Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

આધુનિક ખેતી માટે જૈવિક ખાતર કેટલા જરૂરી ?

આપણો દેશ કૃષિ આધારિત દેશ છે, ત્યારે ખેતી માટે રાસાયણિક ખાતરો ખૂબ જ મોંઘા છે, તેમજ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાથી તે જમીનની તંદુરસ્તી બગાડે છે. સેન્દ્રિય ખાતરનો વપરાશ ટકાઉ ખેતીમાં ખૂબ જ જરૂરી છે જેમાં જૈવિક ખાતરો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Organic Manure
Organic Manure

જૈવિક ખાતર વિશે જાણીએ :

જમીનમાં ઘણાં એવા પ્રકારના સૂક્ષ્મ જીવાણુંઓ વસવાટ કરે છે, જે વન્સ્પતિને ખૂબ જ ઉપયોગી હોય છે. જીવંત સૂક્ષ્મ જીવાણુંઓની શક્તિશાળી જાત જમીનમાં તત્ત્વો ઉમેરીને અથવા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવી ખાતર તરીકેનું કામ કરી આપે છે. માટે એને જૈવિક ખાતર કહેવામાં આવે છે. વિવિધ જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ, ઓઝોટોબેક્ટર, એઝોસ્પારીલમ, ફોસ્ફોબેક્ટેરિયા, બ્લ્યૂ ગ્રીન આલ્ગી તથા અઝોલા પર સંશોધન પણ થયા છે. જૈવિક ખાતરો નિર્દોષ, પ્રમાણમાં સસ્તા તેમજ ઈકોફ્રેન્ડ્લી હોવાથી દરેક ખેડૂતે પોતાની ખેતી પદ્ધતિમાં તેનો સમાવેશ કરવો જોઈએ.

જૈવિક ખાતરોમાં નાઈટ્રોજનનું સ્થિરિકરણ કરતા જૈવિક ખાતરો, ફોસ્ફરસની લભ્યતા વધારવા જૈવિક ખાતરો તેમજ પોટાશનું જમીનમાં ઝડપી વહન કરતાં જૈવિક ખાતરો ઉપયોગી છે.

જૈવિક ખાતર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે :

  1. નાઈટ્રોજનને સ્થિર કરનાર
  2. ફોસ્ફરસને દ્રાવ્ય કરનાર

 

 1. નાઈટ્રોજનને સ્થિર કરનાર સૂક્ષ્મ જીવાણુંઓ :

નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં જૈવિક ખાતરોમાં ઉપયોગી જીવાણુંઓ રહેલા છે, જે બે પ્રકારમાં છે.

  • સહજીવી રીતે કઠોળ પાકના મૂળમાં રહી નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં રાઈઝોબીયમ પ્રકારના જીવાણુંઓ.
  • અસહજીવી પ્રકારે જમીનમાં રહી નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં ઓઝોટોબેક્ટર, એઝોસ્પાયરીલમ પ્રકારના જીવાણુંઓ સમૂહના આ ઉપરાંત શેરડીમાં રહીને વસવાટ કરતા એસીટોબેક્ટર ગ્લુકોનોએસીટોબેક્ટર પ્રકારના જીવાણુંઓ શેરડી માટે ખૂબ જ સારા પરિણામ આપે છે. વિવિધ જૈવિક ખાતરો તરીકે વપરાતા સૂક્ષ્મજીવોની માહિતી નીચે પ્રમાણે છે.

નાઈટ્રોજનને સ્થિર કરનાર સૂક્ષ્મ જીવાણુંઓ :

  1. ઓઝોટોબેક્ટર
  2. એઝોસ્પારીલમ
  3. રાઈઝોબીયમ
  4. અઝોલા

ફોસ્ફરસને દ્રાવ્ય કરનાર અથવા લભ્ય કરતા જૈવિક ખાતર

જમીનમાં એવા ઘણાં સૂક્ષ્મજીવો છે, જે વિવિધ પ્રકારના એસીડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફોરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આવા પ્રમુખ જીવાણુંઓમાં બેસીલસ, સ્યુડોમાનાસ જેવા બેક્ટેરિયા તેમજ એસ્પરજીલસ અને પેનીસિલિયમ જેવી ફૂગનો સમાવેશ થાય છે. આ પ્રકારના સૂક્ષ્મજીવો વર્ધન કરી ફોસ્ફેટ કલ્ચર બનાવી શકાય છે. 2600 લાખ ટન રોક ફોસ્ટેટ આપણા દેશમાં છે. જે સસ્તુ છે. તેનો યોગ્ય ફોસ્ટેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે. આ સૂક્ષ્મજીવાણુઓ સેન્દ્રિય તેજાબ ઉત્પન્ન કરી રોક ફોસ્ફેટમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રવ્ય બનાવે છે. આવા ફોસ્ફેટ કલ્ચરના વપરાશથી 30થી50 કિલો હેક્ટર ફોસ્ફરસ યુક્ત રાસાયણિક ખાતરની બચત થાય છે. અને આ તમામ પાકમાં વાપરી શકાય છે.

  1. ફોસ્ફેટ
  2. સોલ્યુબીલાઈઝીંગ
  3. માઈક્રોઓર્ગેનીઝમ્સ

આ પણ વાંચો : જમીન માટે ભેજનું શું મહત્વ રહેલું છે તે જાણો

આ પણ વાંચો : પોષકતત્વોનો વધારે પડતો ઉપયોગ કરવાથી જમીનને ભારે આડ અસર થાય છે

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More