Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

આ ત્રણ ઓર્ગેનિક ખાતર છે પાક માટે વરદાન, ઓછા ખર્ચે મળશે અઢળક ઉત્પાદન

ગુજરાતના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી થતો ફાયદાને જોઈને દેશના બીજા રાજ્યના ખેડૂતો પણ ગાય આધારિત પ્રાકૃતિ ખેતી તરફ આકર્ષિ રહ્યા છે. દેશના ઘણા રાજ્યોના ખેડૂતો તો હવે પ્રાકૃતિક ખેતી કરવા પણ માંડ્યા છે અને તેથી ઝડપથી સફળતા પણ મેળવી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગુજરાતના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી થતો ફાયદાને જોઈને દેશના બીજા રાજ્યના ખેડૂતો પણ ગાય આધારિત પ્રાકૃતિ ખેતી તરફ આકર્ષિ રહ્યા છે. દેશના ઘણા રાજ્યોના ખેડૂતો તો હવે પ્રાકૃતિક ખેતી કરવા પણ માંડ્યા છે અને તેથી ઝડપથી સફળતા પણ મેળવી રહ્યા છે. વાસ્તવમાં ખેતીમાં રસાયણોના વધતા ઉપયોગને કારણે જમીન તેની ફળદ્રુપ શક્તિ ગુમાવી રહી છે. જેના કારણે વર્ષે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આવી સમસ્યાઓને જોતા ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં કુદરતી ખાતર ખેડૂતોની મોટા પાચે મદદ કરી રહ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતો આજે પણ કુદરતી ખાતરનો ઉપયોગ કર્યા વગર ખેતી કરી રહ્યા છે, કેમ કે તેઓને એવું લાગે છે કે તેથી ખર્ચ વધુ આવશે. આવા જ ખેડૂતો માટે અમે આ આર્ટિકલમાં ઓછા ખર્ચે બનાવવામાં આવેલ કુદરતી ખાતરની માહિતી લઈને આવ્યા છીએ, જેમાં શક્ય જ તેઓને પૈસા ખર્ચ કરવું પડશે.

વર્મી કમ્પોસ્ટ: વર્મી કમ્પોસ્ટ એક ઉત્તમ ઓર્ગોનિક ખાતર છે. તેને અળસિયા ખાતર પણ કહેવામાં આવે છે.આ ખાતર અળસિયા અને ગાયના છાણથી તૈયાર કરવામાં આવે છે. તેને તૈયાર કરવામાં દોઢ મહિના જેટલો સમય લાગે છે. આ ખાતર પર્યાવર્ણને પ્રદુષિત થવા દેતું નથી. આ ખાતરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. જે પાકને ઝડપથી ઉગાડવામાં મદદ કરે છે અને જમીનને કચરો બનવા દેતા નથી. તેને બનાવવામાં ખેડૂતોનું ખૂબ જ ઓછા પૈસા ખર્ચ થાય છે.

કચરનું ખાતર: કચરા ખાતર તરીકે ઓળખાતા આ ખાતરને ઘરના કચરા, છોડના અવશેષો, કચરો, પ્રાણીઓના મળમૂત્ર, ગાયના છાણ, ઘાસ અને નીંદણ વગેરેને ખાસ પરિસ્થિતિમાં સડી જવા માટે રાખવામાં આવે છે, ત્યાર પછી કચરા ખાતર તૈયાર થાય છે. આ ખાતરની ખાત વાત એવું છે કે તેઓ ગંઘહીન છે.

લીલું ખાતર: છોડના જે બિન-રોટેલા ભાગને આપણે માટીમાં ભેળવીને ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ તેને લીલું ખાતર તરીકે ઓળખવામાં આવે છે. લીલું ખાતર ઓર્ગોનિક ખાતરનું મહત્વનો ભાગ છે.તેનો હેતુ જમીનમાં નાઇટ્રોજનને ઠીક કરવાનો અને જમીનમાં સેન્દ્રિય પર્દાથ એટલે કે માટીમાં રહેલા સેન્દ્રિય કાર્બનની માત્રામાં વધારો કરવાનો છે, જેથી રાસાયણિક ખાતરોનો ઓછા ઉપયોગ થાય.  

ઓર્ગેનિક ખેતીના ફાયદા

ઓર્ગેનિક ખેતી કરવાના ઘણા ફાયદા છે. સજીવ ખેતી કરવાથી પાકનું ઉત્પાદન વધે છે. સાથે જ તેની ખેતી કરતા ખેડૂતોને ઓછા ખર્ચે સારો નફો પણ મળે છે. તેની ખેતીમાં જૈવિક ખાતરોના ઉપયોગને કારણે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે જ સમયે, તે પર્યાવરણ માટે પણ વધુ સારું છે. ઓર્ગેનિક ખેતી માટે પણ ઓછું પાણી વપરાય છે. સજીવ ખેતી પશુપાલનને પણ પ્રોત્સાહન આપે છે. સજીવ ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે ખેતરોમાં વપરાતા જૈવિક ખાતરમાં પશુઓના છાણ અને મૂત્રનો સમાવેશ થાય છે, ત્યારે ખેતરોમાંથી તૈયાર કરવામાં આવતો લીલો ચારો પ્રાણીઓ માટે ખોરાક તરીકે ઉપલબ્ધ છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More