Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

કારેલા માં રોગ જીવાત નિયંત્રણ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Pest control in bitter gourd
Pest control in bitter gourd

કારેલાનો પાક ભારતમાં વિસ્તૃત રીતે થાય છે. ગુજરાતમાં પણ ઘણા ખેડૂતોએ મહંદઅંશે આ પાક અપનાવેલ છે. કારેલા ખાસ કરીને ઉનાળામાં તેમજ ચોમાસામાં એમ બંને ઋતુમાં થાય છે. પરંતુ વધારે પડતી ગરમી અને ભેજ પાકને નુકસાન કરે છે.

            કારેલાના ફળને તળીને, ભરતા ભરીને અને મસાલેદાર શાક બનાવીને તેમજ અથાણાં તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેમાં વૈદિકીય ગુણો રહેલા છે. ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબજ લાભકારક છે. કારેલામાં વિટામીન (A, B અને C) પ્રોટીન અને ખનીજ તત્વ મળી રહે છે.

            કારેલાની ફાયદાકારક ખેતીને ધ્યાનમાં લેતા કારેલાંના પાકને ઘણા રોગ-જીવાત ઉત્પાદન તેમજ ગુણવતાની દ્રષ્ટિ એ નુકસાન કરે છે. જે ખેડૂત વર્ગ માટે ચિંતાનો વિષય રહેલો છે.

કારેલામાં આવતા રોગો

() ભૂકી છારો:-

લક્ષણો : 

 • યજમાન વનસ્પતિના કુમળા ભાગોમાં ફૂગનો ઉગાવો જોવા મળે છે. શરૂઆતમાં ખાસ કરીને પાનના ઉપરની બાજુએ રાખોડી, આછા પીળા કે સફેદ રંગના ધબ્બા જોવા મળે છે. ધીરે-ધીરે આખા પાન પર ધબ્બા છવાઈ જાય છે. રોગની તીવ્રતા વધારે હોય તો પાવડર છાટેલો હોય પ્રતીત થાય છે.
 • ઠંડુ અને સુકું હવામાન આ રોગને અનુકુળ આવે છે સામાન્ય રીતે પવન દ્વારા આ રોગનો ફેલાવો થાય છે.

ઉપાય:

 • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ દશપર્ણ અર્ક તેમજ ખાટી છાસનો સમયાંતરે ઉપયોગ કરતા રહેવું.
 • રસાયણિક :- વેટેબલ સલ્ફર ૦.૧% નો છંટકાવ કરવો.

() તળછારો :-

ફુગથી થતો આ રોગ મોટા ભાગના વેલાવાળા શાકભાજીના પાકોમાં જોવા મળે છે.

લક્ષણો : 

 • મોઝેક જેવા લક્ષણો જેવા કે ઘાટા લીલા વિસ્તારોથી અલગ પડેલા આછા લીલા વિસ્તારો પાંદડાની ઉપરની સપાટી પર દેખાય છે.
 • આ રોગમાં પાન પીળા પડે છે અને ઉપર સફેદ ધબ્બા પડે છે, રોગ તીવ્ર બનતા છોડ સુકાઈ પણ જાય છે.
 • છોડની વૃધ્ધિ અને વિકાસ સ્થગિત થઇ જતા ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે.

ઉપાય :-

 • સારી ડ્રેનેજ અને હવાનો અવરજવર સાથે પહોળા અંતર સાથે વાવણી કરાવી. આનાથી સૂર્યપ્રકાશ મળશે અને રોગ ઘટશે.
 • તાંબાયુક્ત દવાનો ૦.૨% મુજબ છંટકાવ કરવો.
 • મેન્કોઝેબ ૦.૨% અથવા રીડોમોલ ૦.૧%

() મોઝોઈક :-

લક્ષણ:-           

 • નવા પાન નીચે તરફ વળેલા તેમજ પાંદડા પર હળવા લીલા અને ઘેરા કલરના ધબ્બા જોવા મળે છે.
 • છોડનો વિકાસ અટકી જાય છે.
 • મોલોમશી જીવાતથી આ રોગ એક છોડ થી બીજા છોડ ઉપર જાય છે.

ઉપાય:-           

 • વાઇરસ વાળા છોડ ઉપાડી અને બાળી નાંખવા અને તદઉપરાંત ચુસિયા પ્રકારની જીવાતની દવા કરાવી.

કારેલામાં આવતી જીવાત:

() ફળમાખી

ફળમાખીના પીળા રંગના પગ અને શરીર રંગીન હોવાથી તેને “પીળીમાખી” કે “સોનેરી માખી” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઉપદ્રવની પધ્ધતિ:-

આ જીવાતનો ઉપદ્રવ ફળ અવસ્થાએ જોવા મળે છે. માદા કીટક ફળની છાલ નીચે કાણું પાડી ઈંડા મુકે છે. અને સમય જતા આ કાણામાંથી ચીકણો રસ ઝરે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ ફળનો ગર્ભ કોરી ખાય છે અને આવા ઉપદ્રવી ફળોમાં સમય જતા કોહાવાર થાય છે. તથા ફળો જમીન ઉપર ખરી પડે છે.

ઉપાય:-           

 • વાડીની સ્વચ્છતા જાળવવી, કહોવાઇ ગયેલા ખરી પડેલા અર્ધપાકેલા ફળો તેમજ ફળમાખીના ઉપદ્રવવાળા ફળો ભેગા કરીને નાશ કરવા, અથવા તો જમીનમાં ઊંડે દાટી દઈ ખાડો પાણીથી ભરી દેવો. આમ કરવાથી ફળમાખીની ઈયળ અને કોશેટાનો નાશ થશે.
 • ફળો પાકવાની અવસ્થાએ સમયસર ઉતારી લેવા જેથી વધુ નુકશાન અટકાવી શકાય છે.
 • ફળમાખી જમીનમાં કોશેટા બનાવે છે આથી વાડીમાં ખાસ કરીને ઝાડ નીચે વખતો વખત ખેડ કરતા રહેવું જેથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવશે જે સૂર્ય તાપથી અથવા પક્ષીઓ કે પરભક્ષીઓથી નાશ પામશે.
 • નર ફળમાખી શ્યામ તુલસી તરફ વધુ આકર્ષાતી હોવાથી ફળમાખીનો નાશ કરવા ફળઝાડની વાડીમાં ચારે બાજુ શ્યામ તુલસીની રોપણી કરાવી.
 • વેલાવાળા શાકભાજી માટે ક્યુલ્યુર ટ્રેપનો ઉપયોગ કરવો. (હેકટરે ૧૦-૧૨).

() પાન કોરીયું :-

ઉપદ્રવની પધ્ધતિ:-

પાંદડાઓમાં સાપ જેવી આકારનું કોતરણી કરેલું જોવા મળે છે.

નિયંત્રણ:-

 • ઉપદ્રવિત પાંદડાઓને ભેગા કરીને નાશ કરવો.
 • પ્રાકૃતિક ખેતીમાં નીમાસ્ત્ર બનાવીને છંટકાવ કરવો.

રીત :- ૫ કિ.ગ્રા. લીમડાના લીલા પાન અથવા ૫ કિ.ગ્રા. સુકાયેલી લીંબોળી લઇ, ખાંડીને રાખવી. ૧૦૦ લીટર પાણીમાં આ ખાંડેલ લીમડો અથવા લીંબોળીનો પાવડર નાખો. એમાં ૫ લીટર ગૌમૂત્ર નાખવું અને ૧ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ ભેળવવું. લાકડીથી આને મિક્ષ કરી ૪૮ કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત હલાવવું અને ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગળી લેવું. હવે પાક પર છંટકાવ કરો.

 • લીમડાનું તેલ (અઝાડીરેકટીન ૧૫૦૦ PPM) ૪૦ મી.લી. પંપમાં દર ૧૫ દિવસે છંટકાવ કરવો.

() મોલોમશી / ચૂસીયા જીવાત

ઉપદ્રવની પધ્ધતિ:- કારેલામાં પડતી મોલોમશી અને બીજી ચૂસીયા પ્રકાની જીવાત રસ ચૂસીને ખાય છે. તે પાકને નુકશાન કરે છે.

નિયંત્રણ:-  

પ્રાકૃતિક કૃષિ :

 • નીમાસ્ત્રા બનાવીને છાંટવું. (દરેક પ્રકાની કોઈપણ પાકમાં ચૂસીયા જીવાત)

          રીત :- ૫ કિ.ગ્રા. લીમડાના લીલા પાન અથવા ૫ કિ.ગ્રા. સુકાયેલી લીંબોળી લઇ, ખાંડીને રાખવી. ૧૦૦ લીટર પાણીમાં આ ખાંડેલ લીમડો અથવા લીંબોળીનો પાવડર નાખો. એમાં ૫ લીટર ગૌમૂત્ર નાખવું અને ૧ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ ભેળવવું. લાકડીથી આને મિક્ષ કરી ૪૮ કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત હલાવવું અને ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગળી લેવું. હવે પાક પર છંટકાવ કરો.

 • દર ૧૫ દિવસના અંતરાળે નીમ ઓઈલ (અઝાડીરેકટીન) પમ્પમાં ૪૦ મી.લી. લઈને છંટકાવ કરવો.
 • રસાયણિક: ઈમીડાકલોપ્રીડ (૭ મી.લી.) એસીટામીપ્રીડ (૪ ગ્રામ), થાયોમીથોકઝામ (૫ ગ્રા.) પંપમાં (૧૫ લીટર પાણીમાં) લઈને છંટકાવ કરવો.

આ પણ વાંચો:જમીનમાં ભેજનું શું મહત્વ રહેલું છે તે જાણો

Related Topics

#pest #control #bitter #gourd

Share your comments

Subscribe Magazine