Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

પોલીસલ્ફેટ સ્થાનિક ખેતી માટે એક મહત્વપૂર્ણ કુદરતી ખાતર

પોલીસલ્ફેટ આઈસીએલ દ્વારા યુકેમાં ખનન કરવામાં આવેલ બહુ પોષક કુદરતી ખાતર છે. તે એક કુદરતી ખનિજ (ડાઈહાઈડ્રેડ પોલી હેલાઈટ) છે, જેમાં ચાર મુખ્ય પોષક તત્વ પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નિશિયમ જોવા મળે છે. તે એક કુદરતી ક્રિસ્ટલ હોવાથી પાણીમાં ધીમે ધીમે મિશ્રિત થાય છે અને માટીમાં પોતાના પોષક તત્વોને ધીમે ધીમે છોડે છે. પોલીસસલ્ફેટની આ વિશેષતા પાક ચક્ર સમયે પોષક તત્વોની ઉપલબ્ધતા લાંબા સમય સુધી જાળવી રાખે છે, જ્યારે અન્ય પરંપરાગત પોટાશ અને સલ્ફેટ ખાતરોથી પોષક તત્વ પાકોમાં ઉપયોગના થોડા સમય સુધી ઉપલબ્ધ રહે છે.

KJ Staff
KJ Staff
Polysulphate Fertilizer

પોલીસલ્ફેટ (પોલીહેલાઈટ) દ્વારા તત્વોની લાંબી રિલીઝ પેટર્ન વધારે વરસાદ થવાના સંજોગોમાં ધોવાણ થી થતા પોષક તત્વોને નુકસાન ઘણું ઓછું કરી દે છે, પોલીસલ્ફેટની આ વિશેષતા આ ખેતીની તમામ પરિસ્થિતિમાં ઘણી ઉપયુક્ત ખાતર બનાવે છે.

પોલીસલ્ફેટ તમામ પાકો માટે ઉપયુક્ત છે

તે ખેડૂતો અને ઉત્પાદકો માટે ઓછી પડતર (ખર્ચ)માં વધારે સારી સુવિધાજનક તથા અસરકારક ખાતર છે, જે એક સાથે એક ખાતરમાં ચાર આવશ્યક પોષક તત્વ રજૂ કરે છે. પોલીસલ્ફેટ તમામ પ્રકારની માટી અને પાકો માટે એક ઉપયોગી કુદરતી ખાતર છે. પોલીસલ્ફેટથી સતત મળી રહેલા સલ્ફેર છોડમાં નાઈટ્રોજનના ઉપયોગને વધારે છે. નાઈટ્રોજન ઉપયોગ ક્ષમતા (એનયુઈ)માં સુધારો કરે છે. છોડમાં સમુચિત પ્રોટીન નિર્માણ માટે સલ્ફર અને નાઈટ્રોજનના પોષણમાં સંતુલન ઘણુ મહત્વપૂર્ણ છે.

પોલીસલ્ફેટમાં ક્લોરાઈડ (સીઆઈ)નું પ્રમાણ હોવાથી તે ક્લોરાઈડ સંવેદનશીલ પાકો જેવા કે તમાકુ, દ્રાક્ષ, ચા વગેરે પાકો તથા બટાકામાં વધારે ડ્રાઈ મેટરના પ્રમાણ માટે સૌથી ઉપયુક્ત ખાતર છે.

માટી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે લાભદાયક

પોલીસલ્ફેટ સામાન્ય પીએચનું ખાતર છે, માટે માટી સ્વાસ્થ્ય માટે તમામ પરિસ્થિતિમાં ઉપયોગી છે. અન્ય ખાતરોની અપેક્ષા, પોલીસલ્ફેટને તેની કુદરતી અવસ્થામાં જ ઉપયોગ માટે આઈસીએલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પોલીસલ્ફેટ, ઉત્તરી સાગરની નીચે યુકે તટ પર સ્થિત આઈસીએલ ક્લિવલેન્ડની ખાણોમાં 1250 મીટરની ઉંડાઈથી કાઢવામાં આવે છે અને તેને પીસીને,ગળીને અને બોરીમાં ભરીને વિશ્વભરમાં મોકલવામાં આવે છે.

પોલીસલ્ફેટના ઉત્પાદનમાં કોઈ રાસાયણીક પ્રક્રિયાનો સમાવેશ નથી, માટે તે કુદરતી ખાતર જૈવિક ખેતી માટે પણ ઉપયુક્ત છે. પોલીસલ્ફેટના ઉત્પાદનમાં કાર્બન ઉત્સર્જન (0.034 કેજી સીઓટુઈ પ્રતિ કિલો ઉત્પાદન) વ્યાપક શ્રેણીના ખાતરોની તુલનામાં ઘણું ઓછું હોય છે, જે પર્યાવરણની દ્રષ્ટિએ ઘણુ મહત્વ ધરાવે છે.

પોલીસલ્ફેટ આ તમામ વિશેષતા સાથે વિશ્વભરમાં સલ્ફર, પોટેશિયમ, મેગ્નિશિયમ અને કેલ્શિયમના પુરવઠા માટે સૌથી વધારે પસંદ કરવામાં આવતું ખાતર છે. ભારતમાં તે પોલીહેલાઈટ નામથી ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા પણ ઉત્પાદિત કરવામાં આવે છે.

પોલીસલ્ફેટ અંગે સંપૂર્ણ જાણકારી www.polysulphate.com પર ઉપલબ્ધ છે

અન્ય જાણકારી માટે તમે અમને 8860135010 પર મિસ્ડ કોલ અથવા 8888068122 પર વ્હોટ્સએપ કરી શકો છો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More