Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

રણ તીડનું જીવન ચક્ર અને તેની ઓળખ

માદા રેતાળ / રણ પ્રદેશની જમીનમાં ૫ થી ૧૨ સેન્ટિમીટર નીચે ૨ થી ૪ વખત ૬૦ થી ૨૦૦ ઈંડા મૂકે છે. ઈંડામાંથી ૧૦ - ૧૨ દિવસમાં બચ્ચા બહાર આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
desert locust
desert locust
  1. ઈંડા અવસ્થા

માદા રેતાળ / રણ પ્રદેશની જમીનમાં ૫ થી ૧૨ સેન્ટિમીટર નીચે ૨ થી ૪ વખત ૬૦ થી ૨૦૦ ઈંડા મૂકે છે. ઈંડામાંથી ૧૦ - ૧૨ દિવસમાં બચ્ચા બહાર આવે છે.

  1. બચ્ચા અવસ્થા

ઈંડામાંથી નીકળેલ તીડના બચ્ચા ૫ - ૭ વખત કાંચળી ઉતારી પુખ્ત અવસ્થા ધારણ કરે છે. જે અવસ્થા ૪૦ - ૮૫ દિવસની હોય છે.

  1. પુખ્ત અવસ્થા

પુખ્ત વયના અપરિપક્વ તીડ ટોળામાં પ્રવાસ કરી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશે છે. પ્રજનનક્ષમ પીળા રંગના તીડ નર માદાનું જોડાણ બનાવી આગળ ની પેઢી ઉત્પન્ન કરે છે.

રણ તીડનો જીવનક્રમ સમાન્ય રીતે આપણે ત્યાં દેખાતા અન્ય તીતીઘોડા જેવો જ હોય છે. આ જીવાત મુખ્ત્યવે રનમાં જોવા મળે છે.

રણ તીડ દ્વારા નુકશાન

રણ તીડ મોટા ટોળામાં હજારો માઈલ ઉડી લીમડા સિવાય ઘાસ, વનસ્પતિ, ઝાડ - પાંદડા અને ખેતરના ઉભા પાકને ખાઈને ભારે નુકશાન કરે છે. સામાન્ય રીતે એક તીડ તેના વજન જેટલોજ રોજનો ખોરાક લે છે. આવા એક ટોળા માં ૮ થી ૧૦ કરોડ તીડ હોય છે . જેથી જ્યાં પણ એવું ટોળું ઉતરે ત્યાં એક જ દિવસ માં ૨૦૦ ટન  જેટલો ખોરાક લે છે.

 

 

તીડ થી બચવા અને નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?

૧) તીડનું ટોળું આવતું હોવાના સમાચાર મળેકે તુરંત ગ્રામજનોને સાવધ કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી મોટા અવાજ કરવા.

૨) તીડનું ટોળું રાત્રી રોકાણ કરેતો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવી ને નાશ કરવો.

૩) જે વિસ્તારમાં તીડના ઈંડા મુખ્ય હોઈ તે વિસ્તાર ની જમીન પર એક હેક્ટર જમીન દીઠ ૨૫ કી.ગ્રા.  જેટલી મેલાથિઓન ૫ % / કવીનાલફોસ ૧.૫ % ભૂકી ના બે ફૂટ પહોળા પટ્ટાઓ કરવા.

૪) તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકૂચ કરતા હોય, ત્યારે અનુકૂળ જગ્યા એ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચા ના તોળા દાટી દેવા.

૫) તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા માટે ઝેરી પ્રલોભીકા [ડાંગરની કુશ્કી (૧૦૦ કી.ગ્રા.) ની સાથે ફેનીટ્રોથીઓન (૦.૫ કી.ગ્રા.) + ગોળની રસી (૫ કી.ગ્રા. ) બનાવી જમીન ઉપર રસ્તા માં વેરવી .

૬) જ્યાં ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડ ના ટોળા બેસે ત્યાં મેલાથિઓન ૫ % /કવીનાલફોસ ૧.૫ % ભૂકીનો છંટકાવ કરવો.

૭) તીડના ટોળાનું નિયંત્રણ કરવા સવાર ના સમયે ફેનીટ્રોથીઓન ૫૦% ઈ.સી. અથવા મેલાથિઓન  ૫૦ % ઈ.સી. અથવા કલોરપાયરીફોસ ૨૦ % ઈ.સી. દવા ૧ લીટર પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તરામાં છંટકાવ કરવો .

૮) જમીન પર રાતવાસો માટે ઉતરેલું તીડનું ટોળું પણ સામાન્ય રીતે સવારના દસ - અગિયાર વાગ્યા પછી જ પ્રયાણ કરતુ હોય છે ત્યારે મેલાથિઓન  ૫% અથવા કવીનાલફોસ ૧.૫ % ભૂકીનો છંટકાવ કરવો.

૯) લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ( ૫ % અર્ક ) અથવા લીમડા નું તેલ ૪૦ મી.લી. + કપડાં ધોવાનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મી.લી . (૧ ઈ.સી.) થી ૪૦ મી.લી. ( ૦.૧૫ ઈ.સી ) ૧૦ લાયર પાણી માં ઉમેરી બનાવેલ દ્રાવણ ને છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી .

૧૦) તીડ ના ઈંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડા નો નાશ કરવો.

આ પણ વાંચો:ઘઉંને સ્ટોરેજમાં રાખવા માટે યોગ્ય સ્થિતિ કઈ હોવી જોઈએ જેથી કરીને જંતુઓની ઝપટમાં ન જાય

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More