Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું નવો ડિવાઇઝ, હવે બે મિનિટમાં મળશે જમીનની ફળદ્રુપતાની માહિતી

ખેડૂતો માટે માટી પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે જમીનમાં રહેલા પોષક તત્વો વિશે તેથી સંપૂર્ણ માહિતી મળે છે. આથી ખેડૂતોને તેમના ખેતરોમાં પાકણી વાવણી અને ખાતર વગેરેના ઉપયોગ અંગેના નિર્ણય લેવામાં સરળતા થાય છે પણ તેના માટે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. પ

Amansinh Jadeja
Amansinh Jadeja
માટીનું પરીક્ષણ
માટીનું પરીક્ષણ

ખેડૂતો માટે માટી પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે જમીનમાં રહેલા પોષક તત્વો વિશે તેથી સંપૂર્ણ માહિતી મળે છે. આથી ખેડૂતોને તેમના ખેતરોમાં પાકણી વાવણી અને ખાતર વગેરેના ઉપયોગ અંગેના નિર્ણય લેવામાં સરળતા થાય છે પણ તેના માટે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. પરંતુ હવે ખેડૂતોને માટી પરીક્ષણને લઈને સમસ્યા નહીં થાય અને પરેશાન નથ થવું પડે તેના માટે આઈઆઈટી કાનપુરે એક માટી પરીક્ષણ ઉપકરણ બનાવ્યું છે, જેને ભૂ પરિક્ષા-2 નામ આપવામાં આવ્યું છે. જેના થકી ખેડૂતોએ પાકની વાવણી કરતા પહેલા તેમના ખેતરની ક્ષમતાનો અંદાજ લગાવી શકશે. પરંતુ હાલ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા નથી.

ફક્ત બે મિનિટમાં માટી પરીક્ષણ

આઈઆઈટી કાનપુર દ્વારા બનાવામાં આવેલ ભૂ-પરિક્ષણ-2 માં માટી નાખવાની સાથે જ તે 12 પોષક તત્વોનું પરિક્ષણ કરશે અને 2 મિનિટમાં તેનો રિપોર્ટ આપી દેશે. સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ આ અંગેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને તેને વર્ષ 2025 ની શરૂઆતમાં બજારમાં લોન્ચ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે હાલમાં ભૂ પરીક્ષા-1 નું ઉપયોગ કરીને માટીનું પરીક્ષણ કરવામાં આવે છે, જેના ઘણા રાજ્યના ખેડૂતોએ લાભ મેળવી રહ્યા છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

નિષ્ણાતો સાથે કરવામાં આવેલ ચર્ચા પછી જાણવામાં મળ્યું છે કે આ ડિવાઈસ એકદમ એડવાન્સ છે. તે માત્ર ખેતરોની જમીનની તંદુરસ્તી વિશે જ જણાવશે નહીં, પરંતુ જમીનમાં શું અભાવ છે અને શું વધારે છે, જેના કારણે પાકને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો સંપૂર્ણ અહેવાલ પણ આપશે. આ ઉપકરણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા માત્ર 2 મિનિટમાં તેનો રિપોર્ટ આપશે.

પાકને વિનાશથી બચાવશે

માટી પરીક્ષણ વિના પાક ઉગાડનારા ખેડૂતોને મોટાભાગે મોટું નુકસાન વેઠવું પડે છે. તેમને ખબર નથી કે આ જમીન પર ખેતી કેવી રીતે થશે? જમીન ફળદ્રુપ છે કે નહીં? આવી સ્થિતિમાં પાકને નુકસાન થવાનું જોખમ વધારે છે. આ જોતાં ખેડૂતો માટે આ ઉપકરણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે કારણ કે તેમને વાવણી પહેલા જમીનની સંપૂર્ણ વિગતો મળી જશે.

આ પણ વાંચો:સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે, ગોબર-ધન યોજના હેઠળ સૌથી વધુ પ્લાન્ટ થયા સ્થાપિત

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More