Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

કરકસરયુક્ત અભિગમઃ ઓછા ખર્ચે કેવી રીતે બટાકાની ખેતી કરી વધારે નફો રળી શકાય છે તે જાણો

અન્ય પાકોની માફક બટાકાની ખેતી પણ ખૂબ જ લાભદાયક હોય છે, અન્ય પાકોની માફક ખેડૂતોને બટાકાની ખેતીમાં ઓછો નફો મળતો હોય છે. માટે વાવેતર અગાઉ કેટલીક બાબતો પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે જેના મારફતે ખેડૂતભાઈઓ વધારે નફો રળી શકે છે. તો ચાલો જાણીએ કે બટાકાની ખેતી કરનારા ખેડૂતભાઈઓની પડતર ઓછી કરવા એટલે કે ખર્ચ ઓછો કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જરૂરી છે.

KJ Staff
KJ Staff
Profitable Potato Farming
Profitable Potato Farming

અન્ય પાકોની માફક બટાકાની ખેતી પણ ખૂબ જ લાભદાયક હોય છે, અન્ય પાકોની માફક ખેડૂતોને બટાકાની ખેતીમાં ઓછો નફો મળતો હોય છે. માટે વાવેતર અગાઉ કેટલીક બાબતો પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે જેના મારફતે ખેડૂતભાઈઓ વધારે નફો રળી શકે છે. તો ચાલો જાણીએ કે બટાકાની ખેતી કરનારા ખેડૂતભાઈઓની પડતર ઓછી કરવા એટલે કે ખર્ચ ઓછો કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જરૂરી છે.

માટીની તપાસ

બટાકાના સારા ઉત્પાદન માટે માટીનું પરીક્ષણ ખૂબ જ જરૂરી હોય છે. તેની ખેતી માટે ચીકણી માટીમાં ઝીણી રેતી ધરાવતી જમીન ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત માટીનો PH માપદંડ 6 થી 8 વચ્ચે હોવો જોઈએ. તેમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. બટાકાના વાવેતર સમયે એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે માટીનું સ્વાસ્થ્ય કેવું છે. તેમા જીવાંશનું પ્રમાણ કેટલુ છે તે જાણવું પણ જરૂરી છે.

ફાયદાઃ માટીની તપાસ બાદ બટાકાની ઉપજ મેળવવા માટે તમારે બિનજરૂરી ખાતર કે પોષક તત્વો નાંખવાની જરૂર નહીં પડે, જેથી ખાતરને લગતા ખર્ચની તમને બચત થશે.

છાણીયા ખાતરનો ઉપયોગ

સારા ઉત્પાદન માટે ખેતરની તૈયારી કરતી વખતે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક ખાતરમાં વર્મી કમ્પોસ્ટ, છાણીયા ખાતરનો ઉપયોગ કરી શકાય છે.

લાભઃ જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી બટાકાની ઉપજમાં લીલાપણુ રહેતુ નથી. તેનાથી બટાકા મીઠા થતા નથી અને કીટક-બીમારીઓ સામે લડવાની છોડની ક્ષમતા વધે છે.

રોગમુક્ત બિયારણ

જો તમે ખેતરમાં કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતા ન હોય તો રોગમુક્ત બિયારણોની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત એવી કિસ્મોનું વાવેતર કરવું જોઈએ કે જે આગોતરી અને પાછોતરી સ્થિતિમાં ઝુલસા રોગ પ્રતિરોધક હોય. તેનાથી કોઈ પણ પ્રકારના જોખમ લેવાથી બચવું જોઈએ.

ફાયદા- રોગમુક્ત અને રોગ પ્રતિકારક બિયારણની પસંદગી કરવાથી તમે કીટનાશક અને દવાઓના વધારે પડતા ખર્ચને બચાવી શકો છો.

બિયારણ અને જમીન સંશોધન

વાવેતર સમયે બીજ અને જમીનના સંશોધન કરી લેવા. તેનાથી જીવાણુ અને ફૂગનાશક દવાઓ મુક્તિ મળી જાય છે.

લાભઃ બીજ અને જમીન સંશોધનને બદલે છોડમાં કોઈ પણ પ્રકારના જીવાણુ અને વાયરસનો હુમલો થતો નથી અને રાસાયણીક દવાઓ ઉપરાંત વધારાનો ખર્ચ વધારે છે.

ગરમીમાં ઉંડુ ખેડાણ

બટાકાનું વધારે ઉત્પાદન ગરમીના સમયમાં સારું ખેડાણ કરવુ જોઈએ.

ફાયદા- તેનાથી ખેતરમાં રહેલા અનેક પ્રકારના કીટક પતંગીયા મરી જાય છે અને પાકનું નુકસાન બચી જાય છે.

વાવેતરની યોગ્ય પદ્ધતિ

બટાકા 25 મિમીથી 45 મિમીથી 45 મિમી લગાવવા જોઈએ.આ સાઈઝના બીજનું અંકુરણ સારું હોય છે.

ફાયદા- તેનાથી પાકનું ઉત્પાદન વધે છે અને વધારે નફો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More