દૂધીના વેલાને કાં તો મેડાઓ પર અથવા જમીન પર ખેંચી શકાય છે. કેરળમાં મેડા એ સૌથી સામાન્ય ટેકા પધ્ધતિ છે. આ પધ્ધતિમા, મેડા કે જે 1.5 મીટરની ઊંચાઇવાળા વાંસના થાંભલાઓ, લાકડાના દંડા, જી.આઈ. પાઈપો અથવા અન્ય ખડતલ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જ્યારે વેલો ફેલાવા માંડે છે ત્યારે સ્ટીલના વાયર/તાર તથા પ્રાધાન્યરૂપે પ્લાસ્ટિક જેવા કાટ વગરના મટિરિયલ વડે મેડાને એક્બીજા સાથે જોડવામા આવે છે અને પ્લાસ્ટિકના દોરડાને આડાઅવડા બાંધી દેવામાં આવે છે જેથી પ્લાસ્ટિકના દોરડાં જાળી જેવી રચના બનાવે છે. વેલાને વાંસના થાંભલા દ્વારા ટેકો આપવામાં આવે છે, જે વેલાને મુક્તપણે ચડાવી અને ટોચ પર પહોંચવામાં મદદ કરે છે. વૈકલ્પિક રીતે, દૂધીના વેલાને કોઈ પણ મેડા ઉભા કર્યા વગર જમીન પર ફેલાવી શકાય છે.
- અન્ય માવજત:
- ઉપજમાં સુધારો કરવા માટે જ્યાં સુધી વેલો ટેકાની ટોચ પર ન આવે ત્યાં સુધી બાજુની શાખાઓ દૂર કરતી રહેવી જોઈએ. વહેલો ફાલ લાવવા માટે બાજુની 4-6 શાખા છોડીને આગળની મુખ્ય શાખા કાપી નાખવી જોઈએ. પ્રથમ 10 ગાંઠોમાં બાજુની શાખાઓ દૂર કરવાથી કુલ ઉપજ પર સારી અસર પડે છે. કાપણી વિના, મોટાભાગનાં માદા ફૂલો 10 મીટર અને 40 મીટર ગાંઠો વચ્ચે, અથવા 0.5-2.0 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે.
- ખાતરનો ઉપયોગ કરતી વખતે જમીનને નીંદણ અને ખેડાણ કરી નાખવું જોઈએ. ખેડાણ વરસાદની મોસમમાં કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ હાથ અથવા દાંતરડાથી નીંદણ કરી શકાય છે. મલ્ચિંગનો ઉપયોગ સામાન્ય રીતે પારા પર ઉગાડવામાં આવેલા દૂધીના પાક માટે કરવામા આવે છે. પ્રાપ્યતાના આધારે કાર્બનિક અથવા પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરવો જોઈએ. ફેરરોપણી પહેલા અથવા વાવણી પછી મલ્ચ નાંખી શકાય છે.
- પરાગનયન:
દૂધી ક્રોસ પરાગાધાન પાક છે. જંતુઓ, ખાસ કરીને મધમાખી ફૂલોનુ પરાગનયન કરે છે. પરાગનયન એ ભીની ઋતુ દરમિયાન સમસ્યા થઈ શકે છે કારણ કે વાદળછાયા વાતાવરણ દરમિયાન મધમાખી ઓછી સક્રિય હોય છે. મધમાખી ઉછેરની રજૂઆત સારી પરાગનયનની ખાતરી કરે છે અને હાથના પરાગનયનની જરૂરિયાતને ટાળે છે.
- પાક સંરક્ષણ:
દૂધીના છોડમા જીવાતોમાં ફળમાખી, ઘીલોડીની ફૂદી, પાનકોરીયું, લાલ અને કાળો કરિયા, પરવળના વેલા કોરી ખાનાર ઇયળ, ભિંગડાવાળી જીવાત, ગાંઠીયા માખી, મોલો, પાન-પગા ચૂસિયાં, પટ્ટાવાળા કાંસિયો અને પાન કથીરીનો ઉપદ્રવ જોવા મળે છે. રોગોમાં તળછારો ભૂકી છારો, ફળનો સડો અને પચરંગિયો જોવા મળે છે. રોગ-જીવાતના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું ૫% દ્રાવણનો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો જોઈએ.
વિણી અને ઊત્પાદન:
વિણી પહેલાં વેલાને મહત્તમ પરિપક્વતાએ પહોંચવા દેવા જોઈએ. વેલો સુકાઈ જાય છે ત્યારબાદ લણણી કરવી. જે ફળ સંપૂર્ણ પરિપક્વ નથી અથવા ઇજાગ્રસ્ત થયા છે તેનો નાશ કરવો જોઈએ. વિવિધતાના આધારે વાવણી કર્યા પછી 60-120 દિવસ પછી ફળ લણણી માટે તૈયાર થાય છે.
તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરીને છેડાથી 3-4 ઇંચ છોડીને કાળજીપૂર્વક વેલામાંથી ફળો કાપવા જોઈએ. વેલામાંથી દાંડી તૂટી જવાથી દાંડી વગરના ફળ મળે છે, જેનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકતો નથી જેની કાળજી લેવી જોઈએ. જ્યારે વેલાની ટૂંકી લંબાઈ સાથે લણણી કરવામાં આવે છે, ત્યારે તેને ગરમ છતની નીચે વાયરથી લટકાવવા જોઈએ જેથી તે ધીમે ધીમે સૂકાઈ જાય છે.
વિવિધતા અને પાક સંચાલનના આધારે પાકનું ઉત્પાદન 10-20 ટન પ્રતિ હેક્ટરની વચ્ચે હોઈ શકે છે.
Share your comments