Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

જાણો સૌથી વધુ આવક કયો પાક આપે છે, ખેતી કરીને કેવી રીતે બની શકાય અમીર

સમગ્ર વિશ્વમાં ભારતને એક કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. દેશના વિવિધ સ્થળો પર અલગ-અલગ પ્રકારની ખેતી કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો આજે પણ જૂની પરંપરાગત પદ્ધતિથી ખેતી કરે છે, જ્યારે આજે આધુનિક સમયમાં નવા કૃષિ મશીનો વિકસાવવામાં આવ્યા છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Cultivation of sandalwood-chandan
Cultivation of sandalwood-chandan

આપણા દેશમાં એવા ઘણા પાકો છે, જેની ખેતી કરીને તમે કરોડપતિ બની શકો છો. આજે અમે તમને જણાવીશું કે કયો પાક સૌથી વધુ કમાણી કરે છે, જેની ખેતી કરીને તમે કરોડપતિ બની શકો છો.

ચંદનની ખેતી


ચંદનનો છોડ એક ખૂબ જ સુગંધિત છોડ હોય છે.આપણા દેશમાં લગભગ 20 પ્રકારની ચંદનની પ્રજાતિઓ જોવા મળે છે, ચંદનનો ઉપયોગ ધાર્મિક કાર્યો માટે, દવાઓ બનાવવા, અત્તર બનાવવા, રમકડાં બનાવવા, હવન સામગ્રી બનાવવા ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ બનાવવામાં થાય છે. ચંદનની ખેતીથી તમે કરોડોની કમાણી કરી શકો છો, તેની ખેતી કરવા માટે તમારે લાયસન્સ લેવું પડશે.

તુલસીની ખેતી


તુલસી એક ઔષધીય અને ફાયદાકારક છોડ છે, આ માટે કટિબંધીય અને ઉષ્ણકટિબંધીય બંને વાતાવરણ યોગ્ય માનવામાં આવે છે, તમે તુલસીની ખેતી કરીને કરોડો રૂપિયા કમાઈ શકો છો, આ છોડની લંબાઈ 30 થી 60 સેમી સુધીની હોય છે.

વેનીલાની ખેતી


વેનીલાનો ઉપયોગ મુખ્યત્વે આલ્કોહોલિક મીઠાઈઓ, આઈસ્ક્રીમ અને પરફ્યુમ વગેરે પ્રકારની વસ્તુઓ બનાવવામાં થાય છે. બજારમાં તેની માંગ સતત વધી રહી છે, તમે વેનીલાની ખેતી કરીને સારી આવક મેળવી શકો છો.

આ પણ વાંચો:Profitable Farming: માત્ર 5 વર્ષમાં નીલગિરીની ખેતીથી થશે લાખોનું ટર્નઓવર, વધશે આવક

aloe vera
aloe vera

એલોવેરાની ખેતી


આધુનિક સમયમાં, એલોવેરાનો ઉપયોગ, સૌથી વધારે સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં કરવામાં આવે છે, આ ઉપરાંત તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે, બજારમાં એલોવેરાની માંગ ઘણી વધારે છે. ભારતમાં એલોવેરાની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.

અશ્વગંધાની ખેતી


અશ્વગંધાની ખેતી કરીને તમે ઘણી કમાણી કરી શકો છો. અશ્વગંધાની ખેતી મુખ્યત્વે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. અશ્વગંધાના ફળો અને છલથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. અશ્વગંધાની લણણી જાન્યુઆરીથી માર્ચ સુધી કરવામાં આવે છે.

ફુલોની ખેતી


જો તમે લાખોપતિ બનવા માંગો છો, તો તમારા માટે ફુલોની ખેતી એક સારો વિકલ્પ છે. ફુલોની એવી ઘણી પ્રજાતિઓ છે જેની ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખુબ માંગ છે. ફુલોથી ઘણી પ્રકારની ઔષધીઓ બનાવવામાં આવે છે. આ સિવાય, ફૂલોનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે.

ઈલાયચીની ખેતી


ઈલાયચીને મસાલાની રાણી કહેવામાં આવે છે. ઈલાયચીના છોડને તૈયાર કરવામાં લગભગ 3 વર્ષનો સમય લાગે છે. ઉષ્ણકટિબંધીય આબોહવા તેની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. ઈલાયચીની લંબાઈ લગભગ 5 થી 7 ફૂટ જેટલી હોય છે.

આ પણ વાંચો:માલામાલ કરી દેશે આ વૃક્ષની ખેતી, થોડા વર્ષોમાં બની જશો કરોડપતિ

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More