Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુપાલકોને છેતરપિંડીથી બચાવવા વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી તકનીક, આવી રીતે કરશે કામ

પશુપાલકની સૌથી મોટી ચિંતા હોય છે કે જે ગાય તે ખરીદીને લાવ્યો છે તે કેટલો દૂઘ આપશે. શું તે પશુ વેચનાર વેપારી મુજબ 10 થી 12 લીટર દૂઘ આપશે કે પછી તેથી ઓછો. આ સમસ્યાને લઈને પશુપાલકોએ કેટલી વાર ચિંતામાં મુકાઈ જાય છે. જો આપણે દેશી ગાયની વાત કરીએ તો તેઓ દિવસમાં 11 થી 15 લીટર દૂધ આપે છે અને ભેંસ 18 થી 20 લિટર દૂધ આપે છે, પરંતુ ક્યારે ક્યારે આવું બને છે કે બન્ને ઓછા દૂધ આપવા માંડે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

પશુપાલકની સૌથી મોટી ચિંતા હોય છે કે જે ગાય તે ખરીદીને લાવ્યો છે તે કેટલો દૂઘ આપશે. શું તે પશુ વેચનાર વેપારી મુજબ 10 થી 12 લીટર દૂઘ આપશે કે પછી તેથી ઓછો. આ સમસ્યાને લઈને પશુપાલકોએ કેટલી વાર ચિંતામાં મુકાઈ જાય છે. જો આપણે દેશી ગાયની વાત કરીએ તો તેઓ દિવસમાં 11 થી 15 લીટર દૂધ આપે છે અને ભેંસ 18 થી 20 લિટર દૂધ આપે છે, પરંતુ ક્યારે ક્યારે આવું બને છે કે બન્ને ઓછા દૂધ આપવા માંડે છે. ખેડૂત ભાઈયો તેના પાછળ કોઈ બીમારી નથી પણ જેના થકી તમે ભેંસ કે ગાય ખરીદી છે, તેઓ તમારા સાથે છેડા કરીને જતો રહ્યો છે અને તમને ઓછા દૂધ આપતી ગાય કે ભેંસ તે કઈને વેચીને જતો રહ્યો છે કે તે વધુ દૂધ આપે છે.

આથી ત્યાં સૌથી મોટી બાબત એવું છે તેને રોકવામાં કેવી રીતે આવે તો તેના માટે ક તો તમારે પશુ વેચનાર વ્યક્તિ પર ધ્યાન આપવું પડે કે તે બહાર ગામના તો નથી ને જો તે બહાર ગામના છે તો 2-3 દિવસ તેના ઉપર નજર રાખો, જેથી ખબર પડી શકે જે પશુ તેઓ વેચવા આવ્યો છે તેને લઈને તે ખોટું તો નથી બોલી રહ્યો ને કે તેની ભેંસ કે ગાય 10 થી 15 લીટર દૂધ આપે છે.  એમ તો આ કામ બવ અઘરૂં છે પણ તમારે આ કરવું પડે. પરંતુ જો તમે આ કરવા નથી ઇચ્છતા તો અમે તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ તમારૂં આ કામ સહેલું કરવા માટે એક મશીન વિકસાવી દીધી છે, જેની માહિતી અમે તમને આજના આ આર્ટિકલમાં આપીશું.

છેતરપિંડીને રોકવા માટે તૈયાર કરાઈ મશીન

ગાય અને ભેંસની ખરીદી દરમિયાન ખેડૂતો સાથે ઘણી છેતરપિંડી થાય છે, જેને રોકવા માટે ગુરૂ અંગદ દેવ વેટેરનરી એન્ડ એનિમલ સાઇંસ યુનિવર્સિટી, લુધિયાણા, પંજાબના વૈજ્ઞાનિકોએ એક મશીન બનાવી છે, જો કે પશુઓની ખરીદી અને વેચાણમાં છેતપિંડીને અટકાવશે. યુનિવર્સિટીના એનિમલ બાયલોજી વિભાગના વૈજ્ઞાનિક ડૉ નીરજ કશ્યપએ જણાવ્યું કે આ ખાસ મશીન બનાવવા માટે ઈલેક્ટ્રોનિક વજન મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની સાથે કેટલાક વધુ સાધનો પણ ઉમેરવામાં આવ્યા છે. આ બધા એઆઈ અને આઈઓટી સાથે એકબીજા સાથે જોડાયેલા છે.

 કેવી રીતે કામ કરશે

ડૉ નીરજ મુજબ સવારે કે પછી સાંજના સમય જ્યારે પશુપાલકોએ દૂધ કાઢે છે ત્યારે વાસણ સાથે આ મશીન પ્રાણીના નીચે મુકવી પડશે. આ પછી દૂધ કાઢવાનું રહેશે જેમ જેમ દૂધ વાસણમાં આવશે તેમ તેમ તેમ તેનું દૂધ એઆઈ અને આઈઓટીની મદદથી ગૂગલ ક્લાઉડ પર અપડેટ થતું રહેશે, જેના માટે મોબાઇલ પર એક એપ પણ ડાઉનલોડ કરવાની રહેશે. તે મોબાઇલ બ્લૂટૂથ ઓન કરીને કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે પશુપાલકે ગાય અથવા ભેંસને સંપૂર્ણ રીતે દૂધ પીવડાવ્યું હોય, ત્યારે દૂધનું કુલ વજન ક્લાઉડ પર અપડેટ થાય છે.

દૂધ સાથે છેડછાડ થશે તો પકડાઈ જશો

ડૉ નીરજ કશ્યપે જણાવ્યું કે ગાય અને ભેંસને ચાર આંચળ હોય છે. દૂધ કાઢતી વખતે, મશીન તેની યાદમાં ચાર આંચળની ગણતરી રાખે છે. ઉપરાંત, દરેક આંચળમાંથી નીકળતા દૂધના પ્રવાહની ગતિ અને જાડાઈ અલગ અલગ હોય છે. હવે ચાર સિવાય, મશીન પાંચમી ધાર પકડી લેશે. ઉપરાંત, મશીન વાસણ અને મગમાંથી પાણી અથવા દૂધ મિશ્રિત પણ પકડી લેશે. આ પછી, મશીનની મદદથી, ક્લાઉડ પર ભૂલો દેખાવાનું શરૂ થશે અને પશુપાલક છેતરપિંડીથી બચાઈ જશે.

આ પણ વાંચો:પશુધનની સંખ્યા વધારવા માટે એનડીડીબીની મોટી પહેલ,ખેડૂતોને મળશે ઓછા ભાવે સેક્સ સોર્ટેડ

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More