Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપશે કેન્દ્ર સરકાર, મોદી 3.O ના 100 દિવસના કાર્યક્રમમાં કરવામાં આવ્યું સમાવેશ

નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, IFFCO દ્વારા 1 જુલાઈ 2024 ના એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત IFFCO દ્વારા 200 મોડલ નેનો વિલેજ ગ્રુપ્સ (ક્લસ્ટર) પસંદ કરવામાં આવ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, IFFCO દ્વારા 1 જુલાઈ 2024 ના એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત IFFCO દ્વારા 200 મોડલ નેનો વિલેજ ગ્રુપ્સ (ક્લસ્ટર) પસંદ કરવામાં આવ્યા છે. તેના દ્વારા, IFFCO 800 ગામોના ખેડૂતોને નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી અને સાગરિકાની કિંમત (MRP) પર 25 ટકા સબસિડી આપી રહ્યો છે. જેથી ખેડૂતો તેમના ખેતરોમાં નેનો ખાતરનો મહત્તમ ઉપયોગ કરી શકે. આ સાથે, ઇફ્કો ડ્રોન ઉદ્યોગકારોને પ્રતિ એકર 100 રૂપિયાની ગ્રાન્ટ પણ આપશે, જેના થકી તેઓને ઓછા દરે છંટકાવની સુવિધા મળી શકે. આ મોડેલ નેનો વિલેજમાં ઉગાડવામાં આવતા પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં થયેલા વધારાનું મૂલ્યાંકન કરાવા માટે ખેડૂતોને માહિતગાર કરાવશે.

પીએમ મોદીના 100 દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ

કૃષિમાં નેનો ખાતરનો ઉપયોગ વધારવા માટે, માનનીય વડાપ્રધાને 100 દિવસની એક્શન પ્લાન પણ શરૂ કરી છે, જે અંતર્ગત 413 જિલ્લામાં નેનો ડીએપી (પ્રવાહી)ના 1270 ટ્રાયલ અને 100 જિલ્લામાં નેનો યુરિયા પ્લસ (લિક્વિડ)ના 200 ટ્રાયલ કરવામાં આવશે. આ ટ્રાયલ્સમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજ્ય કૃષિ યુનિવર્સિટી અને અન્ય સંશોધન સંસ્થાઓની મદદ લેવામાં આવશે અને ભારત સરકાર દ્વારા તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.

ખેડૂતોને નેનો ખાતરના ફાયદા વિશે જણાવવામાં આવશે

IFFCO સહકારી મંડળીઓ અને અન્ય વેચાણ કેન્દ્રોને નેનો ખાતર ઉપલબ્ધ કરાવશે. ખેડૂતોને નેનો ખાતરના ફાયદા વિશે જણાવવામાં આવશે. IFFCO ખેડૂતોને નેનો ખાતરના છંટકાવ માટે 2500 કૃષિ ડ્રોન ઉપલબ્ધ કરાવી રહી છે, જેના માટે 300 'નમો ડ્રોન દીદી' અને ડ્રોન સાહસિકો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રકારના સ્પ્રેયર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેના દ્વારા ખેડૂતો તેમના ખેતરમાં સરળતાથી નેનો ખાતરનો છંટકાવ કરી શકશે. ડ્રોન દ્વારા 245 લાખ એકર જમીનમાં છંટકાવ કરવા માટે 15 સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે, જે ખેડૂતોના ખેતરોમાં છંટકાવ કરશે. જણાવી દઈએ કે પ્રત્યેક સ્પ્રે પર પ્રતિ એકર 100 રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

ઈફકોએ લક્ષ્યાંક રાખ્યો

ઓગસ્ટ 2021 થી 26 જૂન, 2024 સુધીમાં, ખેડૂતો દ્વારા IFFCO દ્વારા ઉત્પાદિત કુલ 7.55 કરોડ નેનો યુરિયા અને 0.69 કરોડ નેનો DAP બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેડૂતોને મહત્તમ લાભ આપવા માટે, IFFCOએ વર્ષ 2024-25માં 4 કરોડ નેનો યુરિયા પ્લસ અને 2 કરોડ નેનો DAP બોટલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ક્રમમાં, IFFCO એ એપ્રિલ 2024 થી ખેડૂતોને ઉચ્ચ સાંદ્રતા નેનો યુરિયા પ્લસ (લિક્વિડ) 20% w/v N ઉપલબ્ધ કરાવ્યું છે, જે ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદકતા અને પર્યાવરણીય સંરક્ષણમાં વધારો કરવામાં મદદ કરશે.

તાલીમનું આયોજન કરવામાં આવશે

આ મેગા અભિયાન અંતર્ગત IFFCO દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં પ્રચાર, ક્ષેત્ર પરીક્ષણ, સહકારી મંડળીઓના સચિવોની તાલીમ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાતર મંત્રાલય પણ આ યોજનાના અમલીકરણમાં સહકાર આપશે જેથી ખેતરોમાં રાસાયણિક ખાતરોને બદલે નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય. આ મેગા ઝુંબેશ અંતર્ગત નેનો ખાતરની 6 કરોડ બોટલ પૂરી પાડવાની યોજના બનાવવામાં આવી છે જેનું વિતરણ ઈફ્કોની 36000 સભ્ય સહકારી મંડળીઓ અને અન્ય સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવશે.

એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે દરેક પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK) પર નેનો ખાતર ઉપલબ્ધ છે કે નહી.  IFFCO એ ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL), ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર (FACT), બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (BVFCL), રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF), નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) વગેરે જેવી સંસ્થાઓ સાથે માર્કેટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો:Organic Farming: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે ગુજરાત સરકાર, શરૂ કરવામાં આવી યોજના

શા માટે કરવામાં આવ્યું નેનો ખાતરનું નિર્માણ

ઓગસ્ટ 2021 માં, IFFCO એ નેનો ટેકનોલોજી પર આધારિત વિશ્વના પ્રથમ સ્વદેશી નેનો યુરિયાનું વ્યાવસાયિક ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વને પરંપરાગત યુરિયાનો ઉત્તમ વિકલ્પ આપ્યો છે. માર્ચ 2023 માં, IFFCO એ DAP ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે ખેડૂતોને નેનો DAP (પ્રવાહી) પણ ઉપલબ્ધ કરાવ્યું છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય અસંતુલનની વધતી ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને નેનો ખાતર દ્વારા ખેતીમાં પરંપરાગત રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાની જરૂર છે. પરિણામે પર્યાવરણ સંરક્ષણની સાથે 'આત્મનિર્ભર કૃષિ' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરીને દેશને આર્થિક અને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવી શકાય છે.

નેનો ખાતરનો છે ઘણા ફાયદા

યુરિયાના આડેધડ ઉપયોગથી થતા નુકસાન વિશે વાત કરીએ તો, તેની ઉપયોગ કાર્યક્ષમતા 30 ટકાથી ઓછી હોવાને કારણે, 70 ટકાથી વધુ જથ્થાને ગેસ (NOx) સ્વરૂપે પર્યાવરણમાં છોડવામાં આવે છે, નાઈટ્રેટના રૂપમાં પાણીનું પ્રદૂષણ થાય છે. (NO3) અને એમોનિયા (NH4+, NO3) જમીનના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જીવાતો અને રોગોના વધતા પ્રમાણ, પાકની નિષ્ફળતા અને પાક પ્રતિકૂળતાને સહન ન કરી શકવા માટે પરંપરાગત યુરિયાની ભૂમિકા છે. નેનો ખાતરોના ઘણા ફાયદા છે જેમાં જમીનના સ્વાસ્થ્યમાં સુધારો, પાણી અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો, પાક ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો, પરંપરાગત ખાતરોના ઉપયોગમાં ઘટાડો, જીવાતો અને રોગોના ઉપદ્રવમાં ઘટાડો; પરિવહન અને સંગ્રહની સરળતા અને પર્યાવરણીય મિત્રતા વગેરે મહત્વપૂર્ણ છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More