Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે કરો મોબાઈલ નંબર અપડેટ, સૌથી સરળ રસ્તો

રાશનકાર્ડમાં સાચો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો પણ ખૂબ મહત્વનું છે કારણ કે આના કારણે મુશ્કેલી આવી શકે છે. જો તમારા રેશનકાર્ડમાં જૂનો કે ખોટો નંબર દાખલ થયો છે, તો પછી ઘરે બેસીને સરળતાથી રાશનકાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરી શકાય તેની રીતે અહીં દર્શાવવામાં આવી છે.

Sagar Jani
Sagar Jani
Ration Card
Ration Card

રાશનકાર્ડમાં સાચો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો પણ ખૂબ મહત્વનું છે કારણ કે આના કારણે મુશ્કેલી આવી શકે છે.  જો તમારા રેશનકાર્ડમાં જૂનો કે ખોટો નંબર દાખલ થયો છે, તો પછી ઘરે બેસીને સરળતાથી રાશનકાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરી શકાય તેની રીતે અહીં દર્શાવવામાં આવી છે.

રાશન  કાર્ડના અઢળક ફાયદા

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ રેશનકાર્ડ ફક્ત તે જ વ્યક્તિ બનાવી શકે છે જે ભારતનો નાગરિક છે અને તેની પાસે આ કાર્ડ પહેલેથી નથી.  રેશનકાર્ડ મેળવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.  18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના નામ તેમના માતાપિતાના રેશનકાર્ડમાં શામેલ  હોય છે.  અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે એક પરિવારમાં એક જ રેશનકાર્ડ હશે, જે ઘરની મેઈન વ્યક્તિના નામે હશે.  પરંતુ બીજો  કોઈ પરિવારમાં 4 ભાઇઓ છે અને તેઓ તેમના પરિવાર સાથે અલગ અલગ  રહેતા હોય તો પછી તેઓ અલગ રેશનકાર્ડ રાખવા પાત્ર છે.  રેશનકાર્ડના ઘણા ફાયદા છે, જેમ કે બેંક ખાતું ખોલવું, ગેસ કનેક્શન મેળવવું, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી, સીમકાર્ડ અને અન્ય ઘણા જરૂરી દસ્તાવેજોમાં રેશનકાર્ડ અગત્યની ભૂમિકા ભજવે છે.

મેરા રાશન એપ

જે કુટુંબની વાર્ષિક આવક 27000 રૂપિયાથી ઓછી હોય તે રાશનકાર્ડ માટે અરજી કરી શકે છે. મુખ્યત્વે 3 પ્રકારના રેશનકાર્ડ છે, જે ગરીબી  રેખાથીઉપર છે (એપીએલ), ગરીબી રેખાની નીચે (બીપીએલ) કાર્ડ અને અંત્યોદય રેશનકાર્ડ (એવાય) છે.  નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ગરીબોની સ્થિતિ સુધારવા માટે વન નેશન-વન રેશનકાર્ડની કલ્પના પર ભાર આપી રહ્યા છે.  ભૂતકાળમાં શરૂ કરવામાં આવેલી મેરા રાશન એપ દ્વારા હવે લોકો 14 મોટી ભાષાઓમાં માહિતી મેળવી શકશે.

રાશન કાર્ડમાં  ઓનલાઈન મોબાઈલ  નંબર બદલવાની સુવિધા

જો તમારા રાજ્યમાં રેશનકાર્ડમાં મોબાઇલ નંબર ઓનલાઇન બદલવાની સુવિધા છે, તો તમે સરળતાથી તમારો જુનો નંબર ઓનલાઇન બદલી શકો છો. જો તમે દિલ્હીમાં રહો છો, તો પછી તમે સરળતાથી ઓનલાઇન નંબર કેવી રીતે બદલી શકો છો, ચાલો તમને આ વિશે માહિતી આપીશું, પરંતુ આ માટે તમારે કેટલાક પગલાંને અનુસરવા પડશે.

સૌ પ્રથમ તમારે nfs.delhi.gov.in/Home.aspx પર જવું પડશે.  આ પછી તમારે હોમપેજની જમણી બાજુ એક  મોબાઈલ નં. માં ફેરફારનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે તમારું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવાનું નવું પેજ ખુલશે: આ પૃષ્ઠ પર તમારે કેટલીક માહિતી ભરવાની છે જેમ કે પ્રથમ સ્તંભમાં તમારે ઘરના વડા / એન.એફ.એસ. આઈ.ડી.નો આધાર નંબર ભરવો પડશે, તે પછી રેશન કાર્ડ નંબર, ઘરના વડાનું નામ અને પછી નવો મોબાઇલ નંબર તમે દાખલ કરવા માંગો છો તે ઉમેરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ફક્ત ભારતનો નાગરિક હોય તે વ્યક્તિ જ બનાવડાવી શકે છે. રેશનકાર્ડ મેળવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના નામ તેમના માતાપિતાના રેશનકાર્ડમાં શામેલ હોય છે. એક પરિવારમાં એક જ રેશનકાર્ડ હોય છે. જે ઘરના મોભીના નામે હોય છે. જો પરિવારમાં 4 ભાઇઓ હોય અને તેઓ તેમના પરિવાર સાથે અલગ રહે તો પછી તેઓ અલગ રેશનકાર્ડ રાખવા પાત્ર છે. રેશનકાર્ડ બેંક ખાતું ખોલવું, ગેસ કનેક્શન મેળવવું, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી, સીમકાર્ડ સહિતની બાબતેજરૂરી દસ્તાવેજોમાં કામ આવે છે.

Related Topics

Ration Card

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More