પરિચય અને પોષણ મૂલ્ય:
મશરૂમ એ એક ફૂગ છે જે માંસલ ફળ આપતા શરીરને ઉત્પન્ન કરે છે, ખાસ કરીને જેમાં છત્રી કેપ સાથે દાંડીનો સમાવેશ થાય છે. મશરૂમમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં ઘણા બધા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજો હોય છે.
કેટલાકમાં કાર્બોહાઇડ્રેટ્સ જેવા જટિલ ઔષધીય ગુણધર્મો પણ હોય છે કે જે શરીર્ ને મજબૂત બનાવે છે. તેઓ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે કેટલાક પ્રદેશોમાં તેઓ તેમની ઉચ્ચ પ્રોટીન સામગ્રી માટે વનસ્પતિ માંસ તરીકે ઓળખાય છે તેમાં તમારા શરીર માટે જરૂરી તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે તાજા ખાદ્ય મશરૂમમાં ૮૫ થી ૯૦ ટકા પાણી, સૂકા મશરૂમમાં પ્રોટીનની ટકાવારી મશરૂમના કુલ વજનના 10% થી 30% હોઈ શકે છે. કઠોળ, શાકભાજી તેમજ ગાયનાં દૂધમાં ૩.૨ ટકા અને કોબીજ /ફ્લાવરમાં ૨.૪ ટકા પ્રોટીન કરતા પણ વધારે પ્રોટીન મશરૂમમાં જોવા મળે છે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ૫૭ ટકા અને ૧૪ ટકા જેટલું હોય છે. તેમાંના મોટા ભાગના કાર્બોહાઇડ્રેટ્સ જટિલ શર્કરા છે જે તમને ઇન્સ્યુલિન અને શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે કારણ કે તે ગ્લુસેમિક શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે ફાઇબરકોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને પાચનતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે વિટામિન ડી - કેલ્શિયમના અવશોષણ માટે આવશ્યક. વિટામિન ડી - કેલ્શિયમના અવશોષણ માટે આવશ્યક સેલેનિયમ - એક એન્ટિઓક્સિડન્ટ જે મુક્ત રેડિકલ્સને બેઅસર કરવામાં મદદ કરે છે, અને કેન્સર અને અન્ય રોગોનું જોખમ ઘટાડે છે. મશરૂમ્ અન્ય કોઈપણ ઉત્પાદન સ્વરૂપ કરતા વધુ સેલેનિયમ ધરાવે છે. પોટેશિયમ - એક અત્યંત મહત્ત્વપૂર્ણ ખનીજ જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે અને કોષોને યોગ્ય રીતે કાર્યશીલ રાખે છે મશરૂમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા શક્તિવર્ધક પૌષ્ટિક તત્વો હોવાથી મનુષ્યના ખોરાકમાં આગવું સ્થાન ધરાવે છે.તે ઉપરાંત,તેમાં વૈદકીય ગુણો પણ હોવાથી દવા તરીકે પશ્ચિમના દેશોમાં ખૂબ જ પ્રચલિત થયું છે. હાઇપર ટેન્સન,સ્કર્વી અને હ્યદયના રોગીઓ માટે દરરોજ ખોરાકમાં ૨૦૦ થી ૩૦૦ ગ્રામ મશરૂમ લેવાની ભલામણ કરવામાં આવે છે.કારણ કે તેમાં સોડીયમ અને પોટેશિયમ રેસીયો તેમજ ચરબી અને કેલેરી વેલ્યુ ઓછી હોવાની હ્યદય, હાઇપર ટેન્સનના અને ડાયાબીટીસનાં રોગી માટે ખૂબ જરૂરી છે. એમાં પોટેશિયમ અને કેલ્શિયમ વધુ હોવાથી લોહીનું પરિભ્રમણ અને દબાણ જાળવી રાખે છે. કોલેસ્ટેરોલ વધુ હોય તો ઘટાડે છે. તેમાં રહેલ ફોલિક એસિડ એનીમીયા જેવા રોગોની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. આલ્કલાઈન હોવાથી એસીડીટી અને કબજીયાત/બંધકોશના દર્દીને સારો ફાયદો કરે છે.આ ઉપરાંત, મશરૂમ વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન હવામાંથી નાઈટ્રોજનનું સ્થિરીકરણ તેના માધ્યમમાં કરે છે. અવશેષો કે આડપેદાશનો માધ્યમ તરીકે ઉપયોગ કરી તેને જમીનમાં તરત જ સહેલાઈથી સેન્દ્રિય પદાર્થ સ્વરૂપે ભળી જાય તેવા સ્વરૂપમાં ફેરવે છે.મશરૂમ ખેતી કચરાનું રૂપાંતર ઝડપથી કરી સંગ્રહ અને ગંદકીનો પ્રશ્ન હલ કરવામાં સૌથી ઉપયોગી પરિબળ છે. જેથી મશરૂમ ને ખેત પેદાશ અવશેષો નો અથવા નકામા વનસ્પતિના ભાગોને રીસાયકલીંગ કરતુ જીવંત કારખાના તરીકે પણ કેટલાક વૈજ્ઞાનિકો સરખાવે છે.
મશરૂમની ખેતી માટેની જરુરી સામગ્રી :
૧) પરાળ (ઘઉં, ડાંગર અથવા શેરડીનો બગાસ )
૨) પરાળ કાપવાનુ સાધન
૩) સ્પાન (બિયારણ)
૪) ફોર્માંલીન (૩૭%)
૫) કાર્બેન્ડાઝીમ (૫૦ ટકા વે.પા.)
૬) પ્લાસ્ટીકના અથવા લોખંડનાં ડ્રમ ( પરાળ પલાળવા માટે )
૭) પ્લાસ્ટીકની બેગ (૧૦૦ ગેજ ૩૫ ૫૦ સે.મી. માપની)
૮) બેગ બાંધવા માટે દોરો
૯) લાકડા કે વાસના ઘોડા
૧૦) સેડ બાંધવા માટે વાંસ, કાથાની દોરી અથવા જી.આઈનો તાર સેડ પર નાંખવા માટે તાડપત્રી, ફરતે બાંધવા માટે કંતાનના કોથળા
૧૧) પાણી છાંટવા માટેના પમ્પ કે જારો
૧૨) તાપમાન માપવા માટેનું થર્મોમીટર ( ડીજીટલ ) અને ભેજ માપક યંત્ર
મશરૂમની ખેતી કરવાની પદ્ધતિ:
૧ ઓરડાની બનાવટ:
- મશરૂમ ઉગાડવા માટે ૩૦ ફૂટ X ૧૫ ફૂટના માપનો ઓરડો બનાવવો કે જેમાં ૨૫૦૦થી ૩૦૦૦ જેટલી કોથળીઓ રહી શકે અથવા ગામડામા વાડામા જયા ભેજ્ નુ પ્રામણ વધારે હોય ત્યા છાંપરુ તૈયાર કરી તેમા ઉછેર કરી શકાય છે.
- શેડ ઉપર ગરમી અવરોધક તરેકે ડાંગર કે ઘવનું પરાળ પાથરવું.
- હવાની અવરજવર માટે દીવાલમાં યોગ્ય અંતરે સમ સામે બારીઓ કે વેનટીલેસન રાખવા અને બારી આગળ કંતાન અથવા એક્ઝોસ્ટ ફેન મુકવો.
૨. પરાળને જંતુરહીત કરવાની પ્રક્રિયા:
- મશરૂમ ઉગાડવા માટેનું ડાંગરનું પરાળ લીલા રંગનું કે વરસાદના કે અન્ય પાણીથી ભીજ્યેલું કે સડેલું ન હોવું જોઈએ તથા દાણા વગરનું અને કડક હોવું જોઈએ અને બળદના પગ નીચે કચડાયેલ ન હોવું જોઈએ.
- મશરૂમ ઉગાડવા માટે ડાંગર કે ઘાવના સારા ગુણવતા વાળા પુળીયા પસંદ કરી ૩થી ૫ સે.મી. ના ટુકડા કરવા
- થ્રેસરમાંથી નીકળેલ પરાળ વધુ અનુકુળ છે. કારણકે પરાળના ટુકડા કરવાની મેહનત બચી જાય છે.સૌપ્રથમ પરાળને (થ્રેસરમાંથી નીકળેલ) કોથળામાં ભરી લો. ત્યારબાદ ૧૦૦ લેટર જેટલા પાણીમાં ૭.૫ગ્રામ કાર્બન્ડાન્ઝીમ (બાવેસ્ટન) અને ૧૨૫ મિ.લિ. ફોર્મેલીન ઉમેરીને ૧૨ થી ૧૮ કલાક ડુબાડી રાખવા.બીજે દિવસે આં કોથળાઓને પાણીમાંથી બહાર કાઢી પરાળને ઢાળ વાળી જગ્યા પર અથવા તડકામાં પાણી નીતારી દેવું.
૩. સ્પાન (બિયારણ) વાવણી
- ૩૦ સે.મી XX ૪૫ સે.મી અથવા ૩૦ સે.મી X ૬૦ સે.મી માપની પ્લાસ્ટિકની કોથળીમાં આ પરાળ ભરતી વખતે ૮ થી ૧૦ સે.મીના થર પછી દરેક વખતે ભીના પરાળના ૨.૫ ટકા પ્રમાણે બિયારણના સ્પાન ભભરાવવા (કિનારીએ) બીજા શબ્દોમાં કહીએ તો, એક કિલો સૂકા પરાળ માટે લગભગ. ૧૦૦ ગ્રામ સ્પોન જરૂર પડશે.
- સ્પોનને સંપૂર્ણપણે મિશ્રિત કરી આવા ત્રણથી ચાર લયેર બનાવ્યા બાદ કોથળી ભરાઈ જય એટલે તેનું મોઢેયુ ચુસ્ત રીતે બાંધે દેવું અને ચારેય બાજુથી ઢાંકણીથી ૨૫-૩૦ કાણાપાડીને આપણે બનાવેલા રૂમમાં બરોબર ગોથવીને ૧૫ દિવસ સુધી ૨૫.સે.થી ૩૦ સે.તાપમાને ૭૫ થી ૮૫ ટકા ભેજવાળી જગ્યામાં અંધારામાં રાખવામા આવે છે અથવા તેની અંદરના સ્તરોમાં મૂકી શકાય છે બટન મશરૂમની જેમ અથવા નાયલોનના દોરડાની મદદથી છત અથવા રેકથી લટકાવી શકાય છે
- આખી બેગમા સ્પોન રન માટે લગભગ બે અઠવાડિયા લે છે જ્યારે સફેદ સ્પૉન રન થાય ત્યારે કોઈ પ્રકાશ અથવા તાજી હવાની જરૂર નથી. તેના બદલે ઓરડાઓ બંધ રાખવું વધુ સારું છે
- મશરૂમ ઉગવા માટે, બેગને ૩-૪ કલાક સુધી ફેલાયેલા પ્રકાશ અને તાજી હવાની જરૂર પડે છે આખું પોલિથીન દૂર કરી શકાય છે. ૩-૪ ફ્લશમાં, એક કિલો સૂકા સ્ટ્રોમાથી ૦.૫થી ૧.૦ કિગ્રા તાજા મશરૂમને પેદા કરી શકે છે
- ત્યારબાદ ૧૦- ૧૨ દિવસ પછી મશરૂમ પ્રથમ કાપણી માટે તૈયાર થઇ જશે.
- પ્લાસ્ટિક બેગ વિનાના આ ચોસલાને દિવસમાં બે થી ત્રણવાર પાણી છાંટો.૭૦ થી ૮૦ ટકા ભેજ જાણવી રાખવો.
- આ પ્રમાણે ૪ થી ૬ દિવસના અંતરે બીજા ત્રણ થી ચાર મશરૂમના પાક મળે છે.
મશરૂમની કાપણી,વેચાણ અને સંગ્રહ:
મશરૂમની કાપણી(ઉતાર) નો ચોક્કસ સમય તેના આકાર અને કદ ઉપરથી નક્કી કરવામાં આવે છે.કાચા મશરૂમની ટોપીની કિનારીની ધાર જાડી અને નીચે તરફ વળેલી હોય છે.જ્યારે કાપણી માટે તૈયાર થયેલા મશરૂમની ટોપી પાતળી અને અંદરની બાજુએ વળેલી હોય છે. ફળ અંકુરોમાંથી બીજાણુંઓ છુટા પડે તે પહેલા ટ્વિસ્ટિંગ દ્વારા મશરૂમ્સની લણણી કરવી, કાપણી કરતા પહેલા બેગને પાણી આપશો નહીં. આપણે સહેલાઈથી ઓઇસ્ટર મશરૂમને ખુલ્લા અથવા કેબિનેટ્સમાં ડ્રાય કરી શકીએ છીએ મશરૂમ એક જ જગ્યાએથી એક સાથે ઉતારવાની સલાહ છે કે તેથી નવી ફુટ એક સાથે આવે. કાપણી બાદ દાંડી સાથે ચોટેલા ઠૂઠા ચપ્પુ વડે દૂર કરવા.
વેચાણ માટે તાજા મશરૂમને કાણાંવાળી પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરવા.મશરૂમને કાપડ ઉપર છુટા છુટા પાથરીને સુર્યપ્રકાશમાં અથવા ઝાંખા પ્રકાશમાં અથવા ઓવનમાં ૪૦ -૫૦° સે. તાપમાને મૂકી સુકાવવા. કોઈ પણ જાતના સ્વાદમાં તફાવત વગર ૨-૪ ટકા ભેજવાળા હવાચુસ્ત વાતાવરણ માં મશરૂમ નો સંગ્રહ ૩-૪ માસ સુધી કરી શકાય છે. સુકવેલ મશરૂમ ને ફરી થી ૪૦-૫૦૦ સે ગરમ પાણીમાં પીલાળતા ૨૦-૩૦ મિનીટ માં ૮૦ થી ૯૦ ટકા જેટલું વજન ફરીથી મેળવી શકાય છે.
આ પણ વાંચો:Mushroom Farming: ખેડૂતો માટલામાં પણ મશરૂમ ઉગાડીને કમાઈ શકે છે બમ્પર નફો, આ છે રીતે
ડો.સ્નેહા જે. મિસ્ત્રી
વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ મહાવિદ્યાલય
આણંદ -૩૮૮૧૧૦
Share your comments