Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ખાતરને લઈને ખેડૂતોનો ભાર થશે ઓછું, ફક્ત ખેડૂતો માટે IFFCO લઈને આવ્યા આ ઑફર

કોઈ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ જમીનને ફળદ્રુપ બનાવવા માટે વારંવાર ખાતરનો ઉપોગ કરે છે. ખેતીમાં ખાતરના ભાવ ખેડૂતોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ખેડૂતોના એક તૃતીયાંશ નાણાં ખાતર અને બિચારણ પાછળ ખર્ચવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઈફકો લઈને આવ્યો સારો એવો ઑફર
ઈફકો લઈને આવ્યો સારો એવો ઑફર

કોઈ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ જમીનને ફળદ્રુપ બનાવવા માટે વારંવાર ખાતરનો ઉપોગ કરે છે. ખેતીમાં ખાતરના ભાવ ખેડૂતોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ખેડૂતોના એક તૃતીયાંશ નાણાં ખાતર અને બિચારણ પાછળ ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં ફક્ત ખેડૂતો જ નહી પરંતુ સરકાર પણ ખેડૂતોને તેમના ખર્ચ બચાવવામાં મદદ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલુ જ નહીં ઘણી સહકારી કંપનીઓ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર પણ આપી રહી છે. તે જ સમય, ખેડૂતોને પાક પર ખાતર છાંટવા માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે. આવી સ્થિતમાં આ ખર્ચ ઘટાડવા માટે IFFCO એ ખેડૂતોને ફક્ત 25 રૂપિયામાં ખાતર સ્પ્રેયર આપી રહી છે. જો કે ફક્ત ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આથી ચાલો અમે તમને તેની વિશેષતા વિશે જણાવીએ.

તમને જણાવી દઈએ કે IFFCO ખેડૂતોને માત્ર 25 રૂપિયામાં ત્રણ ખાતરના કોમ્બો સાથે 2 લિટર સ્પ્રેયર આપી રહી છે. IFFCO નેનો યુરિયા એ નેનો ટેકનોલોજી આધારિત ક્રાંતિકારી એગ્રો-ઇનપુટ છે જે છોડને નાઇટ્રોજન પ્રદાન કરે છે. આમાં, કુલ નાઇટ્રોજન 4.0% પાણીમાં સમાનરૂપે ઓગળી જાય છે. IFFCO નેનો DAP એ તમામ પાકો માટે ઉપલબ્ધ નાઈટ્રોજન (N) અને ફોસ્ફરસ (P,05s)નો એક કાર્યક્ષમ સ્ત્રોત છે અને ઉભા પાકોમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. નેનો DAP ફોર્મ્યુલેશનમાં નાઇટ્રોજન (8.0% N w/v) અને ફોસ્ફરસ (16.0% P,05 w/v) હોય છે.

આ પણ વાંચો: Important Update: કેન્દ્ર સરકારની યોજનાઓનું જોઈએ છે લાભ તો આ હોવું જોઈએ દરેક સમય તમારા સાથ

સાગરિકા એ પાકની ઉત્પાદકતા વધારવા માટે દરિયાઈ ઉત્પાદન છે અને તે લાલ માંથી મેળવવામાં આવે છે. સાગરિકા એક ઓર્ગેનિક ઉત્પાદન છે અને તે છોડના વિકાસ પ્રમોટર તરીકે કામ કરે છે. તેમાં 28 ટકા દરિયાઈ શેવાળનો અર્ક પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, અકાર્બનિક ક્ષાર અને અન્ય સહજ પોષક તત્વો, વિટામિન્સ વગેરેનો સમાવેશ થાય છે. હેન્ડ સ્પ્રેયર ઇન્ડોર અને આઉટડોર બંને બગીચા માટે હલકો અને ઉપયોગમાં સરળ હેન્ડ સ્પ્રેયર છે. એડજસ્ટેબલ બ્રાસ નોઝલ અને ઉચ્ચ ગુણવત્તાની અને મજબૂત પ્લાસ્ટિક સામગ્રીથી બનેલી છે. જો કે મજબૂત, ટકાઉ અને તૂટવા અને કાટ સામે પ્રતિરોધક છે.

પાક માટે બઉ જ અસરકારક છે

તે છોડની પોષણની જરૂરિયાતને અસરકારક રીતે પરિપૂર્ણ કરે છે, પાંદડાની પ્રકાશસંશ્લેષણ, મૂળના જૈવમાસ, અસરકારક ખેડાણ અને ડાળીઓમાં વધારો કરે છે. સાગરિકા મેટાબોલિક એન્હાન્સર તરીકે કામ કરે છે અને પાકની વૃદ્ધિને વેગ આપે છે તથા પાકની ઉપજમાં વધારો કરે છે, છોડના વધુ સારા ઉત્સાહ, મૂળ અને અંકુરની વૃદ્ધિ, વધુ ફૂલો અને ફળો વગેરેમાં દર્શાવવામાં આવેલા પાકને એકંદર પોષક લાભો પૂરા પાડે છે. તેમ જ પાકની ગુણવત્તા સુધારણા જેમ કે બહેતર આકાર, કદ, એકરૂપતા, રંગ અને ફળોનો સ્વાદ,પાકની તાણ સહન કરવાની ક્ષમતા અને જીવાતો અને રોગો સામે તેમનો પ્રતિકાર વધારે છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More