Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

પાકનો બુસ્ટર ડોઝ આપશે આ જૈવિક ખાતર, એ ક્લિકમાં જાણો બનાવવાની રીત

વિશ્વમાં આપણા દેશની વિશેષ ઓળખના કારણેમાંથી એક ખેતી પણ છે. અનાજ તેમજ ફળો, શાકભાજી અને મસાલાના ઉત્પાદનમાં ભારતની ગણતરી ટોચના દેશોમાં થાય છે. એમ તો ભારતમાં અત્યારે ઓર્ગેનિક ખેતીનું ચલણ ચાલી રહ્યું છે પરંતુ આજે પણ વધુ ઉપજ માટે, ખેડૂતોએ ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

વિશ્વમાં આપણા દેશની વિશેષ ઓળખના કારણેમાંથી એક ખેતી પણ છે. અનાજ તેમજ ફળો, શાકભાજી અને મસાલાના ઉત્પાદનમાં ભારતની ગણતરી ટોચના દેશોમાં થાય છે. એમ તો ભારતમાં અત્યારે ઓર્ગેનિક ખેતીનું ચલણ ચાલી રહ્યું છે પરંતુ આજે પણ વધુ ઉપજ માટે, ખેડૂતોએ ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે, પરંતુ ખેતરોમાં, બગીચામાં અને કુંડામાં પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી કરીને જેઓ ખેડૂતો વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરનું ઉપયોગ કરે છે, તેમના માટે આજના આ આર્ટિકલમાં અમે એવા જૈવિક ખાતરની માહિતી લઈને આવ્યા છે, જેના થકી તમે વધુ ઉપજ મેળવી શકે છો અને તેથી તમારી જમીન પણ ફળદ્રુપ રહેશે.

રાસાયણિક ખાતરનું વિકલ્પ

જો તમે રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવા માંગતા હોવ અને તમને વિકલ્પ મળતો નથી તો આ સમાચારમાં તમારા માટે છે. જો તમે મોટા પાયે ખેતી કરવા જઈ રહ્યા છો, તો ખેતર ખેડવાની સાથે સાથે સડેલું ગોબર ખાતર જમીનમાં ભેળવવામાં આવે છે. આ પછી, પ્રથમ અને બીજા ખાતર તરીકે વર્મી કમ્પોસ્ટનો છંટકાવ કરવામાં આવે છે. જીવામૃતનો ઉપયોગ પાકને બુસ્ટર ડોઝ આપવા માટે પણ કરી શકાય છે. જો છોડને કુંડામાં વાવવામાં આવે છે, તો કોકો પીટ, રાખ ખાતર અને ફળો અને શાકભાજીની છાલમાંથી બનાવેલ ખાતરનો ઉપયોગ થાય છે. 

જૈવિક જંતુનાશકનો ઉપયોગ

ખાતરો વિશે જાણ્યા પછી, જંતુનાશકો વિશે પણ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીમડાના પાનમાંથી બનાવેલા સ્વદેશી જંતુનાશકો અને છાશમાંથી બનાવેલા જંતુનાશકોનો ઉપયોગ સૌથી વધુ લોકપ્રિય છે. કેટલાક લોકો ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક તરીકે પણ કરે છે. આવા જૈવિક જંતુનાશકો બજારોમાં પણ ઉપલબ્ધ છે પરંતુ વધુ શુદ્ધતા માટે તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. 

ઓર્ગેનિક ખેતીના ફાયદા

જ્યારે સજીવ ખેતીની વાત આવે છે, ત્યારે તેના ફાયદાઓ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાસાયણિક ખેતી કરતાં સજીવ ઉગાડવામાં આવતા ખોરાક વધુ ફાયદાકારક હોવાનું કહેવાય છે. આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. આ બધા સિવાય રાસાયણિક ખાતરો જમીનના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે અને ભૂગર્ભ જળ માટે પણ હાનિકારક છે. જૈવિક ખાતર જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદરૂપ થાય છે. 

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More