Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Planting: જાણો એવા પાંચ છોડના વિશેમાં જેની વધુ કાળજી તેમને બગાડી નાખશે

જો તમને બાગકામ અને છોડની વાવણી કરવાનું ગમે છે તો અમે તમારા માટે છોડની સરફળતાથી વાવણી કરવાની એક રીત લઈને આવ્યા છે. તેના સાથે જ આજની માહિતીમાં એવા લોકો માટે પણ સરસ બાબત છે જેઓ છોડની વાવણી તો કરવા માંગે છે પરંતુ તેઓ ઘણા આળસું હોય છે

Amansinh Jadeja
Amansinh Jadeja
બેસ્ટ પ્લાન્ટસ એવર
બેસ્ટ પ્લાન્ટસ એવર

જો તમને બાગકામ અને છોડની વાવણી કરવાનું ગમે છે તો અમે તમારા માટે છોડની સરફળતાથી વાવણી કરવાની એક રીત લઈને આવ્યા છે. તેના સાથે જ આજની માહિતીમાં એવા લોકો માટે પણ સરસ બાબત છે જેઓ છોડની વાવણી તો કરવા માંગે છે પરંતુ તેઓ ઘણા આળસું હોય છે, જેના કારણે  તેઓના છોડને ઘણુ નુકસાન થાય છે. તો ચાલો તમને સરળતાથી છોડની વાવણી કરવાની સલાહ જણાવીએ. આ સરળ વાવણીમાં તમને તમારા છોડ વાવવા માટે પાણીની જરૂર નથી. તેથી આળસું વ્યક્તિ પણ વગર છોડને પાણી આપે તેની સિંચાઈ કરી શકે છે. અમે ત્યાં વાત કરી રહ્યા છે એવા પાંચ છોડની જેમણે પાણીની જરૂરત ઓછી હોય છે.

પાણીની ઓછી જરૂર વાળા છોડ  

પોનીટેલ પામ: જો તમે એવા છોડને રોપવા માંગો છો જેને કોઈ પણ પ્રકારની કાળજીની જરૂર નથી અને અઠવાડિયામાં એકવાર પાણી આપવું જરૂરી છે, તો તમે પોનીટેલ પામની રોપણી કરી શકો છો. જો તમે આ છોડ પર ધ્યાન ન આપો તો પણ તે સારી રીતે વધે છે.

ઝેડઝેડ પ્લાન્ટ: ઘણા એવા છોડ હોય છે જેમની કાળજી લેવામાં નહીં આવે તો તેઓ મરી જાય છે પરંતુ ઝેડઝેડ પ્લાન્ટની ખાસ વાત એ છે કે જો તેની કાળજી લેવાનું તમે ભૂલી પણ જાઓ તો પણ તેઓ સરળતાથી ઉગી આવે છે. તે જ સમયે આ છોડને સૂર્યપ્રકાશની વધુ જરૂર હોય છે. ઉપરાંત તેને મહિનામાં ફક્ત એક જ વાર પાણીની જરૂર હોય છે.

એર પ્લાન્ટ: એર પ્લાન્ટની ખાસ વાત એ છે કે તેને તમે ખૂબ જ નાના વાસણમાં પણ ઉગાડી શકો છો અને તે માટી વગર પણ જીવી શકે છે. પાણીની વાત કરીએ તો તેનું કામ છંટકાવ કરીને પણ કરી શકાય છે. તેને વાધારે પાણીની જરૂર પડતી નથી.

રબર છોડ: રબરનો છોડ એક ઇન્ડોકર પ્લાન્ટ છે, તેના પાંદડામાં ઘણો ભેજ હોય છે, તેથી તેને દરરોજ પાણી આપવું યોગ્ય નથી. તમે તેને અઠવાડિયામાં બે વાર પાણી આપી શકો છો.

જેડ પ્લાન્ટ: જેટ પ્લાન્ટ એક ખૂબ જ અનોખો છોડ છે, જો તમે તેને એક મહિના સુઘી પાણી ન આપો તો પણ તેનાથી કંઈ થશે નહી. જ્યારે, જો તમે તેની વધુ કાળજી લેવાનું શરૂ કરો છો વળી જો તમે તેને ખાતર અને પાણી આપો છો તો તે ઝડપથી બગડી જાય છે.

Related Topics

Planting Water Technology Plants

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More