હશે, કે અઝોલા ખવડાવા થી શુ ફાયદા થાય છે? તેનો ઉત્તર છે કે અઝોલા સસ્તુ, સુપાચ્ચ તથા પૌષ્ટિક આહાર છે. જે પશુઓમાં જુદા-જુદા પોષક તત્વોને પૂરા પાડે છે. અઝોલા પશુઓમા વંધ્યત્વને દૂર કરે છે.સાથે જ તેમા આયરન, ફાસ્ફોરસ અને કૈલ્શિયમ મોટી માત્રામાં હોય છે. જે પશુઓને શારીરિક શક્તિ આપે છે.
મુખય ખનિજ તત્વો
જે પશુઓમાં પેશાબમાં રક્તસ્રાવ થવાની સમસ્યા હોય છે તેમને અઝોલા ખવડાવવા જોઈએ. આ સિવાય એઝોલામાં વિટામિન, પ્રોટીન, એમિનો એસિડ જેવા તત્વો જોવા મળે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ હોય છે. ફોસ્ફરસ, કોપર, આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
Share your comments