ખેડૂત સતત એ બાબતને લઈ પ્રયત્નશીલ હોય છે કે તે વધારે પ્રમાણમાં પાકોનું ઉત્પાદન કરે, જેથી તેને વધારે સારો નફો મળી શકે. પણ અહીં તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સરસવનું ઉત્પાદન કરનારા ખેડૂતો આજકાલ વિશેષ દુખી જણાય છે. તેઓ એવા સમયે દુખી છે કે જ્યારે સરસવનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી તેમને વધારે નફો કમાવી રહ્યા છે. જોકે આ સંજોગોમાં પણ તેઓ દુખી છે. તેમનામાં કેટલીક બાબતને લઈ દહેશતનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. છેવટે આ ખેડૂતોમાં કઈ બાબતને લઈ જોખમ છે...
સરસવનો પાક ઉગાડનાર ખેડૂતભાઈઓને અર્થશાસ્ત્રના એ નિયમને લઈ દહેશત જેમા કહેવામાં આવેલુ છે કે કોઈ ચીજવસ્તુના પુરવઠામાં વધારો થવાના સંજોગોમાં તેની ઉપર થતી આવકમાં ઘટાડો થાય છે. આ સંજોગોમાં આ વખતે સરસવના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ડરનો માહોલ છે.
આંકડા શું કહે છે
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે વર્ષ 2020-21માં સરસવનું ઉત્પાદન 104.3 લાખ ટન થયું છે. ગત વર્ષ આ ઉત્પાદનનું પ્રમાણ 91.6 લાખ ટન હતુ. અગાઉ ક્યારેય આટલા વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું નથી.
શું કહે છે કૃષિ નિષ્ણાતો
બીજી બાજુ આ સંદર્ભમાં કૃષિ નિષ્ણાતનું કહેવું છે કે વર્તમાન સમયમાં સરસવની આવક ઓછી છે, જેને લીધે ખેડૂત ભાઈઓએ તેમના પાકો પર સારો નફો મળશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો. પણ જો ભવિષ્યમાં સરસવની આવકમાં વધારો થવાના સંજોગોમાં ખેડૂતભાઈઓને તેમના પાકની યોગ્ય કિંમત નહીં મળી શકે.
કૃષિ નિષ્ણાતો આ સલાહ પણ આપે છે
ખેડૂતભાઈઓના મનમાં જે પ્રકારે ડરનો માહોલ છે તે સતત વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી કૃષિ નિષ્ણાત કહે છે કે જો ખેડૂત ઈચ્છે છે કે આગામી સમયમાં પણ તેમના પાકોમાં વ્યાજબી ભાવ મળે છે એટલે કે મર્યાદિત પ્રમાણમાં નફો મળે છે તો તેના ઉત્પાદનમાં ઘટાડો કરી શકાય છે.
Share your comments