વધતી જતા ગરમી અને તેના મોજા સાથે લોકોના મનમાં વૃક્ષો વાવવાનો વિચાર દિવસને દિવસે પ્રબળ બની રહ્યો છે.એવી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ટકાઉપણું વિશે વાત કરે છે. એક આઈએએસ અધિકારીએ ગલગોટાના છોડના બીજ ધરાવતા વિઝિટિંગ કાર્ડને રજુ કર્યો છે. શુભમ ગુપ્તા નામના આઈએએસ અધિકારી હાલમાં મહારાષ્ટ્રના સાંગલી- મિરાજ- કુપવાડ મ્યૂનિસિપલ કોર્પોરેશન ખાતે પોસ્ટિડ છે, જ્યાં તેઓ જિલ્લા કમિશ્નર તરીકે ફર્જ બજાવી રહ્યા છે. ગલગોટાના છોડના બીજ ઉભા કરનાર આઈએએસ અધિકારી શુભમની આ રીતનું ચારો કોરે ચર્ચા થઈ રહી છે. આ રીતમાં શુભમએ જો કોઈ વ્યક્તિ તેમને મળવા આવે છે તેને વિઝિટિંગ કાર્ડમાં ગલગોટાના બીજ આપે છે.
વિઝિટિંગ કાર્ડની ફોટા થઈ રહી છે વાયરલ
આઈએએસ અધિકારી શુભમ ગુપ્તાના વિઝિટિંગ કાર્ડની આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો ફોટોમાં અમે જોઈએ તો દરેક કાર્ડના ઉપર એક સંદેશ લખાયેલો છે. આ સંદેશમાં લખાયેલો છે કે જ્યારે આ કાર્ડને તમે માટીમાં લગાવશો તો આ કાર્ડ થોડા ક દિવસોમાં ગલગોટાના છોડમાં ફેરવાઈ જશે. તેમાં આગળ લખ્યું છે કે હવેથી જો કોઈ મારી ઑફિસમાં આવશે તેને આ કાર્ડ આપવામાં આવશે અને જ્યારે પણ તે તેની રોપણી કરશે તેના ધરમાં ગાલગોટાના સુંદર ફૂલનો છોડ તૈયાર થઈ જશે.
પર્યાવરણીય જાગૃતિ
સોશિયલ માડિયા પર કાર્ડની ફોટો વાયરલ થતાના સાથે જ લોકોએ તેની નોંધ લીધી છે અને તેઓ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. IAS ઓફિસર શુભમ ગુપ્તાનું આ નવતર વિચાર ફક્ત પરંપરાગત વિઝિટિંગ કાર્ડ દ્વારા પેદા થતા કચરાના મુદ્દાને હલ કરી શકશે નહીં પરંતુ હરિયાળી અને પર્યાવરણીય જાગૃતિને પણ પ્રોત્સાહન આપશે. કાર્ડમાં છોડના બીજ મૂકીને, તેઓએ સંપર્ક માહિતીના વિનિમયને પ્રકૃતિમાં યોગદાન આપવાની તકમાં ફેરવી દીધું છે.
પ્લાન્ટેબલ અથવા સીડ પેપર શું છે?
પ્લાન્ટેબલ અથવા સીડ પેપર એ કાગળના કચરામાંથી બનાવેલ બાયોડિગ્રેડેબલ ઇકો-પેપર છે. તેમાં બીજ હોય છે અને આ કાગળ તૈયાર કરવા માટે કોઈ ઝાડને નુકસાન થતું નથી. જ્યારે કાગળને માટીના વાસણમાં રોપવામાં આવે છે, ત્યારે બીજમાંથી છોડ બહાર આવે છે અને છોડ તૈયાર થાય છે. તે રોપવું અને વધવું એકદમ સરળ છે. માત્ર શુભમ ગુપ્તા જ નહીં પરંતુ ભારતની ઘણી કંપનીઓ હવે આવા અભિયાનોને આગળ વધારવામાં વ્યસ્ત છે.
Share your comments