ઘણી વખત પશુઓને ઈમર્જન્સી સ્થિતિમાં પ્રાથમિક સારવાર મળી શકતી નથી. આ સંજોગોમાં તેમની બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. જો આ સ્થિતિમાં પશુઓને પ્રાથમિક સારવાર મળી જાય તો તેઓ અનેક ગંભીર બિમારીથી બચી શકે છે. તો ચાલો પશુપાલનને પશુઓની પ્રાથમિક સારવારને લગતા કેટલાક ઉપાયો વિશે માહિતી મેળવીએ.
પશુઓ બેભાન થઈ જવા
મોટાભાગના પશુઓ બેભાન થવા પાછળનું કારણ પાણીમાં ડુંબવા, માથા પર ઈજા,શ્વાસ રુંધાવો કે વીજળીનો કરંટ લાગવા જેવી સ્થિતિ જવાબદાર હોય છે. પશુ બેભાન થાય તો તે સ્થિતિમાં પશુના માથા પર ઠંડાપાણીના પોતા રાખવા જોઈએય જો પશુને કરંટ લાગે તો પગ અને છાતીમાં માલીશ કરવું જોઈએ. તેને લીધે પશુને ગરમી મળે છે. થોડા સમય બાદ પશુને મીંઠા અને ગોળનું પાણી આપવું જોઈએ.
પશુઓના શરીર પર ઘા લાગે ત્યારે
ઘણી વખત પશુ ઈજાગ્રસ્ત થવાથી શરીર પર ઘા લાગે છે. તે બે પ્રકારના હોય છે. પહેલી સ્થિતિમાં ચામડી ફાટી જાય છે, તો બીજી સ્થિતિમાં ચામડી ફાટતી નથી. જો પશુઓની ચામડી ફાટી જાય તો તે જગ્યાએ સોજો કે લોહી જમા થઈ જાય છે. આ સંજોગોમાં પશુપાલક બરફ કે ઠંડા પાણીથી ઈજાના ભાગ ઉપર સફાઈ કરે. તેનાથી પશુઓને ચેપ નહી લાગે. જો ઈજાનો ભાગ ખુલી ગયો હોય તો તેના પર એન્ટીસેપ્ટીક ક્રીમ લગાવી શકો છો. આ ઉપરાંત રક્તસ્ત્રાવ થતો હોય ત્યાં ટિંચર બેન્ઝોઈનનો ઉપયોગ કરી શકાય છે.
પશુઓના કોઈ અંગનું હાંડકુ તુટી જાય (ફ્રેક્ચર થાય)
જો પશુઓ ખાડામાં પડી જાય કે ઉંચી જગ્યાએથી પડી જાય તો મોટાભાગે તેમના પગના હાંડકા તૂટી જાય છે કે ફ્રેક્ચર થઈ જાય છે. આ સંજોગોમાં તૂટી ગયેલા હાંડકાને વાંસના ટૂકડાથી બાંધી દેવો જોઈએ. જો વાંસ ન હોય તો પશુપાલક ઝાડની મજબૂત ડાળીનો પણ ઉપયોગ કરી શકે છે. અત્રે એ વાત નોંધનીય છે કે પશુઓના હાંડકા બે રીતે તૂટે છે. પહેલી સ્થિતિમાં હાંડકુ ચામડીની અંદર રહી જાય છે, તો બીજી સ્થિતિમાં હાંડકુ બહાર નિકળી જાય છે. પશુપાલકે ધ્યાન આપવું જોઈએ કે પશુઓના હાંડકા બહાર નિકળી જવાના સંજોગોમાં જોખમ વધી જાય છે.
કોઈ અંગમાંથી રક્તસ્ત્રાવને અટકાવવું
જો પશુઓના શરીરમાંથી કોઈ કારણથી રક્તસ્ત્રાવ થવા લાગે છે તો પશુપાલકે સૌથી પહેલા લોહીને અટકાવવા માટે ઈજાગ્રસ્ત ભાગને મજબૂત રીતે બાંધી દેવો જોઈએ. આ ઉપરાંત કોઈ અંગ કપાઈ ગયુ હોય તો તેને પણ મજબૂત રીતે બાંધી જેવું જોઈએ. જોકે, પશુઓના કપાયેલી જગ્યાને બાંધવી મુશ્કેલ હોય છે. પણ આ સ્થિતિમાં પશુપાલકે કપડાને ફટકડીના મિશ્રણમાં પલાડી પશુના ઈજાગ્રસ્ત ભાગ પર બાંધી દેવું જોઈએ.
આંખમાં કંઈ પડે તો
જો પશુઓની આંખમાં કંઈ પડે કે કીચડ કે ગંદકી હોય તો તે કપડાંની મદદથી તે કાઢી લેવું જોઈએ. ત્યારબાદ તેને શુદ્ધ પાણીથી આંખોને સાફ કરી દેવી જોઈએ.
Share your comments