ભારતમાં શાકભાજીનું ઉત્પાદન મોટા પાયે થઈ રહ્યું છે અને દેશમાં વપરાશ પણ ખૂબ જ વધારે છે. તાજા ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને આવે છે. હાલમાં દેશભરના ખેડુતો 18 હજાર કરોડ ટન શાકભાજી ઉગાડી રહ્યા છે. તેના દ્વારા ખેડૂતોએ કોરોના કાળમાં પણ પૂરતી કમાણી કરી છે. 2019-20 દરમિયાન ભારતે 7 લાખ 50 હજાર ટન શાકભાજીની નિકાસ પણ કરી હતી. શાકભાજી અને ફળોની ખેતીથી ભારતીય ખેડૂતો વર્ષોથી પરંપરાગત રીતે સારી ઉપજ અને નફો મેળવતા આવ્યા છે.
દેશના ખેડુતો વિવિધ આબોહવામાં વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડે છે. ખેડુતો તેમની જરૂરિયાતો તેમજ દેશની જરૂરિયાત પૂરી કરવામાં માત્ર યોગદાન જ નથી આપતા પરંતુ સાથે સાથે ઘણા પૈસા પણ કમાય છે.
આવી ઘણી શાકભાજી છે, જેની સીધી વાવણી થતી નથી. આ કારણોસર, ખેડૂત સૌ પ્રથમ નર્સરીમાં રોપાઓ તૈયાર કરે છે અને ત્યારબાદ તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. શાકભાજીના છોડ ખૂબ નાજુક હોય છે અને તેમની નર્સરીમાં કાળજી લેવી પડે છે. સંભાળ અને અદ્યતન પદ્ધતિઓના દ્વારા વાવેતર માટે અનેક નવી ટેકનોલોજી સામે છે. એવી ઘણી બધી નવી પધ્ધતિઓ છે જેના ઉપયોગથી ખેડૂતોએ સારી ઉપજ અને આવક પ્રાપ્ત કરી છે.
મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના એક ખેડૂતે શાકભાજીની નર્સરી તૈયાર કરવા માટે ગેલ્વેનાઈઝ્ડ શીટ્સનો ઉપયોગ કર્યો હતો. હવે આ વિસ્તારના તમામ ખેડુતો આ પદ્ધતિથી નર્સરી તૈયાર કરી રહ્યા છે.
ગેલ્વેનાઈઝ્ડ શીટ્સના ઉપયોગથી નર્સરીમાંનું તાપમાન વધે છે અને બીજ ઝડપથી અંકુરિત થાય છે
આશ્ચર્યજનક બાબત એ છે કે ગેલ્વેનાઈઝ્ડ શીટ્સનો ઉપયોગ કરીને નર્સરી તૈયાર કરવાની ટેકનીકની શોધ કોઈ વૈજ્ઞાનિક દ્વારા નહીં પરંતુ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. કમોદેબો સિંહની શોધ કરનાર ખેડૂત હવે આ દુનિયામાં નથી, પણ તેની ટેકનીક શાકભાજી ઉગાડતા ખેડુતો માટે એક નવો રસ્તો બતાવી રહી છે.
ખેડૂતો, લોકોને આરોગ્યપ્રદ શાકભાજી આપવા કેમિકલ રહિત જીવાત પદ્ધતિ અપનાવો : જાણો કઈ રીતે ?
આ પધ્ધતિમાં બીજ વાવ્યા પછી નર્સરીમાં પથારીને ઢાંકવા માટે કોથળીની જગ્યાએ ગેલ્વેનાઈઝ્ડ શીટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. લહેરિયું ગેલ્વેનાઈઝ્ડ શીટ પથારીનું તાપમાન વધારે છે, જેનાથી બીજ વધુ ઝડપથી અંકુરિત થાય છે.
ગેલ્વેનાઈઝ્ડ શીટ્સથી ખેડૂતોનો સિંચાઈનો ખર્ચ બચી જાય છે
ગેલ્વેનાઈઝ્ડ શીટ્સથી નર્સરી આવરી લેવાથી ઘણા ફાયદા થાય છે. એક તો પથારીમાં ભેજ જાળવી રાખવામાં આવે છે, જે પાણીની બચત કરે છે. ઉપરાંત ખેડુતોનો સિંચાઇ ખર્ચ પણ બચી જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ પદ્ધતિમાં બીજ અંકુરિત થાય ત્યાં સુધી સિંચાઈ કરવાની જરૂર રહેતી નથી.
રીમુવ કરાયેલી શીટ્સ અન્ય નર્સરીના ઉપયોગમાં લઈ શકાય છે
એકવાર બીજ અંકુરિત થાય ત્યારબાદ ખેડૂતો ગેલ્વેનાઈઝ્ડ શીટ્સના કવરને કાઢી નાખે છે . આ રીમુવ કરાયેલી શીટ્સને અન્ય નર્સરીમાં ઉપયોગમાં લઈ શકાય છે. હકીકતમાં ઝીંક શીટ કોથળા કરતાં વધુ ટકાઉ છે અને પાકના ખર્ચમાં પણ ઘટાડો કરે છે.
આ પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવતા રોપાઓ ઉચ્ચ ગુણવત્તાના હોય છે, તેથી જે ખેડુતો આવી રીતે રોપાઓ તૈયાર કરવામાં અસમર્થ છે, તેઓ અન્ય ખેડૂતો પાસેથી રોપાઓ ખરીદે છે.
નાની જમીનથી સાડા પાંચ લાખની આવક
આ તેકનીક અપનાવ્યા પછી, ખેડૂતોએ ડુંગળી અને ટામેટા સિવાય ફ્લેવર, કોબીજ અને બ્રોકોલીમાંથી વધુ ઉત્પાદન મેળવીને ઘણો નફો નોંધાવ્યો હતો. 2018માં કામદેબો સિંહે આ ટેકનીકનો ઉપયોગ કરીને નાની જમીનમાંથી સાડા પાંચ લાખ રૂપિયાની કમાણી કરી હતી.
આ પદ્ધતિનો ઉપયોગ કરીને નર્સરી વધારતા ખેડૂતોએ જણાવ્યું હતું કે સારા પરિણામ માટે નર્સરીની પથારી સારી રીતે તૈયાર થવી જોઈએ. પથારીને યોગ્ય રીતે સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નર્સરી ક્ષેત્રે સારી રીતે છાણ ખાતર અને નદીના પટની રેતી ઉમેરવાથી સારા પરિણામ મળશે.
બીજ વાવ્યા પછી, ગોબરનું ખાતર પથારીમાં ઉપરથી પણ છાંટવામાં આવી શકે છે. બીજ અંકુરણ પછી કેનથી પાણી આપીને વધુ સારી રોપાઓ મેળવી શકાય છે.
Share your comments